SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ શુભાશય સ્પષ્ટ છે. આચાર્યશ્રી સમજી શક્યા હતા કે રાજકીય લાગવગ વિના સમાજ તણાઈ જાય છે. એટલે કોઈ પણ સમાજે જે સ્થિર ઊભા રહેવું હશે તો રાજકીય પ્રવાહોમાં એ સમાજે પોતાની તાકાત બતાવવી પડશે. યુદ્ધોની અસરોએ એ સ્પષ્ટ સાબિત કરી નાખ્યું કે વાણિયો વેપારે શોભે” એ હવે હકીકત નથી. તેઓશ્રી સ્પષ્ટ રીતે સમજી શક્યા કે બિનસાંપ્રદાયિક લોકશાહીમાં માનવી કેવળ સાંપ્રદાયિક હેતુઓ અને વાડાઓ બાંધી બેસી રહે એ નહિ ચાલે. સામાન્ય તત્ત્વોની ભૂમિકા પર આવી સમાજમાં નવું જ પરિબળ જન્માવે તો જ એ જીવી શકશે. આચાર્યશ્રીના જીવનની વિકાસકથા એ રીતે વિચારવા જેવી છે. સામાજિક એકરૂપતા અને જીવનનું ધ્યેય - આચાર્યશ્રીનો જીવનવિકાસ ઉત્તરોત્તર વધતો રહ્યો છે એની પ્રતીતિ એમનું જીવનકાર્ય આપી જાય છે. આનું કારણ એ છે કે માનવી જ્યારે જીવનનું એક મહાન સત્ય સ્વીકારે છે અને કાળના પ્રવાહને અનુકૂળ બની જીવનનું ઘડતર કરે છે ત્યારે જીવનના બીજા પ્રવાહો એને માટે અનુકૂળ થઈને રહે છે. આચાર્યશ્રી સામાન્ય જનસમુદાયની માફક માત્ર વારસામાં જ રાચતા હોત, માત્ર શ્રમણ સંસ્કૃતિના “ચંદનઘરમાં વસતા હોત અને ફક્ત ગૂજરાતમાં જ વસ્યા હોત તો કદાચ એમના જીવનનું ઘડતર બાજી રીતે થયું હોત ! દીક્ષા લીધા બાદ આચાર્યશ્રી એમના જીવનઘડતરના સમય દરમિયાન પંજાબમાં રહ્યા. પંજાબમાં જાણે અજાણે એઓશ્રીને સમાજ સાથે એકરૂપ થવું પડયું. આ સમાજના એક ભાગરૂપ બની ગયેલા આચાર્યશ્રીને સમાજના ઉત્થાન માટે કેળવણીનું મહત્ત્વ સમજાવ્યું. એમાંથી અનેક પ્રવૃત્તિઓ જન્મી. પંજાબના અસ્તિત્વ માટે લડતાં લડતાં આચાર્યશ્રી નૂતન દૃષ્ટિ અને ચપળતા પ્રાપ્ત કરી શક્યા. એક બાજુ આચાર્યશ્રી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ વિચારતા થયા અને બીજી બાજુ રાજકીય અને સામાજિક અસરો તેઓશ્રીના જીવન ઉપર પડતી ગઈ. આ રીતે એમનું વિશિષ્ટ વ્યક્તિત્વ ઉત્તરોત્તર વિકાસ પામતું ગયું. જીવનમાં એક સત્ય લાધી ગયું અને એ સત્યની ઉપાસના એ જ એમનો જીવનધર્મ બની ગયો કેળવણીનો પ્રચાર એ આચાર્યશ્રીનું ધ્યેયબિંદુ બની ગયું; આ કારણે એઓશ્રીની પ્રેરણાથી સમાજને લાભદાયી એવી અનેક કેળવણી-સંસ્થાઓનો જન્મ થયો. કેળવણી માટેના આચાર્યશ્રીના આગ્રહ સમાજમાં અનેક પ્રત્યાઘાતો પણ જન્માવ્યા. પરંતુ સમય જ્ઞ આચાર્યશ્રીએ જરા પણ સ્વસ્થતા ન ગુમાવતાં સર્વગ્રાહી સમન્વયકારી વ્યક્તિત્વનો વિકાસ સાધ્યો. કેળવણીની અનેક સંસ્થાની સ્થાપનાથી માંડીને જૈન યુનિવર્સિટી સ્થાપવા અંગેની તેમની ઇચ્છા અને હિમાયત એ આચાર્યશ્રીના જીવનકાર્ય અને દશનની એક પ્રેરક કથા છે. પ્રગતિશીલ બળ અને કેળવણીના પુરસ્કર્તા ચોરાશી વર્ષના જીવનકાળમાં પ્રત્યેક પળ સમાજના શ્રેય માટેની પ્રવૃત્તિમાં અને આત્માના વિકાસમાં ગાળનાર આચાર્યશ્રી સમાજમાં પ્રવર્તતાં અનિષ્ટો, અન્યાય અને અસમાનતાઓના જાણકાર હતા, ધર્મના સંસ્કાર અને રૂઢિગત પરંપરા વચ્ચે ભેદ છે. ધાર્મિક રિવાજે કે રૂઢિઓ અને એ રૂઢિઓએ જન્માવેલી પરંપરા અને મૂળ ધાર્મિક સિદ્ધાંતો વચ્ચે મહત્ત્વનો ભેદ પડી ગયો છે અને ધાર્મિક કે ધર્મમય જીવન એટલે માત્ર પરંપરા જ નહિ એ વસ્તુ એમના જીવનમાં જોવા મળે છે. સ્વ. વીરચંદ ગાંધી વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે અમેરિકા જઈ આવ્યા બાદ સમાજમાં જે પડધા અને પ્રત્યાઘાતો પડેલા તેનો આચાર્યશ્રીને પરોક્ષ કે અપરોક્ષ રીતે અનુભવ હતો. એમની અનેકવિધ પ્રવૃત્તિઓએ જન્માવેલા આઘાત-પ્રત્યાઘાતથી આચાર્યશ્રી વાકેફ હતા અને એનો તો આચાર્યશ્રીને પ્રત્યક્ષ ખ્યાલ હતો. આ અનુભવોથી આચાર્યશ્રીનું વ્યક્તિત્વ ઘડાયું હતું. આચાર્યશ્રી બહુ જ સારી રીતે સમજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy