________________
યુગદા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
૮૫
શ્રી મોતીલાલ નહેરુ તથા પ્॰ માલવિયાજી સાથે આચાર્યશ્રીને સારો એવો પરિચય હતો. એ જમાનામાં જૈન સાધુ ખાદી અપનાવીને રાષ્ટ્રીય ભાવનાને જીવનમાં સ્થાન આપે અને પરદેશી ખાંડનો બહિષ્કાર પોકારાવે એ કંઈ નાનીસૂની વાત નથી. આ રીતે આચાર્યશ્રી ચાલી આવતી પ્રણાલિકા સાથે જીવન જીવવાના પ્રયોગો કરતા થયા, નવી વસ્તુ અપનાવતા થયા અને રાષ્ટ્રીય ભાવનાના પુરસ્કર્તા થયા.
માત્ર ખાદી પહેરવામાં જ નહિ પણ સમાજના વ્યાપક અનિષ્ટો સામેના આંદોલનમાં પણ આચાર્યશ્રીએ વખતોવખત ઉત્સાહ ખતાવ્યો છે. દારૂત્યાગ માટે અનેકો પાસે આચાર્યશ્રીએ પ્રતિજ્ઞા લેવરાવી એટલું જ નહિ, પણ દારૂબંધીના પ્રચાર અંગે અનેક સમયે આચાર્યશ્રીએ જાહેર પ્રવચનો કર્યાં. જ્યારે રાજકીય અસર અતિવ્યાપક બની માનવીના પ્રત્યેક અંગને સ્પર્શી જાય છે અને રાજકીય તાકાત દુન્યવી તાકાતનું રૂપ ધારણ કરે છે ત્યારે એની અવજ્ઞા સમાજનો કોઈ પણ નેતા કરી શકે નહિ. આચાર્યશ્રી આ વસ્તુ બરોબર સમજી શક્યા હતા અને તેથી રાજકારણ પ્રત્યે દુર્લક્ષ ન સેવતાં ધર્મનો માનમરતો વધે એ હેતુથી અનેક જુવાનોને રાજકીય નેતૃત્વ માટે આચાર્યશ્રીએ પ્રેરણા આપી. આચાર્યશ્રી સમજી શક્યા હતા કે કેળવણી અને રાજકીય લાગવગના પરિણામે સમાજ પાસે ધાર્યાં કામો કરાવી શકાશે.
ભવિષ્યનું દર્શન : શ્રમણ સંઘની જવાબદારી
સાંપ્રતને સમજવો એ જરાયે અધરું નથી. ભવિષ્યને ભાખવો એ ખરે જ દુર્લભ છે. મહાપુરુષો હંમેશાં ભવિષ્યને જુએ છે અને એ પ્રમાણે વર્તમાનને ઘડવા પ્રયત્ન કરે છે જેથી ભવિષ્યમાં વર્તમાન સમાજના માનવીઓને નવું કંઈ ન લાગે. કવિઓ આવતી કાલને જુએ છે. સ્વપ્નદષ્ટાઓ આજના સ્વપ્નમાં આવતી કાલની સિદ્ધિ જુએ છે. વૈજ્ઞાનિક આજની શોધમાં આવતી કાલને બદલી નાખવાની ઉમેદ સેવે છે. આ બધા માનવીઓ માત્ર વર્તમાનમાં ન રાચતાં ભૂતકાળના વારસાનું યોગ્ય મૂલ્યાંકન કરી ભવિષ્યમાં વ્યાજ સાથે એને વધારે છે. મૂડીનું રોકાણ વધે છે, નફો પણ ઝાઝો થાય છે. આવતી કાલને જોઈ આવા માણસો વર્તમાન ધડે છે. આવા માનવો જ સમાજને ઉપકારી થઈ શકે છે. એમની દીર્ધદષ્ટિને લઈ ને જ આવતી કાલની પેઢી ઉજજવળ બને છે. આચાર્યશ્રી આ જાતના કવિ, દૃષ્ટા અને ભવિષ્યના પ્રવાહોના વેત્તા હતા. આથી જ સમાજને તેઓશ્રી યોગ્ય માર્ગદર્શન આપી શકતા. ભવિષ્યમાં સમાજને શાની જરૂર પડશે એનો ખ્યાલ રાખીને અને આવતી કાલની વાસ્તવિકતાને નજરમાં રાખીને આચાર્યશ્રીએ સમાજને દોર્યો હતો. આચાર્યશ્રીનું મંતવ્ય એ હતું કે સંધમાં સાધુ મુખ્ય પદે છે અને એથી સંઘને સાચી દોરવણી આપવાનું કાર્ય શ્રમણ સંસ્થાનું છે. આ સંસ્થા સમાજના ખીજા વિભાગોથી અલગ રહી શકે નહિ. કર્મની નિર્જરા કરવા મથતા શ્રમણની જવાબદારી સંધ પ્રત્યે હોય છે. નિજાનંદમાં મસ્ત રહેતા શ્રમણ પણ સંધના એક ભાગ રૂપ છે અને સંધની પ્રભાવનામાં જ એમનું શ્રેય છે. આચાર્યશ્રી એ પણ સમજી શકયા કે ધર્મના મૂળ સંસ્કારોને સમય અને વિજ્ઞાનની ચકાસણીમાંથી પસાર કરવા પડશે. પાશ્ચાત્ય જીવનની ઊંડી અસરોમાં ઘેરાતા સમાજમાં સમન્વય એ જ સાચો માર્ગ છે. આથી ધર્મ એકાંગી ન રહેતાં વ્યાવહારિક કેળવણીની સાથોસાથ કદમ રાખે એવું એઓશ્રી સમજી શકયા અને એ પ્રકારનો ઉપદેશ પણ આપતા.
ધાર્મિક ઉદારતાની જરૂર
આચાર્યશ્રી સમજી શકયા કે નવા યુગમાં જૈનો માત્ર કૂવાના દેડકા ન બની રહે. વિશ્વના પ્રવાહો સાથે એ કદમ બઢાવશે તો એનું શ્રેય થશે. જૈન ધર્મનાં વિશિષ્ટતા, અભિનવ ચિંતન, સનાનન સિદ્ધાંતો વગેરેની રજૂઆત પણ નવી વૈજ્ઞાનિક દૃષ્ટિથી કરવી પડશે. પોતાના ટૂંકા ગજથી માપનારાઓએ જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org