SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ ત્રિકુનો, અને ધનપાલકૃત સત્યપુરHટ્ટનમવીરોત્સાહૂ (ઈસવી ૧૧મી શતાબ્દી), અભયદેવકૃત નતિદુવમળ આદિ સ્તવનો વગેરેનો ઉલ્લેખ કરી શકાય. પ્રકીર્ણ કૃતિઓ અને ઉત્તરકાલીન વલણ સ્વતંત્ર કૃતિઓ ઉપરાંત જૈન પ્રાકૃત તથા સંસ્કૃત ગ્રંથોમાં અને ટીકાસાહિત્યમાં નાનામોટા સંખ્યાબંધ અપભ્રંશ ખંડો મળે છે. ઉદાહરણ લેખે થોડાંક જ નામ ગણાવીએ: વર્ધમાનકૃત મત (ઈ. સ. ૧૧૦૪), દેવચંદ્રકૃત સાન્તિનાથવરિત્ર (ઈ. સ. ૧૧૦૪), હેમચંદ્રકૃત સિદ્ધદેન વ્યાકરણ તથ કુમારપક્વરિત અપરનામ સુવ્યાશ્રય (ઈસવી ૧૨મી શતાબ્દી), રત્નપ્રભકૃત ઉપરાત્રિાવો ઘટ્ટીવૃત્તિ (ઈ. સ. ૧૧૮૨), સોમપ્રભકૃત કુમારપઢિપ્રતિબોધ (ઈ. સ. ૧૧૮૫), હેમહંસશિષ્યકત સંગમમંત્રરીત્તિ (ઈસવી ૧પમી શતાબ્દી પહેલાં) વગેરે. સંધિ તેરમી શતાબ્દી આસપાસ ટૂંકા અપભ્રંશ કાવ્યો માટે “સંધિ' નામે (આગલા “સંધિબંધ’થી આ ભિન્ન છે) એક નવી રચનાપ્રકાર વિકસે છે. તેમાં કોઈ ધાર્મિક, ઉપદેશાત્મક કે કથાપ્રધાન વિષયનું થોડાંક કડવાંમાં નિરૂપણ કરેલું હોય છે, અને તેમનો મૂળ આધાર ઘણી વાર આગામિક કે ભાષાસાહિત્યમાંનો – અથવા તો પૂર્વકાલીન ધર્મકથા સાહિત્યમાંનો – કોઈ પ્રસંગ કે ઉપદેશવચનો હોય છે. રત્નપ્રભકૃત સંતરાસંધિ (ઈસવી ૧૩મી શતાબ્દી), જયદેવકૃત માવનાસંધિ, જીનપ્રભ (ઈસવી ૧૩મી શતાબ્દી)કૃત ફેરાસંધિ, મહાસંધ (ઈ. સ. ૧૨૪૧) તથા અન્ય સંધિઓ, વગેરે. તેરમી શતાબ્દીમાં અને તે પછી રચાયેલી કૃતિઓના ઉત્તરકાલીન અપભ્રંશમાં તત્કાલીન બોલીઓનો વધતો જતો પ્રભાવ છતો થાય છે. આ બોલીઓમાં પણ ક્યારનીય સાહિત્યરચના થવા લાગી હતી – જે કે પ્રારંભમાં આ સાહિત્ય અપભ્રંશ સાહિત્યપ્રકારો ને સાહિત્યવલણોના વિસ્તારરૂપ હતું. બોલચાલની ભાષાનો આ પ્રભાવ આછારૂપમાં તો ઠેઠ હેમચંદ્રીય અપભ્રંશ ઉદાહરણોમાં પણ છે. ઊલટપક્ષે સાહિત્યમાં અપભ્રંશપરંપરા ઠેઠ પંદરમી શતાબ્દી સુધી લંબાય છે અને કવચિતે પછી પણ ચાલુ રહેલી જોવા મળે છે. વસ્તુનિર્માણની અને ક્ષેત્રની મર્યાદા છતાં નૂતન સાહિત્યસ્વરૂપો અને છંદસ્વરૂપોનું સર્જન, પરંપરાપુનિત કાવ્યરીતિનું પ્રભુત્વ, વર્ણનનિપુણતા અને રસનિષ્પત્તિની શક્તિ – આ બધાં દ્વારા જૈન અપભ્રંશ સાહિત્યનાં જે સામર્થ્ય અને સિદ્ધિ પ્રકટ થાય છે તેથી ભારતીય સાહિત્યના ઇતિહાસમ સહેજે તેને ઊંચું ને ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય છે. : - OT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy