SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા પ્રા. ચંદ્રકાન્ત મહેતા, એમ. એ., એલએલ. ખી., પીએચ. ડી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષ વ્યાપક, વિશેષ લોકગમ્ય અને લોકપ્રિય, અને વિશેષ સમૃદ્ધ પ્રકાર પદનો હતો. બીજા પ્રકારોમાં આમજનતા મોટે ભાગે શ્રોતાનું કામ કરતી. પરન્તુ, આ પ્રકાર જ એવો હતો, કે જે આમજનતા, મુખપાઠ કરીતે, હોંશે હોંશે, દિનપ્રતિદિન ગાઈ ને, આનંદ માણી શકે. આ પ્રકાર એ જૈન, જૈનેતર—ખન્નેએ વિકસાવ્યો છે. આ પ્રકારની લોકપ્રિયતા એટલી બધી હતી, કે પ્રબંધલેખકો પ્રબંધોમાં, આખ્યાનકારો આપ્યાનમાં, રાસાલેખકો રાસામાં, તે વાર્તાકારો વાર્તામાં એનો છૂટથી ઉપયોગ કરતા. આમ પદનું સ્વતંત્ર સ્થાન તો હતું જ, પરન્તુ અન્ય પ્રકારો જોડે પણુ એ પ્રકાર સંકળાયેલો હતો. પદ એ ઊમિજન્ય કાવ્યપ્રકાર છે. એથી પદને આપણી અર્વાચીન કાવ્યસત્તા આપવી હોય તો, આપણે એને ઊર્મિકાવ્ય ( Lyric ) કહી શકીએ. આ પ્રકારમાં ઊર્મિ જેટલે અંશે પ્રબળ, કાવ્યોચિત, તેટલે અંશે કાવ્યની ઉત્તમતા. જે ઊર્મિનું પદમાં નિરૂપણુ થાય છે તે ઊર્મિ એ પ્રકારની છે : એક ભક્તિની ને ખીજી ઉપદેશાત્મક, ઉપદેશાત્મક ઊર્મિમાં પદો બહુધા શાન્તરસનાં હોય છે અને એ પ્રકાર જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં ખીલ્યો છે. જૈન સાહિત્યનાં પદમાં આપણને જે ઊર્મિ દૃષ્ટિએ પડે છે તે કાં તો કથનાત્મક યા તો વર્ણનાત્મક સ્વરૂપમાં વ્યક્ત થઈ છે. મધ્યકાલીન સાહિત્યની એક વિશેષતા એ હતી કે સાહિત્ય અને જીવન પરસ્પર સુસંકલિત હતાં. જીવનની જરૂરિયાતમાંથી જ સાહિત્યનો ઊગમ થતો. આથી સાહિત્યનું આખું માળખું જ જીવન જોડે સંકળાયેલું રહેતું. આથી મધ્યકાલીન કવિ સામાન્ય માનવી માટે જ કાવ્ય રચતો, સામાન્ય જનને માટે જ પોતાની ઊર્મિને વ્યક્ત કરતો અને એથી સાહિત્ય સર્વજનસુલભ અને સર્વજનનું બની જતું. એ સમયનો કવિસામાન્ય જનથી ભિન્ન એવી ભાષામાં ખોલતો કે કાવ્ય રચતો નહિ. કાવ્યનો રચયિતા અને ભાવક અન્ને એક જ પ્રકારની દૈનંદિન વપરાતી ભાષાથી સંકળાયલા હતા. કવિ સામાન્ય જીવનમાંથી જ પોતાનાં વકતવ્ય માટે ઉપમાનો ને દૃષ્ટાન્તો શોધતો; લોકજીવન જ એનું પ્રેરણાસ્થાન હતું; જેમકે સમયસુન્દર એમનાં નીચેના પદમાં લોકજીવનનું જ રૂપક આપે છે. Jain Education International ધોબીડાં તું ધોજે મનનું ધોતીયું રે, રખે રાખતો. મેલ લગાર રે. એણે રે મેલે જગ મેલો કર્યો રે, વિષ્ણુ ધોયું ન રાખે લગાર રે. શમદમ આદે જે શીલ રે, તિહાં પખાળે આતમ ચીર રે. તપવજે તપ તકે કરી રે, જાળવજે નવમા વા રે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy