________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આંતરિક શુદ્ધિ ન હોય તો તે શરીરશુદ્ધિનું કંઈ બહુ મૂલ્ય નથી. પોતાના વક્તવ્યને પુષ્ટ કરવા તેમણે પુરાણમાંથી એક સુંદર દૃષ્ટાંત આપ્યું :
એકવાર પાંડવો અડસઠ તીર્થની યાત્રા કરવા નીકળ્યા. તે સમયે કૃષ્ણ ભગવાને તેમને એક તુંબડી આપી અને તેને પોતાની સાથે યાત્રા કરાવવા માટે સૂચન કર્યું. બાર વર્ષ સુધી પરિભ્રમણ કરી પાંડવો પાછા આવ્યા. તે વખતે કૃષ્ણ ભગવાને પેલી તુંબડીનો ભૂકો કરી સૌ સભાજનોને વહેંચ્યો. તે મોંમાં નાખતાં સભાજનોનું મુખ બગડી ગયું અને તેઓએ તે ઘૂંકી નાખ્યો. કૃષ્ણ ભગવાને આશ્ચર્ય સાથે પાંડવોને પૂછયું: “શું તમે આ તુંબડીને તીર્થસ્નાન નથી કરાવ્યું ?” પાંડવોએ તુરત જવાબ આપ્યો :
એક નહિ પણ અનેકવાર તીર્થરનાન કરાવ્યું છે !” પાંડવોનો આવો જવાબ સાંભળી કૃષ્ણ ભગવાને તેમને નીચેનો ઉપદેશ આપ્યો :
आत्मानदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः ।
तत्राभिषेकं कुरु, पाण्डुपुत्र, न वारिणा शुध्यति आन्तरात्मा ।। “હે પાંડુપુત્રો, જેમાં સંયમરૂપી પાણી છે, સત્યરૂપી પ્રવાહ છે, શીલ તટ અને દયારૂપી ઊર્મિ છે એવી આત્મારૂપી નદીમાં સ્નાન કરો, બાકી બાહ્ય સ્નાનથી અંતરઆત્માની શુદ્ધિ થતી નથી.”
ગુદેવનું ઉપર્યુક્ત દષ્ટાંત અને ઉપદેશ સાંભળી બ્રાહ્મણ ખુશ થઈ ગયા. ગુરુદેવે આત્મશુદ્ધિ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું : “જૈન સાધુની પાસે સત્ય, અહિંસા, બ્રહ્મચર્યું, અપરિગ્રહ, તપ, ત્યાગ વગેરે હોવાથી તે હંમેશ માટે પવિત્ર જ હોય છે !”
બીજી એક ઘટના છે : એકવાર ગુદેવ ફરતા ફરતા અમૃતસરમાં આવ્યા. તેમની પ્રતિભા કેટલી અસરકારક હતી તેનો પરિચય તે વખતે થયો. ત્યાં તેમની પાસે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો અને તેણે “ત્રદ્ધ સત્વે ગગ7 મિથ્યા ” એ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા બે કલાક સુધી તેમની સાથે ચર્ચા કરી. ગુદેવ હંમેશાં નમ્રતાથી વાત કરતા. પ્રતિવાદી ગમે એવા તર્ક કરે તો પણ તેઓ પોતાનો કાબૂ કદી ન ગામાવતા. બધી ઇન્દ્રિયો પર તેમણે સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો હતો. ચર્ચા દરમ્યાન ગુદેવનું મુખ્ય વક્તવ્ય એ હતું કે “જે બ્રહ્મ જ સત્ય હોય અને માયાદિથી સભર જગત મિથ્યા હોય તો આકાશપુષ્પની માકક કંઈપણ કાર્ય થઈ શકે નહિ. જયારે હકીકત એ છે કે માયાજનિત જગતમાં કાર્ય પ્રત્યક્ષ દેખાય છે; તો તે જગત મિથ્યા કેવી રીતે ? "
ગુદેવની આ સમજાવટથી પેલા વેદાંતી બ્રાહ્મણ પર ખૂબ અસર થઈ. ગુરુદેવના વ્યક્તિત્વથી તે અંજાઈ ગયો. તેને એમ જ થયું કે આવા વ્યક્તિત્વવાળી વિભૂતિ આ પહેલાં તેણે કદી ને હતી. તેથી તેણે પૂ૦ ગુર્દેવની ભાવપૂર્વક સ્તુતિ કરી અને પોતાનું શિર તેમનાં ચરણોમાં નમાવી દીધું. તેના અંતરમાંથી ભાવનાનો સ્ત્રોત વહેવા લાગ્યો :
यद्वाक्यामृतपायिनां प्रतिदिनं नित्यं सुधा नीरसा यद्वाक्यार्थविचारणादभिगतो स्वगोंपि कारागृहं । यद्वाणीविषयात्मपूर्णमनसां तुच्छं जगत् तूलवत् तस्मै श्रीगुरुवल्लभाख्यमुनये नित्यं नमस्कुर्महे ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org