________________
સૂરિજીનો જીવનસૂર
ભારત ! અનોખો ને અદ્દભુત કેવો ભાગ્યવાન દેશ કે તુજ કુખે અવતર્યા યુગેયુગે માર્ગદર્શક મહાત્માઓ; રામ ને શ્રીકૃષ્ણ ગૌતમ, વર્ધમાન ને મોહને નિજ જીવનની પારદર્શકતાએ દાખવ્યા સૌને અનુસરવા સત્ય, માનવપ્રેમ ને અહિંસા. માનવજીવન સુપથે વાળી વિષે સુખશાંતિ પાથર્યા.
ગુજરાત! ગર્વિલી ગુજરાત! તે પણ ભેટ ધર્યા ભારતને પ્રાતઃસ્મરણીય માનવરત્નો, દુર્લભ પામવા ફરી ફરી. મહારત્નો એ જડ વલ્લભ રત્નો, એક પ્રકાશ્યો રાજક્ષેત્રે અને અજવાળ્યું ધર્મક્ષેત્ર. રાજક્ષેત્રે હાક વગાડી ત્રાહ્ય પોકારાવી રાજશાહીને; જનતાનાં રકત વિલાસતાં, બ્રિટિશ રાજ રમકડાંઓને સુણાવ્યું કે“માતૃભૂમિની એક્તા ખાતર તાજ અને દંડ માતૃચરણે ધરો; સમાજ એવો રચો કે ઊંચનીચના ભેદ ન રહો.”
જેનભારત! તે પણ દીઠો ધર્મક્ષેત્રે, સમય ધર્મ પિછાનતો, જૈન જાગૃતિ ઝંખતો, અહોનિશ ઉત્થાન રટતો, જૈનબાલનાં દુઃખે દ્રવતો, કલ્યાણનાં કાયૉ કથતો, જીવનભર એકતા ઉબોધતો, નીડર અને અહિંસક વીરનો સત્ય અનુગામી, શાસનનો સાચો ઉદ્ધારક દૂરંદેશી અને સર્વદર્શી પંજાબ કેસરી, વલ્લભસૂરિ. વીર સંતાનો! આપણાં સદ્ભાગ્ય કે, ભૂલેલાને સુપંથે વાળવા, સમયધર્મ સમજાવવા, અંધશ્રદ્ધાએ વિપથગામીને સત્ય દાખવી પ્રકાશ પાથરવા, ચીલાની ચાલે ન ચડતાં સત્ય દર્શન દાખવવા, વલ્લભવીર શ્રમણ આપણુ વચ્ચે સાધુરૂપે પ્રકાશ્યા. ગુરૂદેવ! આચાર્ય વલ્લભ ! અમારા અનંત અહોભાગ્ય અમ ભાંડુઓનાં અહોભાગ્ય અહોભાગ્ય જૈન સમાજના, કે સત્ય સચોટ સમજાવટે જ્ઞાન-પિપાસા સંતોષવા માર્ગ મોકળા થયા, ને પામ્યા અર્વાચીન જ્ઞાન, જે અલભ્ય ને અનિવાર્ય હતું. નૂતન વિદ્યાની પરબો ભંડાવી
સેંકડોમાં છૂંદાયેલો ભારત ફરી એક ને અખંડ થયો, વેલભએ તુજ પ્રતાપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org