________________
અમર વલ્લભ
અમર તું મરણે રે ધર્મ-ધુરંધર ધોરી,
ધર્મને કાજે રે તે વાત ન રાખી અધૂરી. ગુજરાનવાલા ગુરુકુળ કરીને, ગુરુગુણ જગમાં ગાયો; મહાવીર વિદ્યાલય વિરચીને, વલ્લભ ડંકો બજાવ્યો ...... અમર શ્રાવક – શ્રાવિકા ઉન્નતિમાં સંઘ ઉન્નતિ સમજાવી; સાધુ – સાડવીના ય જીવનમાં, ધર્મ-ધજા ફરકાવી ...... અમર૦ ગુજરાતી તુજ ગુણના રાગી પંજાબી બડભાગી; સર્વજનો તુજ દર્શન કરતાં, અમૃત પીયે અમાપી
2' ૧૧ અમાપ ••• .. અમર દઢતા શક્તિ અણનમ તારી, કાર્યકુશળતા ભારી; લીધું કાર્ય તે પાર જ પાડયું, એવો તું પ્રતાપી ..... અમર સર્વ ધર્મની તુલના કરીને, સાચો રાહ તે ઝાલ્યો; સત્ય ઉચ્ચરતાં જીભ ન અટકી, એવો તું ભેખધારી ... અમર૦ કોઈ કહે પંજાબ કેસરી, કોઈ ગુણાનુરાગી; કોઈ વદે છેઃ પુણ્યપ્રતાપી, કોઈ તિમિરતરણી ..... અમર શું કહું તુજને મહા તપસ્વી ! જાણ ન પડતી મુજને; સંત કહું કે મહંત કહું, કે કહું સુકૃત કરણી .......... અમર૦ વચને વચને ફૂલડાં ઝરતાં, દર્શને ચેતન ઊછળે; તુજ જીવનનો અમીરસ પીતાં, પ્રેરણા નવાવ પ્રગટે ...... અમર૦ વંદન તુજને વિશ્વવિભૂતિ, વંદન મહાવ્રતધારી; ધર્મને કાજે તે તો ગુરુજી, ગાત્રો દીધાં ગાળી ... અમર આતમરામી ગુરુગુણગામ, કીર્તિ જગમાં જામી; અમર થયો તું આ જીવનમાં, વદે “પ્રવીણું” શીશનામી ...... અમર
પ્રવીણચંદ્ર જેચંદ મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org