SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપુરુષને અર્ધાંજલિ ૨ સે વર્ષ પહેલાં ત્રણ ધર્મવીરને જન્મ–હિન્દની સ્થિતિ છેલ્લાં સો વર્ષ પહેલાં થોડા વર્ષને આંતરે ઉક્ત ત્રણ મહાપુરુષો-સંત-સંન્યાસીત્રિપુટી શ્રી દયાનન્દ સરસ્વતી, શ્રી રામકૃષ્ણ પરમહંસ અને આપણા ચરિત્રનાયક શ્રી આત્મારામજી–સ પોતપોતાના ક્ષેત્રમાં વિખ્યાતનામાં વિરાટ પુરુષ-મહાવિભૂતિઓ અનુક્રમે સૌરાષ્ટ્ર, બંગાળી અને પંજાબમાં બ્રાહ્મણ, બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળમાં સને ૧૮૨૪ જુનજુલાઈ, ૧૮૩૬ ફેબ્રુઆરી, અને ૧૮૩૬ ના માર્ચમાં જન્મ્યા અને ત્રણેએ સમકાલીન રહી સમાજને ઉન્નતિકારક પંથે લઈ જવાના મહાપ્રયાસે એવી અનુક્રમે ઈ. સ. ૧૮૮૩ માં ૫૯ વર્ષની વયે, ૧૮૮૬ માં ૫૦ વર્ષની વયે અને ૧૮૯૬ માં ૬૦ વર્ષની વયે અનુક્રમે સંગત થયા. આ ત્રણેના જન્મ પહેલાંની ભારતવર્ષની રાજકીય સ્થિતિ તપાસીશું તો જણાશે કે મેગલાઈના નારા સાથે મરાઠાઓની સત્તાનો વિકાસ થઈ પેશ્વાઈને અસ્ત થયા. ઈ. સ. ૧૮૧૮, આ વર્ષમાં કંપની પંજાબ સિવાયના આખા હિન્દમાં કુલમુખત્યાર બની. પંજાબમાં વીરકેસરી રણજીતસિંહની આણ ચાલતી ને તે તેના સ્વર્ગવાસ (સન ૧૮૪૪) સુધી રહી. સને ૧૮૨૯ માં સતી થવાનો રિવાજ બંધ કરવાનો કાયદો થા. સને ૧૮૩૫ માં મેકાલે, બેન્ટિક વગેરેનો એ મત થયે કે પશ્ચિમનાં સાહિત્ય, ઈતિહાસ, વિજ્ઞાન વિગેરે હિન્દના લેકો સમજતા થાય તેવા ઉપાય જવામાં સાહિત્યના ઉદ્ધાર માટે ભેગી થયેલ રકમનો ઉપયોગ કરે . પરિણામે આપણા દેશમાં અંગ્રેજી સાહિત્ય, ઇતિહાસ ને વિજ્ઞાનને પ્રસાર થયો. ઉર્દૂ અને ફારસી અભ્યાસ મોટા પાયા ઉપર ચાલતો હતો તે બંધ થયો. સરકારે અંગ્રેજી નિશાળે ને કોલેજો તરફ વધારે ધ્યાન આપવા માંડયું. દેશનો મોટો ભાગ નિરક્ષર રહ્યો હતો. અંગ્રેજી ભણેલાઓમાંથી કેટલાએકમાં અર્ધદગ્ધતા અને જાંગલાપણું પણ આવ્યાં: એકંદરે આપણને લાભ થયે–સાહિત્ય અને ઈતિહાસને ઉદ્ધાર થયેનવું ચેતન આવ્યું–પ્રજાકીય ભાવનાના અંકુર ફુટ્યાં. સને ૧૮૫૭-૫૮ માં રાજકીય-ધાર્મિક-સામાજિક અને લશ્કરી અસંતોષથી સીપાઈ એને બળવો થયો. ત્યારપછી હિન્દને કારભાર કંપની પાસેથી અંગ્રેજ સરકારે લીધે કે જે અત્યારસુધી ચાલુ છે. ગત સો વર્ષ પૂર્વની હિન્દુઓની ધાર્મિક સ્થિતિ એવી હતી કે પરદેશીઓના ઉપરાઉપરી થયેલ આક્રમણ અને અત્યાચારે, તેમની તળે દબાઈ સેવેલી પરાધીનતા અને ગુલામી મનેદશા, આપસઆપસમાં ફૂટ, ગમે તેવા જુલ્મ પણ સહી લેવાની પડી ગયેલી ખાસીયત, આત્મસંરક્ષણ કરવાની હિંમતનો પ્રાય: અભાવ-વગેરે અનેક કારણોથી હિન્દુ પ્રજામાં શક્તિહીનતા, દુર્બલતા અને જડતા પ્રસરી ગઈ હતી. હિન્દુ જાતિ સેંકડો નાના મોટા ખંડમાં વિભક્ત થઈ પિતાની એકત્રતા અને સમૂહશક્તિ ખોઈ બેઠી હતી; વહેમે, રૂઢિઓ, પ્રથાઓ, પરંપરાઓ, બ્રાંતિઓ, કર્મ જડતા-કર્મકાંડબહુલતા, ધર્મઘેલછાનાં આવ: ૧૦૮ : [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy