SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકરોના ચરણે ઉચ્ચારેલ માતાનું વચન સાર્થક ૧૭ ફળ આજે આપણને મળ્યાં છે. એ ઊર્મિએ આપણને અંબાલામાં જૈન કૉલેજ, ફાલનામાં કોલેજ તથા વરકાણા હાઈસ્કૂલ આપી; મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી ભવ્ય સંસ્થા અને અમદાવાદ, પૂના તેમ જ વડોદરામાં તેની જ મજબૂત શાખાઓ અપીં. આ ઉપરાંત પ્રગતિનાં શિખર સર કરતી બીજી અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી અને પરિણામે જૈન બાળકોમાં જ્ઞાનની અતિ ઉજજવળ શિખા પ્રગટી ઊઠી. આ બધાને વટાવી જાય એવી એક રમ્ય ઊર્મિ તેમના હૃદયમાં ઊછળી રહી હતી અને તે હતી એક વિશાળ જૈન યુનિવર્સિટી સ્થાપવાની. આપણે ઈચ્છીએ કે તેમની એ ઊર્મિ પરિપૂર્ણ કરવા આપણે અથાગ પ્રયત્ન આદરી કટિબદ્ધ થઈએ. મહાન વ્યક્તિઓ તેમના ગુણોથી જ મહેકી ઊઠતી હોય છે. તેમના એ ગુણોમાં અજબ પ્રકારની આકર્ષક શક્તિ હોય છે. એ ગુણોની છબી તેમની પ્રતિભામાં સારી રીતે પ્રતિબિંબિત થયેલી હોય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે તીર્થકરો જયાં વિહાર કરે ત્યાં કંટકો પણ પોતાનાં મુખ શરમથી નીચાં ઢાળી દે અને તેમનો માર્ગ આપોઆપ સાફ થઈ જાય. તેમનામાં રહેલા ગુણ જ જાણે તેમના દૂતનું કાર્ય કરતા હોય અને તે દૂતો તેમના આગમનનો સંદેશો સર્વત્ર પહોંચાડી દે. તેથી જ એક કવિ ગાય છે કે: गुणाः कुर्वन्ति दूतत्वं दूरेऽपि वसतां सतां । केतकीगंधमाघ्रातुं स्वयमायान्ति षट्पदाः ।। કેતકીમાં કુદરતી રીતે જ મીઠી સુગંધ રહેલી હોય છે, પણ એ સુગંધનો પ્રચાર કરવા કેતકી ક્યાંય મુસાફરી કરવા જતી નથી––તેની સુગંધથી આકર્ષાઈને ભ્રમરો પોતે જ ત્યાં આવતા હોય છે. તેવી જ રીતે મહાન પુષ્પો પોતે પોતાની આત્મપ્રશંસા કરવા કયાંય જતા નથી, તેમના ગુણ જ તેમના દૂતો તરીકેનું કાર્ય કરે છે, અને એ ગુણોથી જ અન્ય જનો તેમના પ્રતિ ખેંચાય છે. આ રીતે ગુણુનો અતિ કીમતી પ્રભાવ છે. જેટલા ગુણો વધુ તેટલા તે વધુ મહાન. પૂ૦ સૂરિજી ત્યાં જતા ત્યાં તેમના ગુણોની સૌરભથી સમગ્ર વાતાવરણુ મહેકી ઊઠતું. સર્વત્ર આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રવર્તી રહેતો. તેમના ગુણમાં રહેલી અજબ ચમકથી માત્ર જૈનો નહિ પરંતુ જૈનેતરો પણ એટલા જ આકર્ષાતા. સદગુણી પુરુષોની વાણીમાં અપૂર્વ માધુર્ય હોય છે. તેમના મુખમાં કટુ વાણી કદી પ્રવેશ કરી શકતી નથી. કડવી વાત પણ એટલી મીઠાશથી તેઓ કહે છે કે એમાં કડવાશનો અંશ પણ રહેતો નથી. આગમમાં પણ કહ્યું છે કે महरं निउणं थोवं, कच्जावडियं अगव्वियमतुच्छं । पुट्विं मइसंकलियं, भणति जं धम्मसंजुत्तं ।। મહાન વ્યક્તિઓ પોતાનાં વચન અતીવ મધુર રીતે, તેના અર્થની સંકલન જાળવી, ખૂબ વિવેકપૂર્વક અને બુદ્ધિપૂર્વક બોલતા હોય છે–તેમાં અભિમાનને ઓછાયો પણ હોતો નથી. પૂજ્ય ગુરુદેવનું હદય પણ ખૂબ સુકોમળ હતું. તેમની વાણીમાં અપૂર્વ માધુર્ય અને અલૌકિક આકર્ષણ હતું. તે વાણી અંતરની વાણી હતી અને તેથી જ તેમાં સનાતન સત્યોનું સિંચન થતું. જેમના જીવનમાં ખરેખર પોતાનું કંઈક સ્વતંત્ર સત્ત્વ હોય છે તેનું તેજ પથરાયા વિના રહેતું નથી અને તે તેજમાં આવતી બીજી ચીજો પણ પ્રકાશિત થાય છે. મહાન પુરુષો ઠોકી ઠોકીને કહેતા હોય છે કે આપણે પણ એમના જેવું જીવન જીવી શકીએ; તેમણે મેળવેલી સિદ્ધિઓ આપણે પણ પ્રાપ્ત કરી શીએ. આમ મહાન વ્યક્તિઓનાં જીવનમાંથી નિત્યે પ્રેરણાનાં ઝરણાં વહેતાં હોય છે. એ ઝરણાંમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy