________________
૮૨
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પણ એ મકકમતા, ધીરજ, ખંત અને સહિષ્ણુતાથી કામ કરે છે અને સમાજને આગળ ધપવા માટે અનુરોધ કરે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને બરાબર ઓળખી આચાર્યશ્રી આગળ વધે છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને પ્રેરણા આપનાર, એના કાર્યમાં અનુમોદન કરનાર, કેળવણીની વ્યાપ્ત બની રહેલી દૃષ્ટિને આવકારનાર, મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ફંડ શરૂ કરનાર, સમાજમાં એકતા માટે પ્રયત્ન કરનાર, સંદ્યસંઘના, ભાઈ–ભાઈના, માતા-પુત્રના આંતરિક ઝઘડાઓને શાંત કરનાર, એમના સંપ માટે મધ્યસ્થી બનનાર, ઉત્સાહપૂર્વક જ્ઞાનનો પ્રચાર કરનાર, બધા ફીરકાઓના અંતર્ગત ભેદો પોતાની પાસે રાખી જૈન ધર્મની સામાન્ય ભૂમિકા પર બધાને એકત્ર કરવાનો પ્રયાસ કરનાર–આમ અનેક રીતે કાર્ય કરનાર તરીકે તેઓશ્રીને ઓળખનાર એમના જીવનની વિશિષ્ટતા સમજી શક્યા વગર નહિ રહે. પોતાની આવી અનેક વિશિષ્ટતાઓને કારણે આચાર્યશ્રી મહાન યુગપ્રવર્તક અને યુગદી બન્યા હતા. આચાર્યશ્રી કવિ તરીકે
આચાર્યશ્રી હદયે કવિ હતા. વ્યવહાર અને સાહિત્યની દૃષ્ટિએ પણ તેઓશ્રી કવિ હતા. તેઓશ્રીની અનેક કૃતિઓ, સ્તવનો, પૂજા, સક્ઝાયો આદિમાં એમનું કવિત્વ પાંગર્યું છે. વિહાર દરમિયાન જ્યાં જયાં એમની ઊર્મિ જાગ્રત થઈ ત્યાં ત્યાં એઓશ્રીનું કવિહૃદય વિકસ્યું છે. એઓશ્રીના ભક્તિનાં સ્તવનો લગભગ પાંચસો જેટલાં થવા જાય છે. •
- આચાર્યશ્રીની ઊર્મિ એક ભક્તકવિની ઊર્મિ છે. પ્રભુ-મૂર્તિને નીરખતાં તેમનું ભક્તકવિનું હૃદય જાગી ઊઠતું અને મસ્તીમાં મૂઢ થઈ જાતું. આજુબાજુની દુનિયા ભૂલી જતા હોવાને કારણે તીર્થ વિશેની એમની કૃતિઓ આપણને એની સરળ ભાષાને કારણે ગમી જાય એવી છે. આચાર્યશ્રીનાં સ્તવનો એટલે ઊર્મિઓનો નૈસર્ગિક સંગમ.
આચાર્યશ્રીએ પરમેષ્ઠિ પૂજા, શ્રી પંચતીર્થ પૂજા, શ્રી આદીશ્વર પંચકલ્યાણક પૂજા, શ્રી શાંતિનાથ પંચકલ્યાણક પૂજા, શ્રી પાર્શ્વનાથ પ્રભુ પંચકલ્યાણક પૂજા, શ્રી મહાવીર પ્રભુ પંચકલ્યાણક પૂજન વગેરે લખી છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, બ્રહ્મચર્ય, જ્ઞાન અને દર્શન તથા વિષયત્યાગ વિશે પણ આચાર્યશ્રીએ પદો બનાવ્યાં છે. પૂ. આત્મારામજી મહારાજનો ઉપકાર
પૂ૦ આત્મારામજી મહારાજ પ્રત્યે આચાર્યશ્રીને બહુ માન હતું. આથી એમની અનેક કૃતિઓમાં આચાર્યશ્રી કહે છે: “આત્મલક્ષ્મી હર્ષે વલ્લભ; આત્મલક્ષ્મી હર્ષ ધરીને વલ્લભ હોત આનંદ,” વગેરે.
પૂ. આત્મારામજી મહારાજના મંત્રી તરીકે એમનું જીવનઘડતર શરૂ થયું. પૂ. આત્મારામજી મહારાજે પોતાના આ શિષ્યમાં રહેલી સાહજિક હિંમતનો તાગ મેળવ્યો હતો. પૂ. આત્મારામજી મહારાજે એમની જીવનસંધ્યાના દિવસોમાં પ્રેરણા આપી અને કહ્યું, “વલભ, મારા જીવનની સંધ્યા આવી રહી છે. પજાબની રક્ષા કરવાનું કાર્ય હવે તારે શિરે છે. સરસ્વતીમંદિરોની નું સ્થાપના કરજે. જનસેવાના કાર્યો કરાવજે. આજનો જમાનો કેળવણીનો છે. શ્રાવકો ભણેલા હશે, કેળવાયેલા હશે, જ્ઞાનવાન હશે તો જ તેઓ સાતે ક્ષેત્રની રક્ષા કરી શકશે.”
ચોરાશી વર્ષનું આચાર્યશ્રીનું દીર્ઘજીવન અપાર પ્રવૃત્તિમાં જ વીત્યું છે. જીવનની પ્રત્યેક પળ ઉત્તમ ઉદેશ કાજે વાપરવાની તાલાવેલીમાંથી આચાર્યશ્રીનો આ પ્રવૃત્તિ-પ્રેમ જમ્યો. આનો અર્થ એ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org