SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મવિહાર– જૈન અને જૈનેતર દષ્ટિએ મનોવિજ્ઞાન (Psychology) અને જીવમીમાંસા ઉપર ઘણો જ સૂક્ષ્મ વિચાર કર્યો છે તેમાં શંકા નથી. આ વાતને સમર્થનમાં એક જ ઉદાહરણ બસ થશે. પશ્ચિમનું મનોવિજ્ઞાન (Psychology) તો હજી પ્રયોગાત્મક અવસ્થામાં છે અને અનેક શાખા-ઉપશાખાઓમાં અટવાઈ ગયું છે. (Psycho-analysis) એ પ્રયોગાત્મક મનોવિજ્ઞાનની એક શાખા છે તેમાં ક્રોઈડ, જંગ વગેરે વિદ્વાનો થઈ ગયા છે. એમના અભિપ્રાય પ્રમાણે માણસો બે પ્રકારનાં હોય છે, (૧) બહિર્મુખ (Extravert) અને (૨) અંતર્મુખ (Intravert), હવે હજારો વર્ષ પહેલાં જૈન દાર્શનિકોએ આ જ વાત બહિરાત્મા અને અંતરાત્માનો ભેદ પાડીને સમજાવી છે. જે માણસ શરીરાદિમાં જ આત્મબુદ્ધિ રાખે છે તે મોટા ભ્રમમાં પડ્યો છે. આવો માણસ બહિરામાં કહેવાય. દુઃખની વાત તો એ છે કે તેનું તેને ભાન નથી. આ કેવળ બહિમેખ પ્રવૃત્તિઓમાં રાચે છે, પણ અંતર્મુખ વૃત્તિવાળો વિચાર કરી શકે છે, અંતરમાં જઈ શકે છે તેથી તે વહેલો જાગી જાય છે. અંતરાત્મા પુરુષ શુદ્ધ આત્મા તરફ પ્રગતિ કરવા યોગ્ય ગણી શકાય. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા જે ત્રણ ભેદ આત્માના જૈનદાર્શનિકોએ પાડ્યા છે તે કેટલા સુંદર અને વૈજ્ઞાનિક છે? મને તો લાગે છે કે આ આધ્યાત્મિક વિકાસનાં આ ત્રણ માર્ગ સૂચક સ્તંભો છે. આ ક્રમ આપણે આધ્યાત્મિકતા તરફ કેટલી પ્રગતિ કરી શક્યા છીએ તેનાં સૂચક અને નિદર્શક છે. ફલશ્રુતિ: વૈદિક, જૈન અને બેંદ્ધિદર્શનોમાં બ્રહ્મવિહારની કલ્પના કેવી રીતે કરવામાં આવી છે તે આપણે જોઇ . થોડાક શબ્દોના જ ફેરફાર બાદ કરતાં ત્રણે દર્શનોની ક૯૫ના સમાંતર ચાલી આવે છે એમ આપણને લાગ્યા વગર રહેતું નથી. જગતના તમામ ધર્મોમાં એક અથવા બીજી રીતે આ ચાર ભાવનાઓનો સ્વીકાર થયેલો જોવામાં આવે છે. (Practical Religion of Mankind) એટલે માનવ માત્રનો વ્યવહારમાં મૂકી શકાય તેવો ધર્મ એટલે જ આ ચાર ભાવનાઓ. જૈનધર્મમાં તો અહિંસાનાં તે અંગ છે. જેનદર્શન પોકારીને કહે છે કે રાગ અને દ્વેષ એ મિથ્યાત્વનાં ખાસ લક્ષણ છે. જ્યાં રાગદ્વેષ હોય ત્યાં મિત્રી ક્યાંથી સંભવે? અને કરુણા તથા મુદિતા પણ કયાંથી હોય? વળી આ રાગદ્વેષથી માધ્યસ્થ ભાવ અને ઉપેક્ષા કેવી રીતે ઊપજે? ક્રોધ, ઠેષ, મત્સર એ તો આત્માના ઉઘાડા દુશ્મન છે; આત્મવિહાર કરનાર માટે, આત્મ-ધ્યાન કરનાર માટે તો ક્ષમા, શાંતિ, ભૂતદયા અને સત્યનું અનુશીલન જોઈએ તે સિવાય અંતઃકરણની શુદ્ધિ થવી અશકય છે. શુદ્ધ અંત:કરણ વગર ધ્યાનયોગ ક્યાંથી સિદ્ધ થાય? આ વાત જેમ આમાથીંએ લક્ષ્યમાં રાખવાની છે તેમ વ્યવહારમાં પડેલા વ્યવસાયી માણસોએ પણ ધ્યાનમાં રાખવી ઘટે. વ્યાવહારિક જીવન, તે વ્યક્તિગત હોય કે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય હોય–તે જેટલું પ્રામાણિક, સત્યનિષ્ઠ, પ્રેમદયાથી ભરેલું અને પરોપકારી હોય તેટલું જ હિતકર અને સાર્થક કહી શકાય. આવું જીવન એ જ બ્રહ્મવિહાર. એ જ, વ્યક્તિ, સમાજ અને જગતુનું ઉપકારક બની શકે. in In Lilullai IlI41iLBILIrillful skilNNIilla is a 5 birtiIs IlfilliILullai MulvinmusiUndesh ના!!! k, S this Itag!'Ektmi[t[NILulikડાકાળs.Lt statute this viી સામાnિtialPolician Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy