SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાર નયચક, એક ચિંતન 0 લેખક: ૫. પા. તીર્થપ્રભાવક આચાર્યદેવ શ્રી વિમસૂરીશ્વરજી મ. સા. રદ વાદની વિશિષ્ટતા : જૈનદર્શન એટલે સર્વસાપેક્ષ દષ્ટિએાનું કેન્દ્રસ્થાન. જગતની માત્મવાદમાં માનનારી સઘળી વિકાસ પતિએાને વાસ્તવિક સમન્વય એમાં લે છે. તલસ્પર્શી માન કરવાથી એનું અનંત ભંડાણ સ્પષ્ટ બને છે. જગતમાં પ્રત્યેક દર્શનની તટસ્થ વિવેચના એમાં સ્પષ્ટ સમાયેલી છે. એક ન્યાયાધીશની જેમ જેનદર્શન અત્યંત ચોક્કસાઈપૂર્વક તટસ્થપણે પ્રત્યક દર્શનને ન્યાય આપે છે. એકાંત આગ્રહના કારણે અન્ય દરેક દર્શનમાં પ્રતિપક્ષી દર્શનને ન્યાય માપવામાં અાવ્યો નથી. જેનદર્શન એકાન્તમાં ન અટવાતાં મધ્યસ્થપણે જે અપેક્ષાને જેની વાત સાચી હોય તે અપેક્ષાએ તેની વાત સ્વીકારી પ્રત્યેક દનને પૂરતો ન્યાય આપે છે. ઘી બધાં જ માટે આરોગ્યપ્રદ છે બા એકાન્ત. એકાન્ત એટલે અસત્ય. અથવા અર્ધસત્યની સત્ય તરીકે ભ્રમણા તેમ જ પ્રરૂપણા. ઘી પચાવી શકનાર માટે આરોગ્યપ્રદ છે અને તેને ન પચાવી શકનાર માટે તે આરોગ્યપ્રદ નથી, એ જ અનેકાન્ત. અનેકાન્ત એટલે જયાં જ્યાં જે સત્ય હોય ત્યાં ત્યાં તેને સ્વીકાર અને સમર્થન. પચાવી શકનાર માટે ધી આરોગ્યપ્રદ છે એ વાત જેટલી સાચી છે, તેટલી જ સાચી વાત પચાવી ન શકનાર માટે ધી આરોગ્યપ્રદ નથી તે છે. આ બંને અપેક્ષાઓ યથાર્થપણે સમજી ન શકનાર ઘીને યથાયોગ્ય ઉપયોગ નહીં કરી શકે. તેમ જ કરાવી પણ નહીં શકે અને સ્વપરને હાનિ કરી બેસશે. ધીનું ઉદાહરણ સ્થૂલ ભૂમિકા પર છે. પણ તેનાથી સિદ્ધ થતી હકીકત સૂક્ષ્મ ભૂમિકા પર પણ એટલી જ સાચી છે. એક અપેક્ષા સ્વીકારી બીજી અપેક્ષા પ્રત્યે તિરસ્કાર સેવનારની ગણતરી ખાહીમાં થાય છે અને આગ્રહી સત્યશોધક બની શકતો નથી. શતની ઘેધ અનેકાન્ત દ્વારા જ શકય બને છે. અનેકાન્તવાદ જૈનદર્શનની વિશિષ્ટતા છે. જૈનદર્શન એકાન્ત કોઈ પણ દર્શનનું ખંડન કર્યા વગર જે જે અપેક્ષાએ જે દર્શનની વાત સત્ય હોય તે તે અપેક્ષાએ તે તે દર્શનની વાત સ્વીકારી સર્વને ન્યાય અને આવકાર આપે છે. આ એની અપ્રતિમ વિશાલ દષ્ટિ અને ઉદારતાનું પ્રતીક છે. એની આ ખૂબીને અન્ય કોઈપણ દર્શન સ્પર્શી પણ શકયું નથી. જગતને વિનાશપંથે પરી રહેલા વાદવિવાદો એકાન્તના આગ્રહમાં હોવાથી અન્ય વાદોને સમાવવા અસમર્થ છે. જયારે જૈનદર્શનની અનેકાન દષ્ટિ તે સઘળાંને શાંતિપૂર્વક સમાવવા સમર્થ છે. અનેકાન્તવાદ અપનાવી આજે પણ જગત ન્યાય શાંતિ અને સુખનું મંગલ સામ્રાજ્ય સ્થાપી શકે છે. આ માટે જ જૈનદર્શનમાં નોની ચર્ચા છે અને પ્રસ્તુત ગ્રંથથી નયચક્રને વિષય જોતાં એ વાત સ્પષ્ટપણે સમજાઈ જાય છે. અમારા મતે વિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેવ મહાપુરુષ વાદપ્રિભાવક પૂ. આ. દેવ મલવાદી સૂ. મ. જેનદર્શનની નય વિચારણાના પ્રાચીન અને વિચક્ષણ તાર્કિક છે. તેઓ પોતે જ પિતાનાં આ ગ્રન્થમાં જેનદર્શનની ચાલી આવતી નય વિચારણાઓ કેટલી સૂક્ષ્મ હતી તે બતાવે છે. તેઓ ખૂદ જ લખે છે કે આ ગ્રંથ પૂર્વ મહોદધિ સમૃસ્થિત નયપ્રાભૂત તરંગાગમ પ્રમુખ ક્લિષ્ટાર્થ કણિકા માત્ર છે (ભા. ૧. ૫. ૯ મુદ્રિત). આથી નયપ્રાભૂત જેવા પૂર્વો અને “સપ્તનયશતાર” જેવા