SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીરનાં સંસ્મરણો મુનિશ્રી જનકવિજયગણિવર્ય ज्ञानामृतेन लोकानां कष्टोच्छेद विधायिने । ऐदयुगीनवीराय नमो वल्लभसूरये ॥ જગતમાં મહાપુરુષોનું જીવન સ્વપરકલ્યાણુ કરવાવાળું હોય છે અને તેથી જ તે એક આદર્શ જીવન હોય છે. જો માનવીની દૃષ્ટિ સમક્ષ કોઈપણ જાતનો આદર્શે ન હોય તો તેનો પૂર્ણ વિકાસ થતો નથી એટલું જ નહિ, પણ તેનું જીવન અંધકારમય અને છે. મહાપુરુષના આદર્શ જીવનને દૃષ્ટિ સમક્ષ રાખતાં આપણને આત્મરવરૂપનું દર્શન થાય છે, આપણી નબળાઈઓ અને ક્ષતિઓનું સ્પષ્ટ જ્ઞાન થાય છે; પરિણામે આપણે એ ક્ષતિઓને દૂર કરી જીવનનું યોગ્ય ધડતર કરવા પ્રયત્ન કરીએ છીએ. વસ્તુતઃ મહાપુરુષોનું જીવન આપણામાં સંસ્કારનું સિંચન કરે છે, દષ્ટિને વિસ્તૃત બનાવે છે અને એવી રીતે એક દીવાદાંડીરૂપ બને છે. જેમનું જીવન એક આદર્શ જીવન હતું એવા અનેક મહાપ્રતાપી, મહાતેજરવી અને મહાપ્રભાવક ધર્મધુરંધર રિપુંગવો જૈન સમાજમાં પણ થઈ ગયા. અન્યનું જીવન ધડવામાં અને સન્માર્ગે વાળવામાં તેઓએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. અંધકારમય જીવનમાં જ્યોતિ પ્રસારી નૂતન વાતાવરણ પેદા કરવામાં પોતાની અખૂટ શક્તિ ખર્ચી છે. પૂજ્ય શ્રીવિજયવલ્લભસૂરિજી એ મહાપુરુષોમાંના એક હતા. તેમનું જીવન પણ અનેક વ્યક્તિઓ માટે માર્ગદર્શક દીવાદાંડીરૂપ બન્યું હતું. ગુજરાત, સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ અને વિશેષરૂપે પંજાબમાં પગપાળા સફર કરી તેમણે શિક્ષણની સંસ્થાઓ ઊભી કરી, સંગઠન સાધવા ઉપદેશ આપ્યો અને ધાર્મિક આદેશ આપી જ્ઞાનની જ્વલંત જ્યોત પ્રગટાવી. તેમનું જીવન અનેકવિધ હતું. અનેક અનુભવોથી સભર હતું. એ સમગ્ર જીવનચરિત્રને સમજવું અને આલેખવું અતિ કઠિન છે. સામાન્ય જનની કલમ તો અમુક પાસાં જ તપાસી શકે. આથી હું આપણને જેમાંથી કંઈક માર્ગદર્શન અને બોધ મળે એવી થોડીક ધટનાઓ કહીને જ વિરમીશ. એ ધટનાઓનાં સંસ્મરણો મારા જીવનમાંથી કદી વિસ્તૃત નહિ બને. Jain Education International પોતાની વાત ખીજાને સારી રીતે સમજાવવાની પૂ॰ સૂરિજીમાં કેવી દિવ્ય શક્તિ હતી તે માટે એક ધટના ખસ થશે. એકવાર વિહાર કરતાં કરતાં તેઓ પંજાબના એક ગામમાં આવ્યા. એક અતિ વિદ્વાન અને તેજસ્વી અડંગ સાધુ તરીકેની તેમની પ્રતિષ્ઠા જૈન સમાજમાં હતી જ; તેથી ધર્મના સિદ્ધાંતોની કંઈક ચર્ચા કરવા કેટલાક બ્રાહ્મણો ગુરુદેવ પાસે આવ્યા. સામાન્ય રીતે બ્રાહ્મણો સ્નાનાદિ ક્રિયાઓમાં તેમ જ શરીરશુદ્ધિની બાબતમાં સહજ રીતે વિશેષ ધ્યાન આપતા હોય છે, જ્યારે જૈન સાધુઓ સ્નાન કરતા નથી—તે ન કરવા પાછળ અહિંસાની દષ્ટિ રહેલી છે. બ્રાહ્મણોને આ વાતની ખબર હતી અને તેથી તે વિષય અંગે તેમણે ગુરુદેવ પાસે ચર્ચા કરી. ગુરુદેવે અતિ શાંતિપૂર્વક પોતાની વાત સમજાવવા પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે માત્ર બાહ્ય શરીરશુદ્ધિ પૂરતી નથી. ગમે એટલી બાહ્ય શારીરિક શુદ્ધિ હોય પણ જે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy