________________
આપણું શ્રી વલ્લભ ગુરુદેવ
૧૫
ઉત્સવ નહિ ઊજવી શકાય એવી ચિંતા થવા માંડી. સૈ પ્રભુને પ્રાર્થના કરવા માંડ્યા. મુસલમાનોએ પણ બંદગી શરૂ કરી. આ વખતે જેનોએ પૂ. ગુરુજી તરફ મીટ માંડી. સૌ તેમની પાસે ગયા અને હતાશ હૈયે પૂછવા લાગ્યા: “શું આપણો ઉત્સવ ભાંગી પડશે ?” પણ ગુરૂદેવે તો સ્મિત કરી જવાબ આપ્યોઃ “સબ કુછ અરછા હો જાયેગા.” અને ખરેખર બધું જ સારું થઈ ગયું. મેધ ગાયો પણ વરસ્યા નહિ. આકાશ ધીમે ધીમે સ્વચ્છ થઈ ગયું. મુસલમાનોના હૃદયમાં પલટો થયો અને જે પહેલાં મસ્જિદ પાસેથી રથયાત્રા પસાર થવા દેવાની આનાકાની કરતા હતા તે પણ હવે વિના સંકોચે રજા આપવા તૈયાર થયા. એ બધો ગુરુજીનો પ્રભાવ હતો. ભયનું વાતાવરણ શમી ગયું અને સર્વત્ર આનંદની લહરીઓ પ્રસરી. મંગળ ગીતો ગાવાં શરૂ થયાં. શરણાઈના સૂર વહેવા લાગ્યા. - પાંચમો પ્રસંગઃ ભારત-પાકિસ્તાન એવા ભાગલા પડ્યા તે સમયે ગુરુદેવ ગુજરાનવાલામાં બિરાજમાન હતા. હવે તેમણે ગુજરાનવાલા છોડી આગળ વિહાર કરવાનું નકકી કર્યું. આ વાતની મુસલમાનોને ખબર પડી એટલે તેમણે આ ભાવડા (પંજાબમાં જેનોને મુસલમાનો ભાવડા કહી સંબોધતા) લોકોને લૂંટવાનું નક્કી કર્યું. ગુજરાનવાલાથી ત્રણ માઈલ દૂર આવેલ મોતી નહેરના પુલ નીચે ઝાડીમાં હથિયારો સહિત બધા મુસલમાનો સંતાઈ ગયા. આ વાતની ગુરુદેવને ખબર પડતાં તેમણે તે દિવસે વિહાર કરવાનો વિચાર પડતો મૂકીને આત્માનંદ જૈન ગુરુકુળના વિશાળ મેદાનમાં રોકાઈ જવાનો નિર્ણય કર્યો. આ સમયે એક શીખ સરદાર મિલિટરી ટુકડી સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, અને તેને ખબર પડતાં તે ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવને તેણે નમસ્કાર કર્યો. મુસલમાનોની હેરાનગતિની વાત સાંભળતાં તેમણે આગળ જવાનું પડતું મૂકી પ્રથમ ગુદેવ તેમ જ તેમના સાધુસમુદાયને જવાના સ્થળે સુખરૂપ પહોંચાડ્યા. આવી અણધારી મદદ મળી રહે એ કાંઈ ઓછી નવાઈની વાત નથી.
આવા અનેક કટુમી પ્રસંગે ગુરુદેવના જીવનમાં બન્યા હતા, પરંતુ કોઈપણ પ્રસંગે તેમણે હૃદયનું બૈર્ય ગુમાવ્યું નથી. તેમનામાં વેરઝેર ન હતાં. સર્વ પ્રતિ દયાભાવના હતી. દરેક પ્રતિ સમાન દૃષ્ટિથી જોવાની વૃત્તિ કેળવી હતી. જયાં વેરઝેર ને રાગદ્વેષ ભાળ્યાં ત્યાં તેમણે તે દૂર કરી સંગઠન સ્થાપવાનો પ્રયત્ન કર્યો. જૈન-જૈનેતર એવો ભેદ તેમણે કદી રાખ્યો નથી. તેઓશ્રીના વિશાળ હૃદયમાં માનવતા રોમે રોમે પ્રસરેલ હતી. તેઓ તો સત્યના ચાહક હતા. એટલે જે સત્યનો ચાહક એ એમનાં ચાહક.
જીવનમાં જે સત્ય તેમને લાગ્યું કે તેમણે બીજાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો. બધા જ સુખી થાય એવી ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને તેમણે કેટલાંક ચિરસ્મરણીય કાર્યો કર્યો. પ્રભુ, આવા પવિત્ર આત્માઓની પ્રતિષ્ઠા દિવસે દિવસે બઢતી જ રહો..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org