________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જેઓ સ્નાન કરે છે તેઓ પવિત્ર થઈ બહાર નીકળે છે. પૂઇ વિજયવલ્લભસૂરિનું સમસ્ત જીવનપ્રેરણાદાયી હતું. તેમના જીવનમાં એવાં કેટલાંય છપાં તત્ત્વો પડ્યાં હતાં કે જે તેમાંનું એકાદ હાથ લાગે તો આપણું જીવન પણ સાર્થક બને. આપત્તિથી તેઓ કદી ડગ્યા નથી. શારીરિક વ્યાધિઓ પણ તેમણે હસતે મુખે સહન કરી; અને એ તો કોઈ ભવના કર્મનું ફળ છે એમ કહી તે ફળ હિંમતથી ભોગવવાની અપૂર્વ શક્તિ કેળવી. તેમની આ બધી સિદ્ધિઓ અને શક્તિઓમાંથી જૈન સમાજે અને ખાસ કરીને તેમના શિષ્યગણે ઘણી પ્રેરણા મેળવી છે.
વિરાટનું કદી વર્ણન થઈ શકતું નથી. ગમે એટલા શબ્દો હોય, ગમે એવી ભાષા હોય પણ વિરાટની સરખામણીમાં એ બધું અ૫ જ છે. એમની જીવનસરિતા એટલી વિશાળ હોય છે કે આપણું દષ્ટિ બધી બાજુ પહોંચી શકતી નથી. તટ પર ઊભા રહી જેટલું પામીએ તેટલું સાચું. એમનાં ઊંડાણુ અગાધ અને અતાગ હોય છે. આપણે તો તેમના ચરણમાં ઢળી એટલું જ ગાઈએ કે:
महान्त एव जानन्ति महतां गुणवर्णनम् ।
sm iT
IIIIIIIII•
ક
જો
A
-
:
the '
S
==
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org