________________
પ્રાચીન જ્ઞાનભંડારના ઉદ્ધારક
શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી
પૂર્વાચાયૉએ જે જ્ઞાનને વિસ્મૃત થતું બચાવવા અર્થે અથાગ પરિશ્રમ સેવી આ રીતે તાડપત્રોનાં પાનાં ઉપર સ્થિર કર્યું તેની આ વિષમ દશા ખરેખર અસહ્ય છે. ગુરુદેવ, આપ તો કહેતા હતા કે આ ખંભાત નગરે એક કાળે સ્તંભતીર્થ તરીકે અત્યંત ખ્યાતિ પ્રાપ્ત કરેલી અને ત્યાં જૈનોની વિપુલ સંખ્યા હતી; અને આજે પણ ત્યાં ધર્મજનોની વસતિ સારા પ્રમાણમાં છે, પરંતુ આજે આ ભંડારોની આવી પતિત પરિસ્થિતિ નિહાળ્યા પછી સખેદ કહેવું પડે છે કે કાં તો એ ધર્મ બાહ્યાડંબર રૂપે હોવો જોઈએ અથવા તો પૂર્વજોના વારસામાં ઊતરી આવેલ, છતાં પ્રેમ વિહોણો, માત્ર નામરૂપ બની ગયો હોવો જોઈએ. તે વિના વપરપ્રકાશક એવા આ વિપુલ સાહિત્યની આમ અવગણના ન થાય.”
“ચરણવિજય, ઉતાવળો ન થા. પાટણ અને અમદાવાદ તો તે જોયાં છે. ત્યાં જૈનોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાં છતાં કેટલાય જ્ઞાનભંડારોનાં તાળાં આજે પણ અણઊઘડ્યાં છે ! સાંભળવા મુજબ કેટલું ઉત્તમ સાહિત્ય કીડાઉધાઈના આહાર રૂપે પરિણમેલ છે. એ સર્વનાં ઊંડાણમાં ઊતરતાં એક વાત
વા જેવી સ્પષ્ટ જણાય છે કે આપણા સંઘમાં વત્તાઓછા પ્રમાણમાં દરેક સ્થળે મતમતાંતરો છે. તદુપરાંત જ્ઞાન પ્રતિ સાચી શ્રદ્ધા કે નિષ્ઠા અને તેને પામવાની તીવ્ર ઝંખના ખાસ જોવા મળતી નથી. આ ખંભાત પણ તેમાં અપવાદરૂપ નથી જ.”
પૂજય ગુરુમહારાજ, પાટણ, અમદાવાદ, વડોદરા, લીંબડી અને જેસલમેર સિવાય બીજે ક્યાંય તાડપત્ર પર લિખિત સાહિત્ય હોય એમ મેં આજસુધી સાંભળ્યું નથી. પરંતુ ખંભાત જેવા નગરમાં અને તે ય વળી એકાદ શેરીના અંધારિયા ઓરડામાં આવું ભવ્ય સાહિત્ય છુપાયું છે એ જાણી અત્યંત આશ્ચર્ય થાય છે. પણ વધારે આશ્ચર્ય તો એ સાહિત્ય પ્રત્યે સેવાયેલી બેદરકારીનું છે. આટલી બધી પ્રતોને સમાવવા માત્ર એક જ પુરાણું ખખડધજ થઈ ગયેલો ગંજે છે! એમાંનાં બાંધેલાં પોટલાં એકવાર બહાર કાઢી અંદર મૂકીએ ત્યાં સુધીમાં તો કેટલાં ય ગ્રંથોનાં પાનાંની કિનારીઓ તૂટી જાય ! અને આ રીતે આ સાહિત્ય વિનષ્ટ થતું જ જાય.”
“વત્સ ચરણ, તારું આ કથન અક્ષરશઃ સાચું છે. આ પ્રાચીન નગરીમાં મારી સાથે તું પ્રથમ વાર પગલાં માંડે છે, અને તેથી કેટલીક બાબતો વિષે તને આશ્ચર્ય ઊપજે એ અસ્થાને નથી. મેં સ્વર્ગસ્થ ગુરુદેવ ન્યાયાભાનિધિ શ્રીમદ્દ : વિજયાનંદસૂરીશ્વરજી. સાથે જુદાં જુદાં નગરોમાં અનેક વાર વિહાર કર્યો છે, અને તે દરમ્યાન આપણાં જિનાલયોની તેમ જ જ્ઞાનભંડારોની અઘટિત દશા નિહાળી છે. એ જોઈને મને તેમ જ ગુરુદેવને અત્યંત દુ:ખ થયેલું. આ દુઃખ સ્વરચિત પુસ્તકમાં ગુરુદેવે વ્યક્ત કરેલ છે. તીર્થંકર દેવોનો ધર્મ આજે વણિકોના હાથમાં આવી પડેલ છે એટલે એમાં નથી તો ક્ષાત્રતેજ જણાતું કે નથી વીરતાનો પડઘો પડતો. કેવળ વણિકવૃત્તિસુચક ઉપરછલો આઇબર દષ્ટિગોચર થાય છે. વર્તમાનયુગના શ્રાવકીમાં નથી જ્ઞાન પ્રત્યે સાચું બહુમાન કે નથી જ્ઞાનપ્રચારની પવિત્ર દષ્ટિ ! કેવળ છે જિહુવાનો સ્વાદ અને મોટાઈ માટેની મમતા ! જ્ઞાનની પ્રગતિ કરવાને બદલે ભૌતિક ચીજોના સ્કૂલ રસાસ્વાદ અર્થે તેમના ધનનો વ્યય થઈ રહ્યો છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org