છે એ પ્રાચીનકાળમાં પણ જૈન નયવાદના અખૂટ ખજાનાઓ હતા. મા તે ખૂદ ગ્રંથકાર જ આ પિતાના ગ્રંથને પૂર્વરૂપ મહાસમુદ્રમાંથી ઉછળેલા નયપ્રાભૃતરૂપ તરંગથી છૂટી પડેલી એક જનકણિકા સમાન કહે છે. તે તેની પાસે નથની પૂર્વપરંપરા કેવી ભવ્ય હશે ? તેમનાં સ્તાવ : આ શાસનપ્રભાવક જ્ઞાનક્રિયાયોગી મહાપુરુષના નામને ઉલ્લેખ સર્વપ્રથમ હરિભદ્રસૂરિ મ. ની અનેકાન જયપતાકામાં તથા ગબિદુની પણ ટીકામાં દેખાય છે. શાંતિસૂરિ મહારાજે તે ન્યાયાવતાર વાતિકની વૃત્તિમાં મલ્લવાદીસૂરિ મહારાજની એક કાવ્યમાં પણ અદભુત સ્તુતિ કરી છે. અને વાદિવેતાલ શાંતિસૂરિ કૃત ઉત્તરાધ્યયન સુત્રની પ્રાકૃત ટીકામાં તે નયચક્રના નામને ઉલ્લેખ અને નયચક્રની યુકિત પણ મળે છે. ભદ્રેશ્વર સૂ. મ. જે પ્રાકૃત કથાવલીમાં નયચક્ર અને મલવાદીને ગ્ય પરિચય આપ્યો છે. મલધારી હેમચંદ્રાચાર્ય કૃત વિશેષાવશ્યક ભાગની ટીકામાં નયચકને નિર્દેશ છે. કલિકાલસર્વશે તે ‘અનુમલવાદિન તાર્કિકા :' કહીને સિદ્ધહેમવ્યાકરણમાં એમની તાર્કિકતાની સર્વોત્કૃષ્ટતા ગાઈ છે. તે પછી સહસ્ત્રાવધાની મુનિસુંદરસૂરિ વિગેરે અનેકાનેક આચાર્ય ભગવંતેએ નયચક્ર તથા મલ્યવાદીસૂરિને વ્યા છે. છેવટના ન્યાયાચાર્ય ન્યાયવિશારદ યશોવિજય ઉપાધ્યાયજીએ આઠ પ્રભાવકની સજઝાયમાં મલ્લવાદીસૂરિને વાદીપ્રભાવક તરીકે સ્તવ્યા છે અને દ્રવ્યગુણપર્યાયના રાસમાં પ્રતિપાદન કર્યું છે કે નયચક્રના એક અરમાં બારે અર ઊતારી શકાય છે. આમ ગ્રંથ અને ગ્રંથકારને અનેકાનેક જૈનાચાર્યોએ સ્તવ્યો છે. આ વાદિપ્રભાવક સૂરિશ્વરની વાદશકિત, તર્કશકિત ખરેખર તેમના કાળમાં પરવાદીરૂપ તારલાઓ માટે મધ્યાહનકાળના તપતી સૂર્ય જેવી હતી. એમની રચના પણ એટલી અદભુત છે કે તેમના કાળમાં અને તે પૂર્વમાં રચાયેલા ગ્રંથે અને ગ્રંથકારોના મર્મને લઈ એમનાં જ વચનનો આધાર લઈને તેમનાં વાદોને કે સિદ્ધાન્તોને અલૌકિક શૈલીએ અને કોઈ પણ કઠોર વચનને પ્રયોગ કર્યા વગર વ્યાજય કોટીએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એમણે લીધેલા કેટલાક ગ્રંથ એવા છે કે જે હાલમાં ઉપલબ્ધ થતાં નથી અને વર્તમાનમાં ઉપલબ્ધ થતા ગ્રંથોમાં જોવા ન મળે એવા લાંબા લાંબા પૂર્વપક્ષો અને લાંબી લાંબી ચર્ચાઓ કે જે જટિલ હોવા છતાં સરસ અને સરલ રીતિએ રજૂ કરી દુર્ભે ઘા યુકિતઓથી નિરાકરણ કરવામાં સિદ્ધહસ્ત છે. એમના ગ્રન્થના વાંચનાર અને ભણનારને તરત જ ગ્રાહ્ય થઈ પ્રકાણ્ડ વાદી બનાવી દે છે. એ આ વિશાળ અને ગંભીર ગ્રન્થરત્ન જેન જગતમાં અપૂર્વ છે. આ વિશાળ ગ્રન્થરાશિનું પૂનિત સંપાદન મારા ગુરુદેવ પૂ. નાચાર્ય દેવ શ્રીમદવિજ્ય લબ્ધિસૂરિશ્વરજી મહારાજે કરેલ છે. તેના ચતુર્થ ભાગનું ઉદઘાટન ભારતીય તત્ત્વજ્ઞાનના નિષ્ણાત છે. શ્રી રાધાકૃષ્ણનના હાથે થયેલ છે. ત્યાર બાદ વિદ્રવર્ય શ્રી જંબુવિજયજીએ પણ આધુનિક અનેક સાધનને પરિશ્રમપૂર્વક ઉપયોગ કરી, નયચક ગ્રન્થનું પ્રકાશન આરંભ્ય છે. બે ભાગ બહાર પડયાં છે અને ત્રીજો હજી બાકી છે તેમ જાણવામાં આવ્યું છે. હજુ અભ્યાસની દષ્ટિએ આ ગ્રન્થને વિદ્વાનોએ બહુ વિચારવા જેવો છે. માત્ર અતીવ સંક્ષેપથી કંઈક તેના વિષયને ખ્યાલ રાજેન્દ્ર તિ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy