________________
નમી રહ્યું –
નમું હે વિભૂતિ! વિમલ તવ પાદે પ્રણયથી, પ્રતિભા દિવ્યા એ સહુજનતણું કેન્દ્ર બનતી; હમેશાં સોહાતું મધુર મુખડું સૌરભભર્યું, તથા ચક્ષુઓમાં નવીન દૃષ્ટિનું કે અમી હતું! તમારી ગિરામાં શબદ શબદે ફૂલ ઝરતાં, વહાવી અંગાંગે પ્રણયઝરણાં – વલ્લભ બન્યા; તથાપિ ના ભીંજયા જગઉદધિના વારિ ગહને. રૂપાળા કાસારે જ્યમ કુસુમ નિર્લેપ જ રહે! તમે નિત્યે સીંચ્યાં છવનતરુએ તો ય મધુરાં, તમે માંડી મીઠી પરબ રમણ પંથ મજલે; પ્રસાર્યો જ્યોતિ વા ઘનતિમિર પંથે થઈ પૂષા, અને એવી રીતે મૃત જીવનમાં ચેતન ભર્યા. તમારી દષ્ટિઓ અમ જીવનનાં ધ્યેય બનજે! તમારી સૃષ્ટિઓ અમ જીવનનાં સ્વર્ગ બનજે !
નવીનચંદ્ર અંબાલાલ શાહ
TIES !• I 'S
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org