SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ વિમલસૂરિ અને તેમનું રચેલું મહાકાવ્ય પઉમચરિય થાય તે દષ્ટિબિંદુથી રામકથા લખી છે. દા. ત. વાલ્મીકિ રામાયણમાં રામ, સીતા ઈત્યાદિ વૈદિક ધર્મપરાયણ હતાં એમ આલેખાએલું છે. બૌદ્ધોના દશરથજાતકમાં તેઓ બૌદ્ધધર્માનુયાયીઓ હતાં એમ છે. વળી તેઓ એક જ માબાપના સંતાન હતાં ! અને છેવટમાં રામ-સીતાનાં લગ્ન થયાં ! આ કથામાં કેટલું તથ્ય રહેલું છે તે તો સુજ્ઞ વાચકોને જરૂર જણાશે જ. આ કથા કેટલી બનાવટી છે તેના વિષે કંઈ પણ કહેવાનું રહેતું જ નથી. આ કથા વિષે શ્રીપાદ કoણ બેલવલકર એમ. એ. પી. એચ. ડી. એ હારવર્ડ એરીએન્ટલ સીરીઝમાં ૨૧ મા ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થએલા ઉત્તરરામચરિત્રના અંગ્રેજી ભાષાંતર અને ટિપ્પણીમાં સખત શબ્દોમાં જે ટીકા કરી છે તે સ્થાને જ છે, એમ લેખકનું નમ્ર મંતવ્ય છે. જેનોએ પણ પોતાના ધર્મના પ્રસાર માટે રામ, સીતા વિગેરેને આહંતમતાનુયાયી તરીકે વર્ણવ્યાં છે. તેમણે પિતાના ધર્મપ્રચારનું શ્રેય લક્ષ્યમાં રાખીને અનેક ફેરફાર કર્યા છે. - આ ઉપરથી એટલું તે જરૂર સમજાશે કે રામકથાને આપણી ભારતીય સમાજ ઉપર પ્રાચીન કાલમાં જેવોતેવો પ્રભાવ ન હતું અને હાલમાં પણ તેવો જ અકાય પ્રભાવ છે અને રહેશે. અનેક મુમુક્ષુ છે તેનાવડે મુગ્ધ થતાં આવ્યાં છે અને થશે જ. તેમાં કોઈ પણ જાતની શંકા અસ્થાને છે. વસ્તુસ્થિતિ જયારે આવી છે ત્યારે વિમલસૂરિ જેવા મહાકવિ અને સર્વરીતે યોગ્ય પુરુષવર તેવડે મુગ્ધ થઇને પઉમરિય નામનું ૧૧૮ ઉદ્દેશવાળું, (જેન મહારાષ્ટ્ર નામની પ્રાકૃત ભાષામાં જૂનામાં જાનું અને અદ્યાપિ ઉપલબ્ધ) મહાકાવ્ય રચે તેમાં આશ્ચર્યકારક શું છે ? રામાયણની કથા બ્રાહ્મણધર્મમાં ઘણું પ્રાચીન કાળથી ચાલતી આવી છે. આ કથા જુદાજુદા ત્રણ પ્રકારે (Recensions) ઊતરી આવી છે કે જેઓ એકંદર તો સરખાં વિમલસૂરિ ઉપર જ છે પણ કવચિત કવચિત નજીવી બાબતોમાં બહુ જ પરસ્પરથી ભિન્ન વાલ્મીકિકૃત રામા છે. સાંપ્રતકાલમાં આપણે કહી શકતા નથી કે આ ત્રણમાંથી ક્યો જાને છે. યણની અસર જર્મનીના પ્રખ્યાત વિદ્વાન પંડિત ડે. હર્મન યાકેબીએ રામાયણના જૂનામાં જાના ભાગને ખગોળશાસ્ત્ર તેમ જ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ઈ. સ. પૂર્વે ૮૦૦૫૦૦ ના અરસામાં મૂક્યો છે. એટલું તો ચોક્કસ છે કે ઈસ્વીસનની શરૂઆત સુધી રામાયણમાં ઘણું જ પ્રક્ષિપ્ત ઉમેરાતું જતું હતું. બીજા એક પૌર્વાત્ય સાહિત્ય-વિશારદ ડો. વીન્ટરનીટઝનું મંતવ્ય એવું છે કે-“ ઘણું કરીને રામાયણનું અદ્યાપિ ઉપલબ્ધ સ્વરૂ૫ ઈસ્વીસન પછીનાં બીજા શતકના ઉત્તરાર્ધમાં ઘડાઈ ગયું હતું. આ ઉપરથી જાણી શકાશે કે રામકથા બ્રાહ્મણધર્મમાં ઘણું પ્રાચીનકાલથી ઉતરી આવી છે. વિમલસૂરિએ પઉમરિય રચ્યા પહેલાં વાલ્મીકિકૃત રામાયણ જરૂર જોયું હશે જ. તેઓ રામાયણથી સુપરિચિત હોવા જ જોઈએ, એ પઉમચરિયના રસજ્ઞ વાચકને તરત જ જણાશે. વિમલસૂરિએ પઉમરિય રચ્યા પહેલાં નારાયણ અને શ્રીનાં ચરિત્રનું શ્રવણ કર્યું હતું એમ તેઓ પોતે જ કહે છે, પરંતુ લેખકનું મંતવ્ય એવું છે કે વાલ્મીકિકૃત રામાયણ પણ (કદાચ તેમની શ્રાવક અવસ્થામાં) સાંભળ્યું અગર વાંચ્યું હોવું જ જોઈએ. પઉમરિયમાં અનેક સ્થાએ વિમલસૂરિએ લખ્યું છે કે“વિપરીત પદાર્થવાળું રામાયણ કવિએ લખ્યું છે.” રામાયણને “અલિયસત્ય” અને તેના કર્તાને “ કુકવિ ” “ મૂઢ” ઇત્યાદિ વિશેષણ વડે નવાજ્યો છે. વિમલસૂરિએ વાલ્મીકિ રામાયણમાં વિસ્તારજ ૧૦૪ [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy