________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
રાજકીય-સામાજિક આર્થિક-સાંસ્કારિક જીવન, સ્ત્રી સમાજના પ્રશ્નો, સંક્રમણકાળના ધર્મના અનેક પ્રશ્નો—આ બધાંનો આચાર્યશ્રી તાગ મેળવી શકતા. જીવનકાળમાં ઉત્તરોત્તર વધતી જતી પ્રવૃત્તિનું આ એક કારણ ગણાવી શકાય. એક કામ પૂરું થયું કે આચાર્યશ્રી ખીજું કામ હાથમાં લેતા—જાણે કે એક કાર્યમાંથી ખીજા કાર્ય માટેની તેઓશ્રી પૂર્વભૂમિકા ઊભી કરતા.
γ
માનવપ્રેમી અને માનવી માત્રના ગુરુ
એમના અનુયાયીઓમાં મુસલમાનો, ખ્રિસ્તીઓ, શીખો—બધા જ ધર્મના લોકો હતા. આચાર્યશ્રીએ મેઘવાળો માટે કૂવો કરાવી આપ્યો હતો અને એક સ્થળે હરિજનોના સત્યાગ્રહ અંગે સમજૂતી કરી આપી હતી. એક ગામના નવાબને હિંદુ ભાઈઓના ઝધડાનું સમાધાન કરાવી આપ્યું હતું. એક હરિજનનેઉપદેશ આપી અઠ્ઠાઈ કરવા પ્રેર્યો હતો. ઉપદેશ આપવા માટે સ્થળ અને સમયના બંધન તોડી, શ્રોતાઓનો ખ્યાલ રાખી એમની ભૂમિકા પ્રમાણે આચાર્યશ્રી બોધ આપતા. શીખો વિનતિ કરે તો ગુરુસ્ખારામાં જાય અને ઉપદેશ આપે, રામ-જયંતીમાં ભાગ લઈ શકે; એક સ્થળે આચાર્યશ્રીએ દોઢ મહિના સુધી સનાતની ભાઈઓને જૈન રામાયણ સંભળાવ્યું હતું. આચાર્યશ્રીનું મંતવ્ય સ્પષ્ટ હતું : “ પ્રત્યેક માનવીમાં સરખો આત્મા છે. એ જન્મે છે એનાં કર્મોને અધીન થઈ તે. માનવી જન્મે છે એના પૂર્વગત સંસ્કારો લઈ ને. પોશાક, રીત-રિવાજ એ તો બહારનો વેશ છે. હિંદુનું બાળક ચોટલી સાથે જન્મતું નથી. મુસ્લિમ બાળક સુન્નત સાથે રાખીને જન્મતું નથી. શીખ બાળક દાઢી સાથે જન્મતું નથી. પણ જ્યારે તે જેવા સંસ્કારો પડે છે ત્યારે ને તેવા માનવો અને છે. કોઈ પણ માનવી પ્રત્યે દ્વેષ એ જ ખરાબ વસ્તુ છે. પ્રેમથી પ્રેમ મળે છે. સાચા પ્રેમથી માનવીના અંતરને જીતી શકાય છે, એની લાગણીને સમજી શકાય છે. સમભાવના અને સહિષ્ણુતા એ જ જીવનની ને ધર્મની સફળ ચાવી છે. માનવીના ભિન્ન વિચાર હોય તેમાંથી સારપ ગ્રહણ કરી એના મનોભાવોને સમજીને માનવીને જીતતાં શીખો. ઝઘડો, વૈમનસ્ય, વૈર, ક્રોધ, માન, માયા, લોભ આ બધાં શત્રુ છે. એ માનવીનો સાચો માર્ગ નથી. ગમે તે ધર્મનો, ગમે તે વિચારો ધરાવતો માનવી હોય, એ માનવીના દુઃખો હળવા કરવાની, એનો સંતાપ દૂર કરવાની આપણી ફરજ છે. એના આત્માને દુ:ખ ન થાય, એના મનની પ્રફુલ્લતામાં વિક્ષેપ ન પડે,—આ પ્રયત્ન એ જ સાચો ધર્મ છે. હૃદય આપી હૃદય મેળવી લેવાય છે ને ઐકય સાધી જીવનને ઉચ્ચ બનાવી શકાય છે. ” આ ઉદ્ગારો કહે છે કે આચાર્યશ્રીના દિલમાં માનવપ્રેમ ભર્યો પડ્યો હતો અને તેઓ માનવમાત્રના ગુરુ હતા.
રાષ્ટ્રપ્રેમી આચાર્ય
આચાર્યશ્રી એ સમજી શક્યા હતા કે જો સમાજ જીવંત હોય તો એ રાષ્ટ્રવ્યાપી આંદોલનની અસરથી મુક્ત ન રહી શકે. જો સમાજ એથી અલગ પડી જાય તો સરવાળે એને જ નુકસાન થાય. આથી આચાર્યશ્રી રાષ્ટ્રપ્રવૃત્તિના પુરસ્કર્તા બન્યા. એ પ્રવૃત્તિ અને એની પાછળનાં બળોને સમજતા થયા. પરિણામે આચાર્યશ્રીમાં રાષ્ટ્રના પ્રશ્નો સમજવાની નવી દષ્ટિ આવી અને સામાન્ય પ્રજાના માનસને અનુકૂળ અને ધર્મબાધ ન આવે એવી દિશા એમની જીવનપ્રવૃત્તિએ લીધી. આ દૃષ્ટિને લીધે રાષ્ટ્રીય આંદોલન તેમ જ સંસારથી અલગ હોવા છતાં રાષ્ટ્રના પ્રશ્નો અને પ્રજાના આંદોલનોનું મૂલ્ય એઓશ્રી સમજી શક્યા અને પ્રજા રાજકીય તેમ જ ખીજી રીતે કઈ બાજુ જઈ રહી છે એનો ખ્યાલ એઓશ્રી મેળવી શક્યા.
આ સંસ્કારોથી જીવનને વિવિધ રૂપે જોવાની દૃષ્ટિ આચાર્યશ્રીએ મેળવી અને ગાંધીજીની ખાદીની વાત અપનાવી. રાષ્ટ્રનેતાઓ પ્રત્યે તેઓશ્રી સમભાવ રાખતા થયા. વખત આવ્યે તેમનો સંપર્ક પણ સાધતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org