________________
યુગદા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
૮૯
આચાર્યશ્રી ધણી વખત શાસ્ત્રોને સમજાવતાં પોતાની મર્યાદા સ્વીકારતા. ઘણી વખત આધુનિક દાખલાઓથી અને અદ્યતન માહિતીથી વ્યાખ્યાનોને રસિક બનાવતા. શાસ્ત્રીય કે અસામાન્ય લાગતી આતો ઘણી સરળ ભાષામાં સાદી ઉપમા કે રૂપક લઈ આચાર્યશ્રી રજૂ કરતા અને બધી વાતો તેમાં સાંકળી લેતા. આને કારણે અનેક જૈનેતર ભાઈઓને પણ આચાર્યશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતોનો ખ્યાલ આપી જીવનમાં સમભાવ કેળવતા કર્યાં.
આચાર્યશ્રીનું વક્તવ્ય આ બધાં કારણોને લઈ સર્વદષ્ટિનો સમન્વય કરનારું થતું. આચાર્યશ્રી અહિંસાનો ઉપદેશ આપે ત્યારે માત્ર જૈન ધર્મના સિદ્ધાંતોમાં જ એમની વાત મર્યાદિત ન થતાં એમાં બધા ધર્મોની વાત આવે. વેદના અનેક ઉલ્લેખો, કુરાને શરીફ્ના સિદ્ધાંતો, ઈસાઈ ધર્મના મંતવ્યો—આ બધામાંથી અહિંસાનું તારતમ્ય તારવી શ્રોતાગણને રસાસ્વાદ કરાવે. આચાર્યશ્રીના અનેક વ્યાખ્યાનોમાં પૂર્વ આત્મારામજી મહારાજ, એમનો જમાનો, એમનું મંતવ્ય અને પોતાના વિવિધ અનુભવો કેન્દ્રસ્થાને રહેતાં. રામ, કૃષ્ણ કે પ્રતાપ જેવા મહાન પુરુષોના જીવન પર, દાદુસાહેબ જેવી વ્યક્તિ ઉપર, ગીતા અને પુરાણ પર આચાર્યશ્રી પ્રવચનો કરતા. આ વ્યાખ્યાનોમાં સત્યની ઉપાસના ઉપર આગ્રહ રહેતો. આચાર્યશ્રી સત્યને સાપેક્ષ અને નિરપેક્ષ રીતે રજૂ કરતા. આ રીતે તેઓશ્રી એક ધાર્મિક નેતામાંથી માનવતાવાદી મહાપુરુષ બની શક્યા. આચાર્યશ્રીનાં મંતવ્યોનો સાર એટલો જ રહેતો : “ શિવમસ્તુ સર્વજ્ઞાતઃ ''...સર્વ જગતનું કલ્યાણ થાવ. આચાર્યશ્રી માનતા કે સત્ય માટેનો આગ્રહ સાચી વસ્તુ છે, પણ સત્યાગ્રહની મર્યાદા હોય છે અને એ કોઈ પણ સમયે હઠાગ્રહ કે દુરાગ્રહનું સ્વરૂપ પકડે ત્યારે અસહિષ્ણુતા, વિસંવાદ, અસમાનતા અને અશાંતિ જન્માવે છે. સાચો સત્યાગ્રહી સમજે કે એનો સત્યાગ્રહ માનવ માત્રના કલ્યાણ માટે હોય, વિસંવાદ પેદા કરી અશાંતિ જન્માવવા માટે નહિ. આચાર્યશ્રીએ પોતાની રીતે આવા સત્યની ઉપાસના કરી જીવન વ્યતીત કર્યું અને એથી તેઓ જમાનાના પ્રેરક થઈ શકયા.
.
વિનય અને સેવાનો મહાન ગુણ
વિળયમૂજો ધમો ” આચાર્યશ્રીમાં બીજો તરી આવતો ગુણ ‘વિનય'નો હતો, આને કારણે સામા માનવીના હૃદયને તેઓ સદા જીતી લેતા. સાગર પોતાની ગંભીરતા સમજે છે અને એક પ્રકારનું નિરવધિ સંગીત સંભળાવી જનોનાં ચિત્તને પ્રફુલ્લિત કરે છે. વિનયી દિલ ગુલાબનું બનેલું હોય છે અને તેથી જ સુવાસિત હોય છે. ‘હું કંઈક છું ’ એવી અહંતાની લાગણી વિનયના ગુણ આગળ તવાઈ જાય છે. આચાર્યશ્રી વખતોવખત કહેતા : “ જેનામાં વિનય નથી, પરંતુ અભિમાન છે એ કષાય એવા માનવીના આત્મવિકાસ અને આત્મકલ્યાણની આડે આવે છે. આથી સૌ કોઈએ વિનયી તેમ જ નમ્ર બનવું જોઇએ. ”
k
વિનયના આ ગુણને કારણે આચાર્યશ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તેમ જ બીજા વડેરા મુનિઓની વખતોવખત સલાહ લેતા, એમનો વિનય જાળવતા અને વ્યવહાર પણ સાચવતા.
આ વિનયના લીધે એમનામાં સેવાભાવનો ગુણ ખૂબ ખીલ્યો હતો. માનવી ગમે એટલો મહાન હોય, પણ એની મહત્તાની પારાશીશી તો એની સાથેના નાના માનવો પ્રત્યેનો વર્તાવ જ છે. માનવી જેટલો મહાન બને તેટલો તેણે નાના માનવી પ્રત્યે ખ્યાલ રાખવો ધટે. આને કારણે સેવાની લાગણી વિકાસ પામે. અંતેવાસીઓમાંથી કોઈ પણ માંદુ પડે કે તબિયત સહેજ પણ અસ્વસ્થ લાગે તો આચાર્યશ્રી તુરત દોડી જતા અને ખૂબ જ સમભાવથી એમની શુશ્રુષા કરવા લાગી જતા. આવી હતી તેઓશ્રીની સેવાની મહાન ભાવના અને માનવી પ્રત્યેની લાગણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org