SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ જીવન ઉન્નત કરી શકે છે, એટલું જ નહિ પણ જગના ઉન્નતિકમના ઈતિહાસમાં તેમનાં નામ અમર રહે છે. અનેક સદીઓ સુધી દેશ-દેશાન્તરનાં મનુષ્ય એમના જીવનના ઈતિહાસના અભ્યાસથી પિતપોતાના કાર્યમાં ધેય અને શ્રદ્ધા રાખી શક્યાં છે અને પિતાનાં જીવન ઉન્નત કરતા ગયાં છે. કવિ લફેલે કહે છે કે – મહાન પુતણાં ઍવન ચેતવતાં જનને– છે આપણ આધીન કરવું ઉન્નત જીવનને ને મૂકી જાવી પૂઠે-વિદાય લેતાં છેલી – કાળસિન્વતણી વેળુ વિષે પદપંક્તિ પડેલી 26 વળી મહાપુરુષમાં ત્રિકાળનો અજબ મેળ મળ્યો હોય છે. ભૂતકાળને એ વારસો ભેગવે છે, વર્તમાનને એ સુધારી નવેસર ઘડે છે અને કલ્યાણમય ભાવીનું સ્વપ્નદર્શન કરાવે છે. શ્રીમદ્ આત્મારામજી, તેમના સમકાલીન શ્રી દયાનંદ અને શ્રી રામકૃષ્ણ પરમહંસ એ ત્રણેની શતવણી થઈ ગઈ. તેમનામાં ઉપરના ચાર ગુણો કેટલે અંશે હતા તે તેમના સમગ્ર જીવનવૃત્તાંત પર વિચાર કરતાં આપણને જણાઈ આવશે. કર્તવ્યની શુદ્ધ ભાવના અને અવિચલ શ્રદ્ધા એમનામાં હતી એ એમણે કરેલાં કાર્યોથી જણાય છે. તેમણે એવી ઉત્કટ શ્રદ્ધા રાખી હતી કે ગમે તેવી વિપત્તિ, લેકભય, નિન્દા વગેરે છતાં પિતાને પોતાની રીતે આગળ વધતાં અટકી જવાનું બન્યું નથી. પોતાની સમાજ અને પ્રજાને બને તેટલી જાગ્રત કરી છે. આજ એમણે રોપેલાં બીજનાં વૃક્ષો આપણે જોઈએ છીએ. અર્વાચીન કાળને અનુસરતી ઉન્નતિના માર્ગનો પ્રથમ પાયે એમણે નાંખ્યો છે, તેથી આપણે માર્ગ તે હાલ કેટલેક અંશે સહેલો થયેલ છે. તે વખતની સ્થિતિ સાથે સરખાવતાં આપણું વિરુદ્ધ લોકમત ઘણો ઓછો છે. હિન્દુસ્થાનમાં રાજ્યની અંધાધુનીને લીધે અને બીજાં અનેક કારણોથી તે વખતે સામાજિક, ધાર્મિક અને રાજકીય અંધકાર વ્યાપી રહ્યો હતો, ધર્મને નામે અનેક અનાચાર થતા, લોકો વહેમમાં કેટલા બેલા હતા તેને ખ્યાલ સતી થવાના પ્રતિબન્ધના સરકારના કાયદા (ઈ. સ. ૧૮૨૯) સામે લેકોની વિરુદ્ધતાથી આપણને કાંઈક આવશે. લેકમત કે પ્રજામત જેવું તે વખતે કાંઈ હતું નહિ અને Public Life અર્થાત સાર્વજનિક જીવનની તે વખતે કલ્પના સરખી પણ ન હતી. આ સમયે લેકેની વિરુદ્ધતા છતાં ઉન્નતમાર્ગનું દર્શન કરાવી લોકોને તે રસ્તે પ્રેરનાર નિ:સંશય મહાપુરુષની ગણનામાં આવે. એમના જીવનના ઇતિહાસથી, એમણે કરેલા ભગીરથ પ્રયત્નોથી આજ કેળવાયેલા વર્ગમાં નવું બળ, નવી આશા આવે છે. મનુષ્ય જીવનનાં આવાં ઉચ્ચ દષ્ટાન્તોથી ભવિષ્યની પ્રજાને ફાયદો થાય છે અને તે પોતાના જીવનને ઉન્નત બનાવી શકે છે. * આની મૂળ અંગ્રેજીમાં કડીઓ માટે જુઓ આ ગ્રંથનો અંગ્રેજી વિભાગ, પૃ. ૧૧. શતાબ્દિ ગ્રંથ ] : ૧૦૭ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy