SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય આ મહાકાવ્યના કર્તા વિમલસૂરિ પોતે જ છે એવું તેમણે પઉમરિયમાં ઘણીવાર લખ્યું છે. પઉમરિયમાં એક સ્થળે તેમણે લખ્યું છે કે-“ નામાવલિ સહિત અને આચાર્ય પરંપરામાં ઊતરી આવ્યા પ્રમાણે જ હું પઉમરિય લખીશ. ” ઉપર એક ઉતારો આપ્યો છે તેમાં પણ લખ્યું છે કે“તે જ માગે હું પણ ચાલ્યો છું.” વળી અન્ય સ્થળે લખ્યું છે કે–“હે શ્રેતાજનો જે પઉમરિય સૂત્રાનુસાર ચાયું છે, વળી જેને ગાથાઓ વડે પ્રકટ અને કુટાથે કરવામાં આવ્યું છે, જે વિમદ્રસરિએ રચ્યું છે, તે (પઉમચરિય) તમે સર્વે સાંભળો !” તૃતીય સ્થલે વળી લખ્યું છે કે-“ આ પ્રમાણે વિમલસૂરિએ ગાથાઓવાળું અને પ્રકટ અને સ્કૂટાર્થવાળું પઉમરિય રચ્યું. ” આ પ્રમાણે અનેકાનેક સ્થલેએ લખેલું છે કે વિમલસૂરિએ આ મહાકાવ્ય લખ્યું છે. સુજ્ઞ વાચકા ! જોઈ શકશે કે આપણા ભારત દેશમાં ઘણાં પ્રાચીન કાલમાં પ્રાકૃતભાષાની સાહિત્ય વાટિકામાં આવાં કેટલાંય પુષ્પ ખીલી નીકળ્યાં હતાં. કઈ કઈ સંપૂર્ણપણે ખીલ્યાં હશે, કેટલાંયે અધૂરાં રહ્યાં હશે કે જેની કલ્પના પણ કરી શકાતી નથી. કાલગતિ ન્યારી છે એટલે તેના ઝંઝાવાતમાં આ સાહિત્યવાટિકા નષ્ટપ્રાયઃ થઈ ગઈ અને પઉમચરિય જેવું એકાદ સુસુગન્ધ સુમનસ્ કોઈ અકલિત રીતે બચી ગયું કે જેને પરિમલ અદ્યાપિ આ લેખક જેવા સેંકડે અન્ય વિવિત્સઓને સૌરભમુગ્ધ કરે છે. પઉમચરિય-રામકથા સમાજમાં પ્રચલિત થઈ ત્યારથી જ તેણે જનતાનાં હદયો હરી લીધાં છે. તે કથામાં એવા એવા અનેક ગુણ રહેલા છે કે જેવડે આપણા રામકથાની જેને ભારત દેશમાં પ્રચલિત સર્વકઈ ધર્મના અનુયાયીઓ ઘણું જ પ્રાચીન કાલથી બ્રાહ્મણે અને બોમ્બે મુગ્ધ થયા છે. દા. ત. બ્રાહ્મણધર્મમાં આદિકવિ મહર્ષિ વાલ્મીકિએ રામાયણ ઉપર થએલી અસર ૨૪૦૦૦ કપ્રમાણ રચ્યું. જો કે અદ્યાપિ ઉપલબ્ધ રામાયણમાં પાછળથી ઘણું જ પ્રક્ષિપ્ત આવી ગયું છે. મહાભારતમાં પાછળથી પણ આ કથા સંક્ષિપ્ત રૂપમાં જોવામાં આવે છે. બીજાં પુરાણો જેવાં કે પપુરાણ, દેવી ભાગવત ઇત્યાદિમાં પણ આ કથા આલેખાએલી છે. ઘણું કવિઓએ આ રામકથામાંથી પોતાના કાવ્ય, નાટકે આદિ ગ્રંથ લખવામાં પ્રેરણા મેળવી છે. દા. ત. પદ્મપુરાણમાં સૃષ્ટિ અને પાતાલ ખંડમાં તેમ જ દેવીભાગવતમાં ત્રીજા સ્કંધમાં આ કથા આવે છે. મહાકવિ ભાસે (તેમના રચેલાં પ્રતિભા અને અભિષેક નામનાં નાટકોમાં) રામકથાના અમુક ભાગ ઉપરથી બે જુદાં જુદાં નાટકો લખ્યાં છે, કવિશિરોમણિ કાલિદાસે રઘુવંશ રવું. દિકનાગે કન્દનમાલા રચી, ભવભૂતિએ ઉત્તરરામચરિત્ર લખ્યું, જયદેવે પ્રસન્નરાધવ નામનું નાટક લખ્યું વિગેરે વિગેરે. કહેવાનું એટલું જ કે આ રામકથાએ કેટથાવધિ ભારતવાસીઓને મુગ્ધ કર્યા છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ આ કથાવડે ઘણા જ આકર્ષાયા હતા. પાલી ભાષામાં પણ બૌદ્ધોએ દશરથજાતક નામનું એક જાતક લખેલું છે. આ જાતકમાં તેમણે દશરથિની કથા ગુથી છે. જેનોએ પણ આ કથામાંથી ઘણી જ પ્રેરણા મેળવી છે. દા. ત. આપણું પઉમચરિય, રવિણનું પદ્મચરિત્ર, કલિકાલસર્વજ્ઞ હેમાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, ગુણાઢયનું ઉત્તરપુરાણ ઇત્યાદિ ઉદાહરણે મેજુદ છે. આ ત્રણે ય ધર્મના અનુયાયીઓએ, રામકથાવડે પિતાના ધર્મનો વધારે પ્રમાણમાં પ્રચાર કેમ શતાબ્દિ ગ્રંથ ] # ૧૦૩ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy