SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ રણે વધી પડ્યાં હતાં; સ્વાર્થવશતાથી અન્ય ભાઈઓ પ્રત્યે હાથ લંબાવવા જેવી હિંમત કે શૂરવીરતા દાખવવા જેટલી સહૃદયતા રહી નહોતી, પરધમીઓના હુમલાઓ, આક્ષેપો અને મહેણુઓ મુંગે--મોઢે સહી લેવાતાં હતાં. એકંદરે જીવન્ત, પ્રાણવાન, વેગવાન જાતિ તરીકેનાં લક્ષણ દેખાતાં નહોતાં. ૩ શ્રી દયાનન્દ સરસ્વતી સિૌરાષ્ટ્રમાં તાજેતરમાં “સહજાનંદસ્વામીએ સ્વામીનારાયણ પંથ ફેલાવી પરમાત્માની સાધના માટે ઉપાસના અને જ્ઞાનના માર્ગ સુધીના અધિકારે ન પહોંચેલા સામાન્ય જનસમાજ માટે સરળ ભક્તિમાર્ગને પ્રાધાન્ય આપી, હિંસાવાદને ખોખરો કર્યો હતો. એ પ્રવૃત્તિ એકદેશીય હતી એટલે કે સકલ હિન્દુ સમાજની સુધારણાને પૂરી સ્પશી શકી ન હતી. ” ત્યાં સંસારસુધારક શ્રી દયાનંદનો સૌરાષ્ટ્રમાં જન્મ થયે. ગુજરાતમાં અમદાવાદમાં સ્વામી દયાનન્દ સને ૧૮૭૪ માં આવ્યા હતા ત્યારે ત્યાં પ્રાર્થના સમાજની સંસ્થા સ્થપાઈ હતી. કલકત્તાના બ્રહ્મસમાજ-બ્રાહ્મધર્મના માફક એકેશ્વરવાદી હોઈ તે એકની પ્રાર્થના-ઉપાસના કરવી, સર્વ ધર્મોનાં સામાન્ય તત્ત્વોને સત્ય ધર્મ તરીકે સ્વીકારવાં, એટલે ઈશ્વરસ્તુતિ-પ્રાર્થના અને સદાચાર એ એનાં મુખ્ય ધ્યેય હતાં. “સંસાર-સુધારા’ની ઉત્પત્તિ નર્મદ કવિના જીવનના પૂર્વાર્ધના સમયથી હતી અને તે સમયે તે ઉત્કટ રૂપમાં એ સુધારો ઉછળી રહ્યો હતો. તે કવિના “ યાહેમ કરીને પડો ફત્તેહ છે આગે ” એ સૂત્રને ઉછુંખલ સુધારો પિોષતો હતો, “ ધીરે ધીરે સુધારાનો સાર સજજન સંભળાવજો રે' એ કવિ દલપતરામના મોટા સૂત્રનો સત્કાર કરનાર વર્ગ અ૯પ પ્રમાણમાં હતો. શ્રી દયાનન્દની મુખ્ય વિચારણા હિંદુ પ્રજાનું સંગઠન થાય એવી હતી એમ જણાય છે. જેમ ખ્રીસ્તીઓ એક બાઈબલ અને એક ક્રાઈસ્ટ એ બંને નામે, મુસલમાનો મહમ્મદ પયગમ્બર અને કુરાન એ બેનાં છત્ર નીચે એકતા અનુભવે છે, તેમ હિન્દુઓમાં મતમતાન્તરના કારણે એકતા ન હોવાથી તેમના સંગઠન અર્થે શ્રી દયાનંદે વેદ અને ઈશ્વર રજુ કર્યા. બધા મતમતાંતરો પર જેમ આવે તેમ ખંડનાત્મક હુમલા કર્યા. મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. મૂર્તિપૂજા વિષે અમારે તેની સાથે મતભેદ છે; મતભેદ હોઈ શકે. દયાનન્દ જીનું એમ માનવું હશે કે એક મૂર્તિ કે બીજી મૂર્તિ, ઈશ્વર કરતાં સો ઉતરતી છે એમ ઠસાવાય તો સંગઠન ખાતર એક ઈશ્વરનું નામ લેવાય. ગમે તેમ હો ! પરંતુ મૂર્તિપૂજાના નિષેધથી તેઓ “ મૂર્તિભંજક” તરીકે નિંદાયા, અને મતમતાંતરો પરના અક્ષમ્ય અને ભ્રમજનિત આક્ષેપોથી તે દરેક મતવાળાને અપ્રિય થયા; પણ તેમની બીજી વિભૂતિઓ હિંદુઓની સંખ્યા અને બળ વધારવામાં ઉપયોગી નિવડી. હિન્દુઓમાં સ્ત્રીઓ અને શદ્રોની બહુ સંખ્યા હોવાથી તેઓને સંસ્કારી બનાવવા અનુક્રમે પુરુષ અને કિજે જેટલો જ તેમને અધિકારી ગણ્યાં અને તેમને ઉપનયન સંસ્કાર પણ કરાવ્યા. હિન્દુઓમાંથી મુસ્લિમ, ખ્રિસ્તી કે વિધમ થઈ શકાય પણ પરધમ કદી પણ હિન્દુ ન થઈ શકે એટલું જ નહિ શતાબ્દિ ગ્રંથ ] : ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy