SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાય પૂર્વક વર્ણવાએલા એવા કેટલાએક વિષે વિષે માત્ર આનુષંગિક ઉલ્લેખ જ કર્યો છે અને કેટલા. એકને બાતલ કરી નાખ્યા છે. ધાર્મિક દૃષ્ટિએ આવાં સંકલને અને વ્યવકલતો ભલે સહેતુક હોય પણ કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં તેમાંના કેટલાંક આ મહાકાવ્યની સૌંદર્યક્ષતિ કરે તેવાં છે. પઉમરિયમાં જે અનેક સ્થલેએ કવિએ ફકત ચમકારા જ કર્યા છે તે સ્થળે ઉલ્લેખ અત્ર જ કરવા યોગ્ય છે. વિમલસૂરિમાં એક મહાકવિની કવિત્વશકિત છે જ અને વિમલસૂરિ: એક તેને માટે નીચે ના ડાક દાખલાઓ પૂરતા છે. આ ગ્રંથ એક ધ મિક | મહાકવિ ઉદ્દેશથી જ લખવે છે એટલે જ આ લેખન્ના નમ્ર મંતવ્યાનુસાર વિમલ સૂરિએ જાણી જોઈને સંપૂર્ણપણે પિતાનું પિત પ્રકાણ્યું નથી. વિમલસૂરિને પ્રકૃતિસૌદર્યો મુગ્ધ કર્યા હતા એ વાત ચોક્કસ છે કારણ કે પઉમરિયમાં એવાં ઘણાં વર્ણન આવે છે. દા. ત. પર્વતમાં મન્દરગિરિ, મેરુ, ચિત્રકૂટ, નદીઓમાં નર્મદા અને ગંગા; મહેદધિ વિગેરેનાં વર્ણને બહુ જ સુંદર છે. સૂર્યાસ્ત અને નિશા સમયનાં વર્ણન પણ સરસ છે. ઋતુઓમાં ખાસ કરીને શર, હેમન્ત, વસત અને વર્ષાનાં સારાં વર્ણને આપ્યાં છે. જેવી રીતે પ્રકૃતિની કેમલતાનું વર્ણન કર્યું છે તેવી જ રીતે તેની ભીષણતાનું પણું વર્ણન કર્યું છે. દા. ત. સીતાને વનવાસ આપે ત્યારે ગાઢ જંગલનું વર્ણન અને એક સ્મશાનનું વર્ણન એમ આ બે વર્ણને બહુ જ સારાં છે. વિમલસૂરિએ બીજાં નગરનાં પણ વર્ણને ઠીક આપ્યાં છે. ખાસ કરીને રાયપુર નગરનું વર્ણન સારું છે. વિમલસૂરિએ સ્ત્રી સૌંદર્યનું પણ ઠીક વર્ણન આપ્યું છે. સીતાજીનું પણ એક જગ્યાએ વર્ણન આવે છે, જો કે તે વર્ણન યક્ષની “તન્વી ગ્યામાં "ના વર્ણન સાથે સરખાવી શકાય તેમ નથી જ, છતાં પણ તે સરસ છે. વિમલસૂરિએ માનવજીવનની આહૂલાદદાયક અને વિરલ પણ ધન્ય પેલેનું સુંદર વર્ણન આપ્યું છે. દા. ત. રાજા સહસ્ત્રકિરણની જલક્રીડા, રામચંદ્રજીની સીતા સાથેની જલક્રીડા, હનુમાનની સુરતક્રીડા વિગેરે પ્રસંગનાં વર્ણને બહુ જ સુંદર છે, જો કે તે બધાં ભારવિએ વર્ણવેલી જલક્રીડા અને કુમારદાસે વર્ણવેલાં ઉદ્યાનક્રીડે અને સંભોગવર્ણન સાથે સરખાવી શકાય તેમ નથી જ; છતાં પણ પઉમરિય એકલું જ લેતાં તે વર્ણને મનોહર છે. બીજા એક પ્રસંગની નોંધ ખાસ જરૂરની છે. વિમલસૂરિએ પઉમરિયમાં રાવણને જોવાની લંકાવાસિનીઓની ઉતાવળ, રામચંદ્રજીની સેનાએ લંકામાં વિજયપુરઃસર પ્રવેશ કર્યો ત્યારે સ્ત્રીઓની કુતુહલયુક્ત રામદનાકાંક્ષા, લવ અને કુશને નીરખવાની તેઓની અતિ તીવ્ર ઈચ્છા વિગેરે વિગેરેનાં વર્ણનો બહુ જ રસપ્રદ છે; જો કે તે બધામાં વધારે ફેર નથી, તેમ જ તેઓને અધઘોષના બુદ્ધચરિત્રમાંના તેવા જ પ્રસંગનું વર્ણન, રઘુવંશ અને કુમારભવનાં તેવા પ્રસંગોનાં વર્ણને, બાણભટ્ટની કાદમ્બરીમાંના વિદ્યાશાલામાંથી પાછા ફરતા ચંદ્રાપીડ આગમનનું વર્ણન ઇત્યાદિ સાથે સરખાવી શકાય તેમ નથી જ; છતાં પણ પઉમરિયમાં તે તે વર્ણન મનોહર છે જ. કવિએ જેમ યુવાવસ્થાનું વર્ણન આપ્યું છે તેમ વૃદ્ધાવસ્થાનું પણ સુંદર વર્ણન આપ્યું છે. નરકનું વર્ણન પણ તેમના શાસ્ત્રાનુસાર છે. આ ઉપરથી આપણને ખાત્રી થાય છે કે કવિમાં જરૂર ઉંચી કેટિની કવિત્વશક્તિ છે જ પણ તેમણે સંપૂર્ણપણે તક મળવા છતાં તેને વિકસાવી નથી. જે તેમણે આ તકનો લાભ ઊઠાવ્યો હોત તો જરૂર પઉમરિય કે જે અદ્યાપિ અન્યદષ્ટિએ અતિમહત્ત્વનું કાવ્ય છે તે કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ શતાબ્દિ ગ્રંથ ] * ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy