________________
યુગદષ્ટ આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી
૮૧
શકતા હતા કે સામાન્ય રૂઢિગત જીવન જીવનારની સમક્ષ અસામાન્ય દષ્ટિબિંદુ રજૂ કરવામાં આવે ત્યારે તે એનો વિરોધી પડઘો પાડે છે. આ મનોદશા અતીતમાંથી ચાલી આવે છે. સામાન્ય માનવી આવા ચીલામાં જ પોતાનું જીવન વિતાવે છે. આ ચીલામાંથી તમને બહાર લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એના માટે ધાર્મિક રૂઢિ અને બાહ્ય ક્રિયાઓ એ જ છત્ર બની જાય છે. એનો ભંગ કરનારા પ્રત્યે એ વિરોધી સૂર કાઢે છે અથવા તો અણગમો બતાવે છે. સમાજના મોટા વર્ગની આ મનોદશા હોય છે.
આ મનોદશામાં કેળવણીનો પ્રચાર કરનાર ધર્મગુરુના કાર્ય પ્રત્યે શંકાઆશંકાઓ સેવાય એમાં નવાઈ નથી. કશુંક ન ગમે એવું આ મહારાજ કરી રહ્યા છે એવી મનોદશાં એમનામાં પેદા થાય છે અને આ સ્થિતિ કંઈ આજના યુગની જ નથી. દરેક યુગમાં આમ બનતું આવ્યું છે. અર્ધમાગધીના સૂત્રોને સંસ્કૃતમાં રજૂ કરવા માટે “કલ્યાણસ્તોત્ર'ના રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકરને ગચ્છ બહાર મૂકવામાં કયાં નહોતા આવ્યા ? પરંતુ એમના મંતવ્યોનો જૈન-શ્રમણોએ પાછળથી રવીકાર કર્યો.
પોતાની દૃષ્ટિના વિકાસને પરિણામે આચાર્યશ્રી સમજતા થયા કે જૈન ધર્મનો આદર્શ ગમે તેવો હોય, પરંતુ ઈતર સમાજ તો આ ધર્મ પાળતા સમાજની રહેણીકરણી અને વિચારોથી આ ધર્મ વિશે ખ્યાલ બાંધશે. આથી જૈન ધર્મના નાયક તરીકે આચાર્યશ્રી પોતાની ફરજ માનતા થયા કે સમાજને પ્રગતિશીલ બનાવે એવાં બળોના જે પોતે પુરસ્કર્તા નહિ બને તો સમાજ પાછળ રહી જશે. આ પીછેહઠની અસર સમાજના બીજા અંગો ઉપર પડશે. સ્વામી દયાનંદ સરસ્વતીના અનુયાયીઓ કેળવણીનો કેવી રીતે પ્રચાર કરતા હતા એનો દાખલો આચાર્યશ્રી પાસે હતો. રૂઢિ-રિવાજેએ જન્માવેલી પ્રણાલિકાઓમાં જે જમાનાની માગ પ્રમાણે ફેરફાર નહિ થાય તો એ બંધિયાર પાણી બની જાય. આચાર્યશ્રી પાસે પૂ. આત્મારામજી મહારાજનો અનુપમ દાખલો હતો. સમાજમાં નવજાગૃતિ આણવા મથનાર આચાર્યશ્રીને ખ્યાલ હતો કે સત્ય અને યોગ્ય માર્ગદર્શન આપવાથી સમાજના અજાગ્રત વર્ગનો વિરોધ વણનોતર્યો ઊભો થશે પણ પ્રત્યાધાતીઓની પરવા કર્યા વિના આચાર્યશ્રી મૂળને પકડતા અને તે આરાધવા અનુરોધ કરતા. આચાર્યશ્રીના જીવનકાર્યનું આ પ્રેરક બિંદુ આપણે સમજીએ તો એમના જીવનકાર્યને અને કાર્યો જન્માવેલ પરિબળોને સમજવું અતિ સહેલ બની જાય.
- મનની સમતુલા જાળવી વિરોધી સૂરોના આંદોલનો વચ્ચે પણ આચાર્યશ્રીએ સમાજને પ્રામાણિક માર્ગદર્શન આપ્યું. માત્ર ધર્મનો જ પ્રચાર કરવાના સંકુચિત ચોકઠામાંથી બહાર નીકળી આચાર્યશ્રીએ ધર્મની સાથે સાથે સમાજના ઉત્કર્ષની પણ વાત કરી. જેમ જેમ દષ્ટિબિંદુ વિકસતું ગયું તેમ તેમ સમાજના નવાં મૂલ્યો અને પ્રગતિશીલ બળોના પોતે પુરસ્કર્તા બની શક્યા. આચાર્યશ્રીની આ મહાન સાધના પાછળ ક્ષુલ્લક મનોવૃત્તિ અને સ્વાર્થ ન હોવાને કારણે સમાજ પર એની સારી અને સ્થાયી અસર થઈ. આજે જૈન સમાજમાં જે અનેક શિક્ષણ સંસ્થાઓ, ગુરુકુળો અને વિદ્યાલયો છે તેનું માન આચાર્યશ્રીને ફાળે જાય છે. આને કારણે આજે કેળવણીનું પ્રમાણ વધ્યું છે. આચાર્યશ્રીના દૃષ્ટિબિંદુને સમજીએ તો ભૂલવું ન જોઈએ કે પ્રણાલિકા સાથે પ્રયોગની તાકાત ગુમાવવી ન જોઈએ. જે માનવી, સંસ્થા કે સમાજ આ તાકાત ગુમાવે છે તે મૃતઃપ્રાય બને છે.
આ રીતે જોતાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી શબ્દના સાચા અર્થમાં ચેતનમય અને આવતી કાલ જોઈ શકનારા દષ્ટાપુરુષ હતા. જૈન શ્રમણો માત્ર આત્માની આરાધનામાં જ મસ્ત રહે, માત્ર રૂઢ સંસ્કારોનો પ્રવાહ ચાલું રાખે એ સંજોગોમાં ઉછરેલા આચાર્યશ્રી આવતી કાલ જોઈને એક કદમ આગળ ઉઠાવે છે. આ કદમ ઉઠાવતી વખતે આચાર્યશ્રીને સંપૂર્ણ ખ્યાલ છે કે એના પ્રત્યાઘાતો પડવાના છે; છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org