________________
યુગદી આચાર્યે શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
૮૭
અનેક સંમેલનો-પરિષદો-મંત્રણાઓ અને વિચાર-વિનિમય માટેની ભૂમિકા આચાર્યશ્રીએ ઊભી કરી. આવાં સંમેલનો સફળ થાય અને કાર્ય આગળ ધપે અને સમાજમાં મેળ સ્થાપવાની જાગૃતિ આવે એ માટેની જ એમની પ્રવૃત્તિ હતી. અનેક સ્થાને આ રીતે જૈનોમાં પરસ્પર ભ્રાતૃભાવ વધે, સંગઠનનાં બીજ રોપાય અને સમાજની પ્રગતિ સધાય એ એમનો મુખ્ય હેતુ રહ્યો હતો.
આચાર્યશ્રીએ માત્ર શ્રાવકોના જ નહિ પણ સાધુઓના સંમેલનો પર પણ ભાર મૂકયો. આચાર્યશ્રીનું મંતવ્ય એવી મતલબનું હતું કે જો જૈન મુનિઓ ભેગા થાય તો સમાજોન્નતિનું કાર્ય ધણું સરળ થાય. જૈન સમાજને સ્પર્શતા વ્યાપક પ્રશ્નોની વિચારણા થાય અને એ વિચારણા પછીનું કાર્ય જો અમલી બને તો સમાજને ઘણો જ ઝડપી લાભ થાય. આવા શુભાશયથી અથાગ મહેનત કરીને વડોદરામાં પૂ॰ આત્મારામજી મહારાજના મુનિઓનું સંમેલન તેમણે યોજ્યું હતું. અમદાવાદમાં પણ અનન્ય મુનિ—સંમેલન મળ્યું. તેની પૂર્વભૂમિકા ઊભી કરવામાં આચાર્યશ્રીનો મોટો ફાળો હતો. ત્યાર બાદ આચાર્યશ્રી નેમિસૂરિજી અને આચાર્યશ્રી વચ્ચે મીઠો સંબંધ રહ્યો હતો.
મહાન સમાધાનકાર
વ્યક્તિઓના અને સંધના કલહો દૂર કરાવવા પણ એમણે પ્રયત્ન કર્યો છે. જીવનની આ પ્રવૃત્તિના અનેક દાખલા આપણને એમના જીવનમાં જોવા મળે છે,
સં૦ ૧૯૬૫માં જે શુદિ બીજે આચાર્યશ્રી પાલણપુર ગયા. એક દિવસ રહીને ખીજે દિવસે ચોંકાવનારી જાહેરાત કરી : “ હું ભોયણી જવાનો છું. ”
આખો સંધ વિસ્મય પામ્યો. સંઘે પૂછ્યું, “કેમ ? આપ અહીં ચાતુર્માંસ કરો ને ! ”
આચાર્યશ્રીએ કહ્યું : “ તમે બધા તમારા મતભેદો દૂર કરી તમામ પક્ષોને એક કરો તો રહું. જ્યાં વિખવાદ હોય ત્યાં મને ઘડીભર પણ રહેવું ન પાલવે. મારે તો સમાધાનની ભિક્ષા જોઈએ. ’
આ જાહેરાતના પરિણામે પાલણપુરના નેવું જેટલા આગેવાનોએ લખી આપ્યું કે આચાર્યશ્રી જે ચુકાદો આપે તે અમને મંજૂર છે. આચાર્યશ્રીએ સૌને પ્રિય એવો ચુકાદો આપ્યો અને પાલણપુરમાં સુખદ સમાધાન થયું.
બાલાપુરમાં માતા-પુત્રનો ઝધડો અદાલતે પણ ગયેલો. તેમના ધરે આચાર્યશ્રી ગોચરી વહોરવા ગયા. ‘ ધર્મલાભ’ કહી ઊભા રહ્યા અને કહ્યું : “ મને ખીજું ન ખપે. તમારી ગોચરી જ્યારે તમે બંને સંયુક્ત રીતે વહોરાવો ત્યારે ખપે. આપણે કોણ ? આ બધા ઝઘડા શા માટે અને કેટલા વખત માટે અને કોના માટે?...અને આખરે શું? આ વેરઝેરનાં કર્મ બાંધી કયે દિવસે છોડવાના ? ” આચાર્યશ્રીની સમજાવટની વીજળી જેવી અસર થઈ. પુત્ર માતાને પગે પડી ગયો અને આચાર્યશ્રીની હાજરીમાં એક કુટુંબ કિલ્લોલ કરતું થઈ ગયું.
જે વસ્તુ ઉપર પોતે ભાર મૂકતા તે સ્વીકારવામાં સમાજ ઢીલ કરે છે એવું આચાર્યશ્રીને લાગતું ત્યારે એઓશ્રી પ્રતિજ્ઞા લેતા. એની અસર સમાજ ઉપર તાત્કાલિક પડતી. ઉત્કર્ષ ફંડમાં પાંચ લાખ રૂપિયા ભેગા કરવા આચાર્યશ્રીએ દૂધયાગની પ્રતિજ્ઞા લીધી. શત્રુંજય તીર્થની યાત્રા બંધ થઈ ત્યારે પ્રવેશ સમયના પોતાના સામૈયાનો તેમણે ત્યાગ કર્યો હતો.
ઉગ્નવિહારી
આચાર્યશ્રી ઉમ્ર વિહારી હતા. આ વસ્તુ એમનું આખું જીવન કહી જાય છે. એમનો વિહાર ઘણો જ ઝડપી હતો અને તે પંજાબમાં ગુજરાનવાલાથી પૂનાની પેલી બાજુ સુધી વીસ્તરેલો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org