________________
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
ધર્મને સંકચિત બનાવ્યો છે. ભેદોની દીવાલોમાં, સમાજની રૂઢિઓમાં અને સ્થાપિત વ્યવહારમાં એને ગૂંગળાવ્યો છે. આ ગૂંગળામણ ટળે તો જ ધર્મનું સાચું સ્વરૂપ સમજાય. આચાર્યશ્રીના મનોવ્યાપાર અને કાર્યનું પ્રેરક બળ આ જ લાગણીઓ હતી એમ કહેવામાં કંઈજ ખોટું નથી. આ ખ્યાલોમાંથી વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીનો સમન્વય સાધતી અનેક સંસ્થાઓ જન્મી. આચાર્યશ્રીએ આવી સંસ્થાઓમાં રોપેલાં બીજ આજે તો કુલ્યાં છે. કેટલીક સંસ્થાઓ વિરાટ વૃક્ષ બની છે. જૈન સમાજ આધુનિક કેળવણીમાં આગળ વધી રહ્યો છે અને વધી શક્યો છે એ આચાર્યશ્રીની દોરવણીનું પરિણામ છે.
જૈન યુનિવર્સિટીની એમની ભાવના મૂર્ત કરવાની હજી બાકી છે. જૈન શાસ્ત્રોનો પશ્ચિમના ચિંતનની રીતે અભ્યાસ, પશ્ચિમના લોકોને જૈન સંસ્કૃતિનો પરિચય, જૈન તત્વજ્ઞાનનું સુંદર વિવેચનાત્મક આલેખન-જૈન ધર્મની ઉદારતાનો જગતને પરિચય આપવા માટે આ બધું કાર્ય કરવું હજી બાકી છે.
વિભણસંસ્થાઓને
પ્રેરણા આપેલી તે છેવટે એક યા
છે. કેળવણીની સમસ
આચાર્યશ્રીએ સ્થાપેલી કે પ્રેરણા આપેલી શિક્ષણસંસ્થાઓની સુવાસ જૈન સમાજમાં પ્રસરી છે. એ સંસ્થા સ્થાપવામાં શરૂઆતમાં વિરોધ કરનારાં તો છેવટે એક યા બીજી રીતે એના બન્યાં છે. અનેક જૈનોએ આ સંસ્થાઓનો લાભ લીધો છે. વ્યાવહારિક અને ધાર્મિક કેળવણીનો સમન્વય અને ધાર્મિક સંસ્કારોનું સિંચન આ સંસ્થાઓમાં થાય છે. આને પરિણામે જૈન સમાજને અનેક આગેવાનો અને સેવકો સાંપડ્યા છે. આજે વ્યવહારિક જ્ઞાનમાં જેન કામ આગળ પડતી થઈ છે અને તે પોતાના હકો તેમ જ ફરજો પ્રત્યે જાગ્રત રહે છે એમાં આ સંસ્થાઓનો પણ નોંધપાત્ર હિસ્સો છે.
આચાર્યશ્રીની આ જીવનસાધના અને એની મૂળમાંની દૃષ્ટિના લીધે આચાર્યશ્રીનું ઘડતર અસામાન્ય રીતે થયું છે એ એક હકીકત છે. જીવનમાં એક સત્ય લાધી જાય અને એનાથી આખો જીવનપંથ ઉજજવળ બને એ વસ્તુ આચાર્યશ્રીના જીવનમાં બની છે. એથી એમની બીજી પ્રવૃત્તિઓ શ્રમણધર્મની હોવા છતાં ય એમાં અવનવું આકર્ષણ રહે છે. આચાર્યશ્રી મહાન ક્રાંતિકારી હતા એમ કહેવું બરાબર નથી; પણ સમાજના કલ્યાણ કાજે જે સાધના કરી એમાંથી આચાર્યશ્રીને નવી દષ્ટિ સાંપડી. આચાર્યશ્રી સમય-જ્ઞ હતા એથી એઓશ્રી સમાજમાં નવા આંદોલનો સર્જી શક્યા; અને છતાં એની અનેક મર્યાદાઓ હતી. આચાર્યશ્રીએ જન્માવેલ આઘાત-પ્રત્યાધાતો હજુ શમ્યા નથી એવા સંજોગોમાં એમના જીવનકાર્યની સમીક્ષા કરવી મુશ્કેલ બને છે, અને એ માટેનું તાટસ્થ કેળવવું એ પણ મુશ્કેલ છે, છતાં અતિપ્રશંસાનો દોષ ટાળીને એટલું કહી શકાય કે આચાર્યશ્રી સમાજના આગામી પરિવર્તનશીલ બળોના પુરસ્કર્તા થયા અને એઓશ્રીની આ પ્રવૃત્તિથી વ્યવહાર-જ્ઞ સમાજ, સમાજના આગામી બળોને સાનુકૂળ બની શક્યો. સુમેળ સાધવાની વૃત્તિ અને પ્રવૃત્તિ
કેળવણીમાં સમન્વયનો આદર્શ રજૂ કરનાર આચાર્યશ્રી જીવનની અનેકવિધ પ્રવૃત્તિમાં શાંતિ અને સમાધાનની હિમાયત કરે એ વસ્તુ સ્વાભાવિક છે. વિભિન્ન મતભેદોમાં એમણે હમેશાં મધ્યસ્થી રસ્તો સ્વીકાર્યો છે. એમનું જીવનસૂત્ર રહ્યું છે: “મળો, વિચાર-વિનિમય કરો અને નિર્ણયને અમલી બનાવવામાં સાથ આપો. મતભેદો દૂર રાખી જે વસ્તુમાં મેળ થાય, જે સર્વસામાન્ય હોય તેના માટે કામ કરો.” જીવનના છેલ્લાં વર્ષોમાં ત્રણ ફિરકાની સામાન્ય ભૂમિકાની એઓશ્રીએ જે હિમાયત કરી એના મૂળમાં આ વસ્તુ હતી.
આને પરિણામે આચાર્યશ્રીએ અનેક પ્રવૃત્તિઓ કરી છે. સં. ૧૯૫૯માં અંબાલામાં શ્રી આત્માનંદ જૈન મહાસભાનું અધિવેશન થયું. પછી આ સંસ્થા વિકસી. આને લીધે પંજાબમાં નવચેતના પ્રગટી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org