________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
પંજાબ-મારવાડ-ગૂજરાત-મહારાષ્ટ્રના અનેક નાનામોટા કબાઓમાં આચાર્યશ્રીનો વિહાર થયો હતો. સં. ૧૯૬૪માં જેઠ મહિનામાં પીવાથી ગુજરાનવાલાનો સાડા ચારસો માઈલનો વિવાર રોજના ત્રીસ માઈલના હિસાબે આચાર્યશ્રીએ કર્યો હતો. સં. ૨૦૦૧માં પંચોતેર વર્ષની વયે બિકાનેરથી પંજાબ તરફ આચાર્યશ્રીએ ઉગ્ર વિહાર કર્યો હતો.
આ વિહારો અને નવી દષ્ટિને લીધે આચાર્યશ્રીની સંક૯૫શક્તિ પણ ખૂબ વિકાસ પામી હતી. પોતાની સૈન્યભાવનાથી તેઓ અનેક માનવોને માટે પ્રેરણાદાતા અને શાંતિદાતા બની ગ માનવી એની સંકલ્પશક્તિ દ્વારા જ કામો સિદ્ધ કરી શકે છે. એવો માનવી સંજોગોને ઘડી પોતાના કાર્યને અનુરૂપ બનાવે છે. સંજોગોને અનુરૂપ કાર્ય એને કરવાનું હોતું નથી. આવો માનવી જ્યાં જાય ત્યાંથી કજિયા-કંકાસ દૂર થાય, વાતાવરણમાં નવી ચમક આવે. આચાર્યશ્રીના ચાતુર્માસો એ રીતે અનેક પ્રવૃત્તિ પ્રવાહોના પ્રેરક બની શક્યા હતા. પુણ્યાત્માનો પ્રભાવ
આચાર્યશ્રીના જીવન સાથે કેટલીક અસામાન્ય ઘટનાઓ સંકળાયેલી છે. આ વસ્તુને સામાન્ય જનતા ચમત્કાર તરીકે ઓળખે, આજનું વિજ્ઞાન પણ એ વસ્તુને એ રીતે સ્વીકારવા તૈયાર નથી, છતાં આવા દાખલાઓ વ્યક્તિના અસામાન્ય પુણ્યત્વનો નિર્દેશ કરી જાય છે. હજારો-લાખો માનવોની મેદની મળી હોય છતાં કોઈ પણ માણસને કશું અનિષ્ટ ન થાય, અશુભ ન થાય એ પુણ્યાત્માની હાજરીનો પ્રભાવ જ ગણાય. જ્યાં પુણ્યાત્મા હોય છે ત્યાં ઉપસર્ગો નાશ પામે છે, વિદ્યારૂપી વેલાઓ છેદાઈ જાય છે અને માનવીનું મન પ્રફલ થઈ જાય છે.
સં. ૧૯૭૨ની સાલમાં કરચલીઆમાં પ્રભુજીને નદી ઓળંગીને લાવવાના હતા. બે વખત આ પ્રયત્નો નિષ્ફળ ગયા. પણ આચાર્યશ્રીએ જે મુહૂર્ત કાઢી આપ્યું તે મુર્તિ પ્રભુજી શાંતિથી પધાર્યા. જૂનાગઢમાં ચાલું વ્યાખ્યાને બારીએથી એક છોકરી પડી ગઈ પણ આબાદ બચી ગઈ આચાર્યશ્રીના પવિત્ર પગલાં પસફરમાં પડતાં ગામના સુકાઈ ગયેલા કુવામાં પાણી આવ્યાં. ઈ. સ. ૧૯૪૭ના બનાવો વખતે ઉપાશ્રયમાં ચાર બોંબ પડ્યા પણ કોઈને ઈજા થઈ નહિ. કોઈપણ વ્યક્તિના ભોગ વિના આચાર્યશ્રી પાકિસ્તાનથી પાછા ફર્યા એ પણ બનાવ અસામાન્ય ગણી શકાય. સર્વગ્રાહી વ્યાખ્યાતા
ઉગ્રવિહારી, કેળવણી માટેનો આગ્રહ વગેરેને લીધે આચાર્યશ્રીની દષ્ટિ દિનપ્રતિદિન વિશાળ બનવા લાગી. આથી તેઓ લોકસમુદાયની સમાન ભૂમિકા પર બોધ આપવા લાગ્યા. માત્ર સંપ્રદાયના વાડામાં પુરાઈ રહેવાને બદલે આચાર્યશ્રી જીવનનાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો ઉપર ભાર મૂકતા થયા. જીવનના જુદા જુદા અનુભવોમાંથી તવાયેલી દષ્ટિને કારણે આચાર્યશ્રી પ્રત્યેક પ્રશ્નનું હાર્દ સમજી શકતા, અને વાણી દ્વારા સુંદર રીતે વ્યક્ત કરી શકતા. હિંદુ, મુસલમાન, ઈસાઈ, પારસી કે શીખ કોઈ પણ જ્ઞાતિનો શ્રોતાગણ હોય, તેમની આગળ તેમને અનુરૂપ પોતાનું વકતવ્ય આચાર્યશ્રી સફળ રીતે રજૂ કરી શકતા. સહુ કોઈને સાર્વજનિક ધર્મ સમજાવતા.
જૈન ધર્મની પ્રણાલિકા, ભવ્ય સંસ્કૃતિ અને તેના જ્ઞાનનો અમૂલ્ય વારસો આચાર્યશ્રીને મળ્યો. જીવનના વિકસિત ખ્યાલો પણ એઓશ્રી મેળવી શક્યા. આને કારણે એઓશ્રીના પ્રવચનો માત્ર સાંપ્રદાયિક બનવાને બદલે સર્વગ્રાહી બન્યા. આચાર્યશ્રી જૈન સિદ્ધાંતોની બાહ્ય વાતો કે માત્ર સૂત્રોના અર્થમાં અટવાઈ નહોતા જતા. પણ એ સૂત્રનો અર્થ વાંચીને સામા માનવીને સમજાય એવો સુગમ બનાવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org