SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા શ્રીવલ્લભ ગુરુદેવ આચાર્ય વિજયસમુદ્રસૂરિ આ પૃથ્વી પર અનેક મનુષ્યો જન્મ્યા, ઠીક લાગે તેમ જીવ્યા અને અંતે મૃત્યુને શરણ થયા. જગત કેટલાંનાં તો નામ પણ જાણતું નથી, તેઓ કયારે જન્મ્યા અને યારે ઢળી પડયા તેની કોઈ એ નોંધ પણ નથી લીધી; જ્યારે બીજી ખાજુ એવી કેટલીક વ્યક્તિઓ થઈ ગઈ જેનું નામ લેતાં એક પ્રકારનો અલૌકિક આનંદ થાય છે, હૃદય પ્રફુલ્લિત બને છે. કારણ કે એ વ્યક્તિઓ પોતાની પાળ એવી સૌરભ મૂકતી ગઈ હોય છે કે જેની ફોરમ સદાય કોર્યાં કરે. આવી વ્યક્તિઓ જીવન જીવવાની નવીન દષ્ટિ અર્પે છે: સુખ પ્રાપ્ત કરવાની અદ્ભુત જડીબુટ્ટી દર્શાવે છે. પૂ॰ વિજયવલ્લભસૂરિ એવી વ્યક્તિઓમાંના એક હતા. તેમની પાસે તેમની પોતાની આગવી પ્રતિભા અને દિવ્ય શક્તિ હતાં. દુઃખ અને આપત્તિઓમાં સપડાયેલ સમાજને જાગ્રત કરવાની તમન્ના હતી. પવિત્ર જીવન જીવી દુનિયાને અમૂલ્ય પેગામ પહોંચાડવાની તીવ્ર અભિલાષા હતી. બાળપણથી જ તેમનાં લક્ષણો ભિન્ન તરી આવતાં. કંક નૂતન પ્રગતિ કરવાની અને કોઈ અજાણ તત્ત્વની ખોજ કરવાની તેમને પ્રથમથી જ તમન્ના જાગેલી; અને આ તમન્નાએ જ અનેક વિઘ્નો હતાં તેમને બાળપણમાં જ દીક્ષિત બનાવી દીધા. ભરયુવાનીમાં તેઓ ત્યાગી, વૈરાગી બન્યા. દુનિયા તરફ નિહાળવાની એક પવિત્ર સ્વતંત્ર દષ્ટિ કેળવી. ‘વસુધૈવ કુટુમ્’ એ તેમનું જીવનસૂત્ર બન્યું, ને એ જીવનસૂત્રને સદાય દૃષ્ટિ સમક્ષ રાખી જૈન-જૈનેતરના ભેદભાવ વિના ગરીબ હોય કે અમીર, રાજા હોય કે રંક, અધિકારી હોય કે અનધિકારી, વણિક હોય કે બ્રાહ્મણ, હિન્દુ હોય કે મુસલમાન—સૌને વીતરાગ દેવનો શુભ સંદેશ સંભળાવ્યો. હજારોને માંસ-મદિરા અને દુરાચારનો ત્યાગ કરાવ્યો. પંજાબ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રાંત, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરી પોતાનાં જ્ઞાન શક્તિ તેમ જ ચારિત્ર્યબળ દ્વારા પંજાબના પ્રાણુ, રાજસ્થાનના નૂર, ગુજરાતનું ગૌરવ, સૌરાષ્ટ્રના આદર્શ અને મહારાષ્ટ્રના માનનીય બન્યા. પંજાબને સુધાર્યો, રાજરથાનને જગાડયો, ગુજરાતમાં ગર્જના કરી, સૌરાષ્ટ્રને ઉજાળ્યો અને મહારાષ્ટ્રને ઉગાર્યાં. ધાર્મિક તેમજ સામાજિક પ્રગતિ અર્થે ખૂબ શ્રમ લીધો. દેશદેશાન્તરોમાં ઘૂમી પ્રવચનો કર્યાં અને જ્ઞાનની પરઓ ઊભી કરી. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી અને ત્યારપછી અમદાવાદ, પૂના તેમ જ વડોદરા ખાતે તેનો વધુ વિકાસ થયો. વરકાણામાં પાર્શ્વનાથ જૈન વિદ્યાલયની સ્થાપના કરી. આમ આવી જ્ઞાનપરબો ઊભી કરી તેમણે સૌને અમૃત જેવાં મીઠાં નીર પાયાં. આખી જૈન વિદ્યાર્થી આલમ તેમના આ ઉપકારને કદી વીસરી શકશે નહિ. પૂ॰ ગુરુજીએ માત્ર કેળવણી માટે જ પ્રયત્ન કર્યો એમ નથી, જૈનશાસનની ઉન્નતિ અર્થે ખીજાં અનેક કાર્યો પણ તેમણે કર્યાં. ઉપધાન, ઉજમાં, અંજનશલાકા, પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, નવાં મંદિરો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ આદિના ઉત્તેજન માટે સહાયતા મેળવી. ભિન્ન ભિન્ન સ્થળોએ પ્રવચનો કરી તેમણે પોતાના સંદેશને પહોંચાડ્યો. તેમનાં પ્રવચનોમાં સચ્ચાઈનો રણકો હતો, તેમની વાણીમાં અમૃતની મીઠાશ હતી, એમની પ્રતિભામાં અદ્ભુત તેજ હતું. એ અલૌકિક બળે અને અદ્ભુત પ્રતિભાએ અનેક ચમત્કારો ઉપજાવ્યા. એ ચમત્કારોને આપણે જાદુ નહિ કહીએ, પણ ચારિત્ર્યનો પ્રભાવ ગણીશું. પૂર્વ ગુરુજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy