________________
૩૦
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
એમાં જે અપ્રકાશિત હોય તે વહેલી તકે પ્રગટ કરાવવા યત્ન કરવો જોઈ એ. એ માટે આજના સાધનોનો ઉપયોગ ધ્યાનમાં રાખવો ઘટે. યાદ રાખો કે તીર્થંકર પ્રભુની વાણી કે જેનો સંગ્રહ આપણા પૂર્વાચાયાંએ આ રીતે તૈયાર કર્યો છે, એ કેવળ તાળાચાવીમાં પૂરી રાખવા માટે નહીં, પણ દેશકાળનાં એંધાણ પારખી એનો પ્રચાર વિશ્વભરમાં કરવા સારુ છે. એ અમૃતવાણીનાં વહેણ જે જે દિશામાં વહેશે તે તે પ્રદેશમાં એ અજવાળાં પાથરશે, સાચી શાંતિના સર્જક નીવડશે. વીતરાગની ઉપદેશધારા જેટલા વિશાળ સમૂહને સ્પર્શશે તેટલાનું એકંદરે કલ્યાણ કરનાર જ બનશે. આ કાર્ય અભ્યાસી મુનિવરોની સહાયથી કરાવજો. અવકાશ મેળવી એ માટે મુનિશ્રી પુણ્યવિજયજીની સલાહ લેશો. આજની પદ્ધતિએ સૂચિપત્ર તૈયાર કરવાના કાર્યમાં એ નિષ્ણાત છે. તાડપત્ર પર લખાયેલ ભાષા વાંચવામાં અને એ ઉપરથી એની સાલવારી નક્કી કરવામાં એ દક્ષ છે. જ્ઞાનપંચમીની પૂજા ચાલુ જ રાખજો.”
સૂરિજીએ જે સંદેશ આપ્યો એનો સમિતિએ સારી રીતે અમલ કર્યો, અને એ રીતે આ પ્રાચીન જ્ઞાનભંડારમાં રહેલ અણમોલ ખજાના સંબંધી જે માહિતી બહાર આવી તે આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીના શબ્દોમાં જ રજૂ કરું એ વધારે ઉચિત લેખાશે. પૂર્વે જણાવ્યું તેમ જે પાનાં અસ્તવ્યસ્ત હતાં અને જે ડબ્બાઓમાં કેટલીક તૂટક પ્રતો હતી એ સર્વને મહારાજશ્રી પાસે પાટણ મોકલવામાં આવી. એમાંથી તેમણે જે શોધ કરી તે આ પ્રમાણે છે :
**
- પ્રસ્તુત જ્ઞાનભંડારના વિવેકી કાર્યવાહકોએ મારા ઉપર વિશ્વાસ રાખી તેમને ત્યાં પડેલા અસ્તવ્યસ્ત ગ્રંથો અને વેરવિખેર થઈ ગયેલાં તાડપત્રીય પાનાંઓનો સંગ્રહ મારી પાસે મોકલાવ્યો. આ સંગ્રહમાંથી કેટલાયે ગ્રંથો એવા મળી આવ્યા છે જેની બીજી નકલો ક્યાંય જોવામાં નથી આવતી. દા॰ ત॰ (૧) વિક્રમ સંવત ૧૨૭૨માં આચાર્ય જિનભદ્રરચિત ‘ ઉપદેશમાલાકથા ' સંક્ષેપ (૨) કમલપ્રભાચાર્યકૃત ‘ધડાવશ્યકસૂત્રવૃત્તિ’ (૩) ‘અષ્ટપ્રકારીપૂજાકથા’ (રત્નચૂડનૃપકથા તથા વિજયચંદ્રકૈવલીચરિત્રથી ભિન્ન) (૪) ધમિલ્લચરિત્ર' (મિલ્લ હિંડી આધારે રચેલું) (૫) ‘દાનપ્રકાશ’ આદિ, આ રીતે અલભ્યદુર્લભ્ય ગ્રંથો મળી આવ્યા છે. આમાંના કેટલાક અપૂર્ણ હોવા છતાં અપૂર્વતાની દૃષ્ટિએ અતિ મહત્ત્વના હોઈ જાળવી રાખવા જ જોઈ એ.
“ આ જ્ઞાનભંડારમાં આચાર્ય ઉદયપ્રભસૂરિષ્કૃત ધર્માભ્યુદય મહાકાવ્ય, અપરનામ સંધપતિ વસ્તુપાલચરિત્ર, આચાર્ય દેવભકૃત કથારત્નકોશ, રામદેવકૃત પંચસંગ્રહદીપક, આચાર્ય જિનભદ્રકૃત ઉપદેશમાલાકથા, અમમસ્વામી ચરિત્ર (બે ભાગમાં હાલ પ્રગટ થયેલ છે), સુંદસણા ચરિત્ર (મુદ્રિતથી ભિન્ન), શૈવમુનિકૃત સુભાષિતરત્નકોશ, જયમંગલાચાર્યકૃત કવિશિક્ષા, રવિગુપ્તકૃત લોકસંવ્યવહાર નામક અંક આદિ ગ્રંથો ધણા જ મહત્ત્વના છે જેની બીજી નકલો આ જ્ઞાનભંડાર સિવાય બીજે કયાંય જોવામાં નથી આવી.
“ આ ઉપરાંત વસુદેવપિંડીના ખંડો, જીવનસુંદરી કથા, દામોદરકૃત શુંભલીમતશાસ્ત્ર, જ્ઞાતાધર્મકથાંગ આદિ અંગ ચતુષ્ક સટીક (સં૦ ૧૧૮૪માં લખાયેલ) વઈરસામિ ચરિઉ (અપભ્રંશ), શાન્તિનાથ ચરિત્ર, નિશિથ કલ્પ-વ્યવહાર આદિ છંદ આગમો અને એની ભાચૂર્ણિ ટીકા આદિ છે.
“ શતક કર્મગ્રંથની ચૂર્ણિ કે જેની નકલો ખીજે મળે છે અને જે છપાઈ પણ ચૂક્યો છે તે છતાં આ જ્ઞાનભંડારમાંની એની પ્રતિની વિશેષતા એ છે કે એના અંતમાં ‘કૃતિરાવર્ય શ્રી નન્દ્રમહત્તરસિતાम्बरस्य शतकस्य ग्रन्थस्य चू ......' આ ઉલ્લેખવાળો પાનાનો ટુકડો છે. આ ટુકડો અસ્તવ્યસ્ત પાનાંના ઢગલામાંથી શોધી મૂળ પ્રત સાથે જોડી દીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org