SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ વચન અને કાયાથી પવિત્ર રહેવું જોઈએ જ. ટૂંકામાં ચારિત્ર ઉપર જૈન દાર્શનિકોએ જે ભાર મૂક્યો છે તે યથાર્થ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર મળીને મોક્ષમાર્ગ કિંવા આત્મમાર્ગ કહેવાય છે. બૌદ્ધ બ્રહ્મવિહાર: બ્રહ્મવિહારનું વર્ણન બૌદ્ધ સાહિત્યમાં ઘણે સ્થળે છે. ખાસ કરીને વિસદ્ધિનના પરિચ્છેદ માં અને વય મેત્તસુત્તમાં તેનું વર્ણન આવે છે. બૌદ્ધ ધર્મગ્રંથોની ભાષા પાલી હોવાથી હું તેની મૂળ ગાથાઓ નથી આપતો પણ તેનો સાર જ અહીં આપું છું. રળીય મેત્તત્તની ગાથાઓ જે હું નીચે આપું છું તેમાં કેટલો ઊંચો નૈતિક આદર્શ છે! પહેલી ગાથા : માતા જેમ પોતાના એકના એક પુત્રનું પોતાના પ્રાણના જોખમે પણ પાલન અને રક્ષણ કરે છે તેમ સાધકે પોતાનું મન સર્વ પ્રાણીમાત્રમાં અપરિમિત પ્રેમથી ભરી રાખવું જોઈએ. બીજી ગાથા: મનમાં અપરિમિત મૈત્રીની ભાવના કરવી. દશે દિશાઓને પ્રેમથી ભરી નાખવી. આ પ્રેમને અંતરાય હોવો જોઈએ નહિ. સર્વ પ્રત્યે નિષ્પક્ષપાતપણે પ્રેમ રાખવો. ત્રીજી ગાથા : ઊઠતાં, બેસતાં, ચાલતાં કે સૂતાં હોઈએ – શરીરની બધી ચેષ્ટાઓ અને અવસ્થાઓમાં મૈત્રીની ભાવના જાગ્રત રાખવી કારણ કે પંડિતો એને જ “બ્રહ્મવિહારકહે છે. ટૂંકામાં દુઃખિત લોકો તરફ સહાનુભૂતિ રાખવી તેને કરુણા કહે છે. પુણ્યશાલી જીવોને જોઈએ ત્યારે આપણું હદયમાં આનંદ થવો જોઈએ. એને મુદિતા કહે છે. અને અપુણ્યાત્માઓને જોઈને તેનો તિરરકાર ન કરતાં તે લોકો પણ સત્કર્મથી પુણ્યાત્મા થશે એવી આશાથી તેમના પ્રત્યે સમભાવ રાખવો તે ઉપેક્ષાની ભાવના કહેવાય છે. “બહ્મવિહારના અર્થપરત્વે મતભેદ: બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં વપરાયેલ “બ્રહ્મવિહાર' શબ્દનો તાત્પર્યાર્થ સમજવામાં વિદ્વાનોમાં કાંઈક મતભેદ દેખાય છે. પંક્તિ બલદેવ ઉપાધ્યાયત બૌદ્ધદર્શન(હિંદી)માં ૪૦૬ પર તે લખે છે કે વાર બ્રહ્મવિહારી છે નાન –મૈત્રી, UT, મુદ્રિતા તથા उपेक्षा। इनकी, ब्रह्मविहार संज्ञा सार्थक है क्योंकि इन भावनाओं का फल ब्रह्मलोक में जन्म लेना तथा उस સેવ શ માનંદમય વસ્તુઓ વ ૩૫મો શરના હૈ બ્રહ્મવિહારનો આવો અર્થ ઘટાવવો તે સયુક્તિક લાગતું નથી. ખરી રીતે આ ભાવનાઓ તો બૌદ્ધ ધ્યાનયોગનાં અંગો છે અને આત્મ-ધ્યાનનાં ઉપકારક તત્ત્વો છે તેને બ્રહ્મલોકમાં જન્મ લેવાની સાથે અને આનંદીપભોગના લાભ સાથે સાંકળી દેવાં યોગ્ય નથી જ, - શ્રીહરિભદ્રસૂરિકૃત યોગદષ્ટિસમુચ્ચયમાં મિત્રાદષ્ટિ વગેરેનું વર્ણન જોવાથી જણાઈ આવે છે કે મૈત્રી ઈત્યાદિ ભાવનાઓ ધ્યાનયોગનાં જ અંગો છે. હવે બીજા બૌદ્ધ વિદ્વાન પ્રોફેસર ધર્માનંદ કોસાંબીનો અભિપ્રાય તપાસીએ. “બુદ્ધ, ધર્મ અને સંધ' નામની પુસ્તિકામાં તે પંડિત બળદેવ ઉપાધ્યાયના કરતાં જુદો જ અર્થ ઘટાવે છે. ધર્માનન્દજીના કથન પ્રમાણે આ ચાર ભાવનાઓ હદયની શુભતમ અને શુદ્ધતમ મનોવૃત્તિઓ છે. જ્યારે બ્રહ્મદેવ બહુ પાસે આવ્યા ત્યારે બુદ્ધના હૃદયમાં આ ભાવનાઓને પૂર્ણ વિકસિત થયેલી જોઈ અને તેથી બ્રહ્મદેવ બુદ્ધને પ્રણામ કરી ચાલતા થયા. આત્મતત્વવિચારણામાં જૈન દર્શનની અપર્વતા: મહાત્મા ગાંધી જ્યારે ડરબન (દ. આફ્રિકા)માં હતા ત્યારે શ્રીમદ્દરાજચંદ્રની સાથે તેમને પત્રવ્યવહાર થયેલો. એક પત્રમાં શ્રીમદુરાજચંદ્ર લખે છે કે જગતના અન્ય ધર્મો અને દર્શનોમાં જે આત્મવિચારણા કરાયેલી છે તેના કરતાં વધારે સૂકમતાથી આત્મતત્ત્વવિચારણા જિનકથિત સિદ્ધાંતમાં છે. આ વાત કોઈને અતિશયોક્તિવાળી જણાશે પણ તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. એ તો માત્ર સત્ય હકીકતનું કથન માત્ર છે. જૈન દાર્શનિકોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy