SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ તીર્થયાત્રાઓ અને સંઘો આચાર્યશ્રીએ લગભગ બધાં જ તીર્થોની યાત્રા કરી હતી. તેઓશ્રી કહેતાઃ “તીર્થસ્થાનમાં હોઈએ ત્યારે તે તે વિસ્તારોની પરિસ્થિતિ જાણવા મળે છે. આવા પ્રદેશમાં હોઈએ ત્યારે સ્વાભાવિક જ કર્મનો બંધ ઓછો થાય છે. અહીં અનુભવની સાથે જ્ઞાન મળે છે. તીર્થયાત્રા એ માત્ર મોજશોખની વસ્તુ નથી, પણ જીવનની જરૂરિયાત છે. આવાં તીર્થસ્થાનોને લીધે આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહ્યાં છે.” આચાર્યશ્રીએ શત્રુંજય, આબુ, રાણકપુર, ભોયણી, પાનસર, ભીલડીઆઇ, પાટણ, કેશરીઆઇ, ગાંભુ, કાંગડા, હસ્તિનાપુર, જેસલમેર વગેરે અનેક તીથની યાત્રા કરી હતી. સાથે સાથે કેટલાંક તીર્થોના રક્ષણ અને ઉદ્ધાર માટે પ્રેરણાઓ પણ આપી હતી. - આચાર્યશ્રીની પ્રેરણાથી અનેક સંધો નીકળ્યા હતા. સં. ૧૯૬૬માં રાધનપુરથી પાલિતાણાનો સંધ નીકળ્યો હતો. એ જ વર્ષે વડોદરાથી ગાંભુની સંઘ નીકળ્યો. સં. ૧૯૭૬માં આચાર્યશ્રી સાદડીથી કેસરીઆઇના સંધમાં ગયા હતા. સં. ૧૯૮૯માં જેસલમેરનો સંઘ નીકળ્યો. આચાર્યશ્રીની પ્રેરણાથી સં. ૧૯૯૬માં હોશિયારપુરથી કાંગડાતીર્થનો સંધ નીકળ્યો હતો. પ્રત્યેક સંધમાં આચાર્યશ્રી ધર્મોપદેશ આપતા અને ધર્માનુષ્ઠાન કરવા પ્રેરણા આપતા. રૂઢિ સામેની જેહાદ જે માનવીનું અંતિમ ધ્યેય મોક્ષ છે, જે આત્માની દૃષ્ટિ અમુક રીતે વિકાસ પામેલી છે એ માનવી કોઈપણ જાતના પૂર્વગ્રહોથી કે પક્ષપાતથી કામ કરે નહિ. કર્મ અને મોહની અકળ લીલાને જોતો વિકસિત આત્મા કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ખ્યાલ રાખી એ પ્રમાણે વર્તે છે. આવતી કાલનો ખ્યાલ રાખી ભૂતકાળની નકામી વસ્તુઓને તે ફગાવી દે છે. આવા માણસના જીવનને રૂઢિ-રિવાજો કુંઠિત કરી શકતા નથી. આવો માનવી જીવનના મૂળને પકડે છે. આથી કોઈ કોઈ વખત રૂઢ જનતાને આંચકો આપી જાય છે. નિર્ભેળ સત્યને ઉપાસતો માનવી કોઈ કોઈ વાર સામા માણસને કડવું લાગે એવું પણ કહી દે છે. આવો માનવી જૂના કે નવાનો એકાંત આગ્રહી કે વિરોધી નથી હોતો, પણ એ તો હમેશાં જૂના અને નવા વચ્ચેનાં સારભૂત તત્ત્વોને સમન્વય કરી જીવનને વિકસાવે છે. આચાર્યશ્રી આવા પ્રકારના માનવી હતા. આચાર્યશ્રીએ જોયું કે કેટલીક પ્રણાલિકાઓ, રૂઢિઓ માનવીને સાચો ધાર્મિક બનવામાં પ્રત્યવાય બની રહી છે ત્યારે તે પ્રણાલિકાઓ અને રૂઢિઓને ફગાવી દેવાની આચાર્યશ્રીએ હિંમત દાખવી. રૂઢિઓ અને રિવાજે તો બહારના ખોળિયા જેવાં છે, અંદરનો આત્મા એ મૂળ ધાર્મિક વસ્તુ છે. રૂઢિ-રિવાજોનું ખોળિયું જાળું બની આત્માના મૂળ સંસ્કારને સપડાવે છે. આચાર્યશ્રીએ અઠ્ઠાઈ નિમિત્તે રૂઢ થયેલા સામાજિક વ્યવહારને પડકાયાઁ, રેશમી વસ્ત્રો અને વિલાયતી કેશર સામે જેહાદ કરી, અને અનેક સ્થળે કન્યાવિક્રય અને વરવિક્રય બંધ કરાવવા પ્રયત્ન કર્યો. પરાણે ઠોકી બેસાડવાથી સમાજમાં સુધારો આવતો નથી એ વાત આચાર્યશ્રી બરાબર સમજતા. કન્યાવિક્ય અને વરવિય સામે મારવાડમાં ચાલેલી લાંબી જેહાદથી એ પ્રથા ત્યાં નાબૂદ થઈ. આને કારણે તેઓશ્રી “અજ્ઞાનતિમિરતરણી કલિકાલક૫ત'ના વિશેષણથી ઓળખાવા લાગ્યા. બ્રાહ્મણવાડામાં પોરવાડ સંમેલનમાં ત્રીસ હજાર માનવોની જંગી મેદની સમક્ષ પ્રવચન કરતાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે: “સમાજમાં સુધારાઓ એવી રીતે દાખલ થવા જોઈએ કે જેથી કોઈને અપચો ન થાય. સુધારાઓ બળજબરીથી કોઈના માથે ઠોકી બેસાડાય નહિ. સુધારાનો અમલ એવી રીતે થવો જોઈએ કે જેથી સમાજનો ઘણોખરો વર્ગ તેનો સ્વીકાર કરે અને કાર્ય સરળ થઈ જાય.” આચાર્યશ્રીએ આખા મારવાડમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy