________________
જૈન પરંપરાનું અપભ્રંશ સાહિત્યમાં પ્રદાન
અનિબદ્ધ રચનાપ્રકારો જેમાં પ્રતિપાદ્ય વિષયને સંવિધાન. સંયોજન વગેરે દ્વારા ચોકકસ ઘાટ આપવાનો હોય છે તેવા વિશિષ્ટ બંધવાળા પ્રકારો ઉપરાંત અપભ્રંશમાં બંધરહિત પ્રકારોનો પણ ઉપયોગ થતો.
અપભ્રંશ કથાકાવ્ય માટે સંધિબંધ જ નિયત હતો એવું નથી. કેમ કે આરંભથી અંત સુધી નિરપવાદપણે એક જ છંદ યોજાયો હોય અને બંધારણ કે વિષયાદિને અવલંબીને કોઈ પણ જાતના વિભાગ કે ખંડ પાડવામાં ન આવ્યા હોય તેવાં કથાકાવ્યોમાં આપણને એકબે નમૂના મળે છે. ઈ. સ. ૧૧૫૦માં સમાપ્ત થયેલું હરિભદ્રનું નિરિ૩( સં. નેમિનાથવરિત)નું પ્રમાણ ૮૦૩૨ લોક જેટલું છે, અને તે સળંગ રફા નામના એક મિત્ર છંદમાં રચાયું છે. હરિભદ્ર પહેલાં ઓછામાં ઓછી ત્રણ શતાબ્દી પૂર્વે થયેલા ગોવિંદ નામે અપભ્રંશ કવિએ પણ રડ્ડાછંદના વિવિધ પ્રકારોમાં એક કૃષ્ણકાવ્ય રચ્યું હોવાનું આપણે સ્વયમૂછન્ટમાં આપેલાં ટાંચણ પરથી અનુમાન કરી શકીએ છીએ.
ધાર્મિક, તથા આધ્યાત્મિક કૃતિઓ અપભ્રંશમાં કથાકાવ્યોની (અને સંભવતઃ ઊર્મિપ્રધાન કાવ્યોની) વિપુલતા હતી. એનો અર્થ એવો નથી કે તે બીજા કાવ્યપ્રકારોથી સાવ અજ્ઞાત હતો. ધાર્મિક બોધક વિષયની કેટલીક નાની નાની રચનાઓ ઉપરાંત ત્રણ આધ્યાત્મિક કે યોગવિષયક રચનાઓ પણ મળે છે.
આમાં યોગીન્દુદેવ (અપ. જોઈદુ)નો પરમકૃપયાસુ (સં. પરમાત્મા ) અને યોગાસર સૌથી વિશેષ મહત્ત્વના છે. પૂરHપયાના બે અધિકારમાં પહેલામાંથી ૧૨૩ દોહા છે. જેમાં બે અંતરાત્મા અને પરમાત્માનું મુક્ત, રસવતી શૈલીમાં પ્રતિપાદન કરેલું છે. ૨૧૪ પદ્યો(ઘણાખરા દોહા)નો બીજો અધિકાર મોક્ષતત્વ અને મોક્ષસાધન ઉપર છે. યોગીન્દુ સાધક યોગીને આત્મસાક્ષાત્કારનું સવોચ્ચ મહત્ત્વ સમજાવે છે, અને તે માટેના માર્ગ તરીકે વિષયોપભોગ તજવાનો, ધર્મને માત્ર બાહ્યાચારને નહીં, પણ આંતરિક તને વળગી રહેવાનો, આંતરિક શુદ્ધિનો અને આત્માના સાચા સ્વરૂપનું ધ્યાન ધરવાનો ઉપદેશ આપે છે. યોગારમાં ૧૦૮ પદ્યો(ઘણાખરા દોહા)માં સંસારભ્રમણથી વિરક્ત મુમુક્ષુને પ્રબુદ્ધ કરવા માટે ઉપદેશ અપાયેલો છે. સ્વરૂપ, શિલી અને સામગ્રીની દષ્ટિએ તેનું પરમાણુ સાથે ઘણું સામ્ય છે.
આ જ શબ્દો રામસિંહકૃત હોહાપાદુ૬(સં. હાજત)ને લાગુ પડે છે. તેનાં ૨૧૨ દોહાબહુલ પોમાં એ જ અધ્યાત્મિક નૈતિક દષ્ટિ પર ભાર મુકાયો છે. તેમાં શરીર અને આત્માનો તાત્ત્વિક ભેદ નિરૂપી, પરમાત્માની સાથે આત્માની અભેદાનુભૂતિને સાધક યોગીનું સર્વોચ્ચ સાધ્ય ગયું છે. વિચારમાં તેમ જ પરિભાષામાં આ ત્રણે કૃતિઓ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાની અધ્યાત્મવિષયક કેટલીક કૃતિઓ સાથે ગણનાપાત્ર સામ્ય ધરાવે છે.
તેમની ભાષા અને શૈલી સરળ, સચોટ, લોકગમ્ય અને અલંકારના તથા પાંડિત્યના ભારથી મુક્ત છે. તેમને ભારતીય અધ્યાત્મરહસ્યવાદી સાહિત્યમાં જૈન પરંપરાના મૂલ્યવાન પ્રદાન તરીકે ગણાવી શકાય.
આ નાની ધાર્મિક કૃતિઓમાં લક્ષ્મીચંદ્રકૃત સાવધવોહા (સં. શ્રાવધર્મદ્રોહા) અપરનામ નવરાવિર (૧૬ મી શતાબ્દી પહેલાં) ઉલ્લેખાતું છે. તેમાં નામ પ્રમાણે શ્રાવકોનું કર્તવ્ય લોકભોગ્ય શૈલીમાં સમજાવ્યું છે. એ ઉપરાંત ૨૫ દોહાની મહેશ્વરકૃત સંયમવિષયક સંયમમારા ( સંભવતઃ ૧૩મી શતાબ્દી લગભગ)નો, જિનદત (ઈ. સ. ૧૦૭૬ – ૧૧૫૨ ) કત કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org