________________
૧૪
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જાતે પણ તેને ચમત્કાર તરીકે ન ઓળખાવે, પણ આપણી સામાન્ય દષ્ટિ તેમાં આશ્ચર્ય જુએ એ સ્વાભાવિક છે. એવા કયા પ્રસંગો હતા કે જેને લીધે આપણે ઊંડા વિચારમાં પડી જઈએ છીએ ?
પૂ. ગુરુજીનો આશીર્વાદ કદી નિષ્ફળ જતો નહિ. એકવાર ચોપાટી પર તેઓશ્રી પ્રવચન કરી રહ્યા હતા. એવામાં એક માણસે પાસે આવી ગુરુજીને પ્રણામ કર્યા અને પૂછયું: “ આપ મને ઓળખો છો ?” ગુરુજીએ કહ્યું: “ના ભાઈ' ત્યારે પેલાએ કહ્યું: “હે પ્રાણવલ્લભ, તમે તો મારા પ્રાણદાતા છો. હું મેરઠ જિલ્લાનો રહીશ છું. વકીલનો ધંધો કરું છું. એકવાર કોઈ ગુના અંગે મને ફાંસીની સજા થઈ. આવી કરુણ પરિસ્થિતિ મારી પત્નીથી સહન ન થઈ શકી અને આશીર્વાદ માટે તે આપની પાસે દોડી આવી. આપ પણ ગળગળા થઈ ગયા અને આશિષ દીધી કે દેવગુરુધર્મપસાથે સબક અરછા હો જાયેગા? અને આપનો આશીર્વાદરૂપી વાસક્ષેપ લઈ તે મારી પાસે આવી. અંતે હું બચી ગયો અને મને જીવનદાન મળ્યું.” આ વાત સાંભળી ગુરુજીને આનંદ થયો અને પેલા ભાઈ ૫ણું જેના આશીર્વાદથી પોતે બચી શક્યો એ ગુરુનાં દર્શન થવાથી પરમ આનંદ અનુભવી રહ્યા.
બીજો પ્રસંગ : એકવાર પૂ. વિજયવલ્લભસૂરિ પાલીતાણામાં હતા તે દરમિયાન એક દિવસ સુપ્રસિદ્ધ સંગીતકાર લાલા ધનશ્યામજીને સર્પે દંશ દીધો. છેલ્લી ઘડીઓ હતી, કારણ કે ઝેર પ્રસરતું જતું હતું. એવામાં ધનશ્યામજીના મિત્ર રતનચંદજી પૂ. ગુરુજી પાસે આવ્યા અને બધી હકીકત વિગતવાર જણાવી. ગુરુદેવે તો હંમેશની જેમ આશીર્વાદ આપ્યા અને કહ્યું: “સબકુછ અચ્છા હો જાયેગા.” શ્રી રતનચંદજી વાસક્ષેપ લઈ પાછા આવ્યા અને તેનો જેવો ઉપચાર થયો એવું ઝેર ઊતરવા લાગ્યું અને લાલા ઘનશ્યામજીએ જાણે નવું જીવન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી તો ઘનશ્યામજી ગુરુજીના પરમ ભક્ત બનીને રહ્યા.
- ત્રીજો પ્રસંગ : સં. ૧૯૯૨માં શંખતરા નગરમાં અંજનશલાકાની પ્રતિષ્ઠા કરાવી પાછા ફરતાં તેઓ એક વાર પંજાબમાં આવેલા અસુર ગામમાં રોકાયા. આ ગામ હાલ પાકિસ્તાનમાં છે. ત્યાં સખત ગરમી પડતી હતી. તેમને પાણીનું એક ટીપું પણ મળ્યું નહિ, તેમનો આવકાર પણ ન થયો; આથી ગામ છોડી તેમને તુરત જ આગળ વિહાર કરવો પડ્યો. કોણ જાણે કેમ પણ તે વખતે ત્યાંના કૂવાઓનું પાણી ખારું બની ગયું. ત્યારપછી સં. ૧૯૯૮માં તેઓ જ્યારે ફરી પાછા એ જ ગામમાં આવ્યા ત્યારે તેમનું ભાવભીનું સ્વાગત થયું. લોકોએ ભક્તિભાવથી સ્તુતિ કરી. કારણ ગમે તે હોય પણ નવાઈભરી રીતે કૂવાઓનું પાણી સાકર જેવું મીઠું બની ગયું અને ઊંડા ઊતરી ગયેલા કૂવાઓમાં પૂરતું પાણી આવ્યું. સુકાઈ ગયેલી નદીમાં પાણીનો ભરપૂર પ્રવાહ વહેવા લાગ્યો! આવી ઘટનાઓથી લોકોમાં ખૂબ આશ્ચર્ય પેદા થતું.
ચોથો પ્રસંગ ઃ બડૌત નગરમાં સં. ૧૯૯૬માં ત્યાંના જૈન મંદિરની પ્રતિષ્ઠા કરાવવાની હતી, માહ મહિનાની કડકડતી ઠંડી પડતી હતી, પરંતુ પ્રતિષ્ઠાનો ઉત્સવ હોવાથી લોકોનો ઉત્સાહ ભાતો ન હતો. રથયાત્રાની પૂરી તૈયારીઓ થઈ ગઈ હતી. આજુબાજુનાં ગામોમાંથી અનેક લોકો આવેલાદિગંબર જૈન હાઈસ્કૂલના મેદાનમાં આત્મવલ્લભનગરની રચના રચાઈ હતી. અનેક વેપારીઓએ પોતાના સ્ટોલો ઊભા કર્યાહતા. ઝવેરાત, સોનાચાંદીના કીમતી દાગીના અનેક જાતનાં વાસણો, જરીથી માંડી રેશમી, સુતરાઉ વગેરે જાતજાતનાં કાપડની હારબંધ દુકાનો ખડી થઈ ગઈ હતી. રમતગમતો માટે પણ યોગ્ય વ્યવસ્થા થઈ હતી. બધું વાતાવરણ આનંદ અને ઉમંગથી સભર હતું. પણ કમનસીબે એટલામાં સર્વત્ર વાદળો ઘેરાઈ વળ્યાં. અંધારું ઘોર થઈ ગયું. વીજળીના ચમકારા થવા માંડ્યા અને જાણે હમણાં પ્રલય સર્જતું તાંડવનૃત્ય મચી જશે એવી ભીતિ પેદા થઈ બધી કીમતી ચીજોનો નાશ થઈ જશે અને પ્રતિષ્ઠાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org