________________
તીર્થકરીના ચરણે ઉચ્ચારેલ માતાનું વચન સાર્થક
મુનિશ્રી વિજયગણિવર્ય
સાચા મહાપુરુષનું જીવન શરૂઆતથી જ મહાન હોય છે. તેની મહાનતાનાં ચિહ્નો બાળપણથી જ એક યા બીજા સ્વરૂપે દેખા દે છે. ભારતની એક ભવ્ય વિભૂતિ અને ગુજરાતનું ગૌરવ એવા પંજાબ કેસરી પૂ. શ્રીવિજયવલ્લભસૂરિજીના જીવનમાં પણ એમ જ બન્યું હતું. પોતાની નાની વયમાં જ માતાથી તેમને વિખૂટા પડવાનું આવ્યું–માતાએ સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું, પણ તે સમયે તેમણે ઉચ્ચારેલા ઉદ્દગારો ખરેખર ભાવિની આગાહીરૂપ જ હતા. પોતાના લાડીલા ઇગનનું જીવન તેણે તીર્થંકરના ચરણોમાં અર્પી દીધું,
માતાના એ પવિત્ર ઉદગારો તે સપૂતે સાર્થક કર્યા. શરૂઆતથી જ અસાર સંસાર પ્રતિ એક પ્રકારની ઘણુ ઉત્પન્ન થઈ. જીવનનું સમગ્ર દૃષ્ટિબિન્દુ વૈરાગ્ય, સંસ્કાર અને ચારિત્ર્યમાં કેન્દ્રિત બન્યું. પોતાના વડીલ ભાઈને તેમ જ અન્ય સગાસંબંધીના વિરોધ, આનાકાની અને અટકાયત છતાં તેણે પોતાના ધ્યેયમાંથી પાછી પાની ન કરી; અને તે ધ્યેયને પહોંચવામાં જ પોતાના જીવનની સાર્થકતા માનીને પૂ. આત્મારામજી મહારાજના પવિત્ર ચરણોમાં તેણે પોતાનું શિર ઢાળી દીધું અને આમ તે છગન મટી વલભ બન્યા.
જે માનવીના હદયમાં કંઈક નિશ્ચિત અભિલાષા હોય છે તેને તે અભિલાષા પ્રતિ પહોંચવા કોઈ યોગ્ય માર્ગ મળી જ રહે છે. જેના હૃદયમાં આકાંક્ષાનું બીજ પડયું હોય છે તે કોઈક દિવસ પાંગરીને વિશાળ વૃક્ષનું સ્વરૂપ અવશ્ય ધારણ કરે છે. પૂ. શ્રીવિજયવલ્લભસૂરિના હૃદયમાં આધ્યાત્મિક પ્રગતિની તમન્ના જાગી હતી અને તે તમન્ના–અભિલાષા–આદર્શને પહોંચવા તેમને યોગ્ય પંથ મળી ગયો. તેજવી યક્તિત્વવાળા પૂ. આત્મારામજી જેવા ગુણસંપન્ન અને ચારિત્ર્યવાન ગુરુ મળ્યા અને તેમની છાયા નીચે પૂ. શ્રીવિજયવલ્લભસૂરિએ પોતાનું જીવનનાવ હંકારી મૂક્યું. તેમની નાવડીને યોગ્ય સુકાની મળી ગયો.
જૈનશાસનની પ્રગતિ અર્થે જેમણે પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું એ આત્મારામજીની દોરવણી નીચે તેમણે જૈન ધર્મના મહાન ગ્રંથોનું અધ્યયન આદર્યું. સાચા ગુરુના તે સાચા શિષ્ય બન્યા. ગુરુની શ્રદ્ધા અને પ્રીતિ તેમણે પ્રાપ્ત કરી. જૈન ધર્મનાં મૂળ તત્ત્વો અને ગૂઢ રહસ્યોને પામવા તેમણે અથાગ જહેમત ઉઠાવી. પૂ. આત્મારામજીને આગમોનું સારું એવું જ્ઞાન હતું. વદર્શનનો ઊંડો અભ્યાસ હતો. આ બધા જ્ઞાનનો નમ્ર, વિનયી અને શાણુ શિષ્ય યોગ્ય લાભ લીધો અને તે જ્ઞાનરૂપી પીયષની ધારા સર્વત્ર વહેવડાવવા જબરદસ્ત ભેખ લીધો. ગામેગામ ને શહેરે શહેર ફરી ગુના સદેશની સૌરભ પ્રસારી દીધી અને સર્વત્ર ઉમંગ અને પવિત્ર્યની લહરી લહેરાઈ રહી.
જૈનધર્મના પાયામાં રહેલા સિદ્ધાંતો અને સત્યોને જો સારી રીતે સમજવામાં આવે તો અવશ્ય લાગે કે જૈનધર્મ ખરેખર એક ઉચ્ચ ધર્મ છે. એ ધર્મને પ્રચારક દષ્ટિએ નહિ પણ સર્વોદયની દૃષ્ટિએ ફેલાવવાની પૂ૦ રૂરિજીના હૃદયમાં અનેક ઊર્મિઓ પ્રવર્તી રહી હતી. એ ઊર્મિઓને અમલમાં મૂકવા તેમણે માત્ર આધ્યાત્મિક કે બિનસાંસારિક દૃષ્ટિ ન રાખતાં સાથે સાથે વ્યાવહારિક દૃષ્ટિ પણ ધ્યાનમાં રાખી. જૈન સમાજની ઉન્નતિમાં તેમણે જૈનધર્મની ઉન્નતિ પણ નિહાળી. જગતમાં વ્યાવહારિક રીતે જૈન સમાજને આગળ લાવવાનું તેમને યોગ્ય લાગ્યું. ખરેખર આ એક દીર્ધદષ્ટિ હતી. એ દીર્ધદષ્ટિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org