SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સનાતન સ્વર્ગીય સુખ પ્રાપ્ત કરવાની દૃષ્ટિ ઉવેખી દુન્યવી ક્ષણિક સુખ ઝડપી લેવા તે વધુ તત્પર બન્યા છે !” ગુરુદેવ, આપે તો એ પવિત્ર વ્યક્તિના સમાગમમાં અનેક વર્ષો વ્યતીત કર્યા છે, અને અંતકાળે પણ તેમણે આપને આદેશ આપેલ કે “મેરી પીછે પંજાબકા શ્રીલંકી ભાળ વલ્લભ કરેંગે' અને એ મુજબ આપ યથાશક્તિ જહેમત ઉઠાવી રહ્યા છો. પંજાબ, મારવાડ અને મુંબઈ જેવાં ધામોમાં આપે જે શિક્ષણસંસ્થાઓ ઊભી કરી છે એ એના ઉદાહરણરૂપ લેખાય. દેશકાલને અનુરૂપ શિક્ષણ લીધા વિના જેમ જૈન સમાજની ઉન્નતિ શક્ય નથી, તેમ પૂર્વાચાયોએ અતિ પરિશ્રમે તૈયાર કરેલ અને આ રીતે સંગ્રહી રાખેલ સાહિત્યનો યોગ્ય રીતે પ્રચાર કર્યા સિવાય, તેમ જ તેનું પુનરુત્થાન કર્યા સિવાય જૈન ધર્મની સાચી પ્રભા વિરતરે તેમ નથી. આ બધું આપ તો સારી રીતે જાણો છો. વળી આપશ્રીની વાણીમાં તૂટેલા તાર સાંધવાની અદ્દભુત શક્તિ છે. આપની પ્રતિભાથી આપે ઘણું કલહ મિટાવ્યા છે; અને સંઘમાં એક પ્રકારની શાંતિ, વ્યવસ્થા અને એકતા આવવા પામી છે. તેથી જ અહીંના આગેવાનોને એકત્રિત કરી, તેમને સમજાવી, આપના હાથે આ ભંડારનો પુનરુદ્ધાર થાય એવી મારી અભિલાષા છે. વિહારની ઉતાવળ છતાં વિષમ દશામાં આવી પડેલ આ સાહિત્યને સડવા દઈ આગળ જવું મને ઉચિત નથી લાગતું. ” ઉપર્યુક્ત વાર્તાલાપ સ્વર્ગસ્થ આચાર્યશ્રી વિજયવલભસૂરીશ્વરજી અને તેમના સ્વર્ગસ્થ શિષ્ય મુનિશ્રી ચરણવિજ્યજી વચ્ચે ખંભાત મુકામે થયેલો. એમાં જે તાડપત્રો પર લખેલ પ્રતોને ભંડારની વાત છે તે ત્યાંના ભોયરાપાડા નામના લત્તામાં આવેલ પ્રાચીન એવા શ્રી શાંતિનાથના જ્ઞાનભંડારની છે. ભંડારના મકાનની પાછળના ભાગમાં શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસર છે, અને એથી આ ભંડાર એ નામે ઓળખાય છે. બાજુના ભાગમાં પૂર્વ એક ઉપાશ્રય હતો જે આજે ખંડિત હાલતમાં છે. સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામનો જે દળદાર ગ્રંથ લખ્યો છે તેમાં આ પુરાણા ઉપાશ્રય તેમ જ જ્ઞાનભંડાર સંબંધી સારો એવો ઉલ્લેખ કર્યો છે. પૂર્વે આ ઉપાશ્રયમાં સ્થિરતા કરી નામાંકિત મુનિવરોએ ગ્રંથરચના કર્યાની નોંધો ઉપલબ્ધ થાય છે. કિંવદંતી મુજબ અહીં ચોમાસું રહેલ એક પ્રભાવિક આચાર્યે ચમત્કાર દર્શાવ્યાની વાત પણ સંભળાય છે. એ ગમે એમ હોય પણ એટલું તો ચોક્કસ છે કે સ્તંભતીર્થનો આ જૂનામાં જૂનો ભંડાર છે, અને ડૉપિટર્સન આદિ વિદ્વાનોનાં લખાણ મુજબ તાડપત્રો પર લખાયેલી એમાં સંખ્યાબંધ પ્રતો હતી. કેટલીક ચોરાઈગઈ અને કેટલીક કાળનો ભોગ બની. તેમ છતાં આજે નાનામોટા કદની મળી લગભગ બસો પ્રતો મોજૂદ છે. તેને સાચવવા માટે હાલમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં બેસવું નહોતું ગમતું ત્યાં સરસ રીતે કબાટ ગોઠવવામાં આવ્યા છે અને એથી કોઈ અભ્યાસી કલાકોના કલાકો ત્યાં બેસે તો પણ કંટાળે એમ નથી. આ જીર્ણોદ્ધારના મૂળમાં આચાર્યશ્રીની દીર્ધદૃષ્ટિ અને પ્રતિભા ઝળહળી રહી છે. તે જીર્ણોદ્ધાર કેવી રીતે થયો તેનું એ સંક્ષિપ્ત વિહંગાવલોકન કરી જઈએ તો અસ્થાને નહિ લેખાય. વિહાર કરતાં કરતાં આચાર્યશ્રી ખંભાત આવી પહોંચ્યા. અહીં વધારે રોકાવાની તેમની ઇચ્છા નહોતી. શિષ્ય ચરણવિજયજીને ખંભાતનાં જિનાલયોનાં દર્શન કરવાની તીવ્ર મહેચ્છા હતી અને એ અભિલાષા પૂર્ણ કરવા તેઓ અહીં આવેલા. એવામાં આ પ્રાચીન ભંડાર જવાનો તેમને યોગ સાંપડ્યો. આ ભંડારની પરિસ્થિતિ જોઈ ગુરુ-શિષ્ય વચ્ચે થયેલો સંવાદ આપણે ઉપર જોઈ ગયા. શિષ્યની વાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy