SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ આવે તે હેતુથી, ચતુર્થ ગ્રન્થની મારી પ્રસ્તાવનામાં જે કેટલાક વિષય આપે છે તે વિસ્તૃત પ્રસ્તાવનામાં આ ગ્રન્થના કર્તા તેમ જ અન્ય ઐતિહાસિક પુરુષને સમય નક્કી કરવાનો મેં યત્કિંચિત પ્રયાસ પણ કર્યો છે. અને તે શૈલિ ડો. આદિનાથ ઉપાબે જેવાઓને વિચારપૂર્ણ લાગી છે તેવું પણ જાહેર થયેલ છે, માટે જૈન ઈતિહાસના રસિયાએ તે ઐતિહાસિક નિરૂપણ તે ગ્રન્થની પ્રસ્તાવનામાં જ વાંચે. - અત્યારે તો તેમાં કરાયેલ નિરૂપણની આછી રૂપરેખા જ અહીં આપવામાં આવે છે. નયની વ્યાખ્યા : અનેકાન્તવાદનું જ્ઞાન નય જ્ઞાન વિના શકય નથી. નય ‘ની' ધાતુથી બનેલે એક શબ્દ છે “નીયતે પ્રાપ્યતે તત્ત્વ અને ઈતિ નય:' આ છે એની વ્યુત્પત્તિ. હવે આપણે એને રૂપાર્થ એઈએ. પ્રત્યેક પદાર્થના અનંત ધર્મો છે. જુદી જુદી દષ્ટિએ આ ધમે જુદા જુદા છે. આમાંને ઈષ્ટ ધર્મ સમજવા માટેની દષ્ટિ વિશેષ તે નય. પ્રત્યેક નય બે પ્રકારે છે. નય અને દુર્નય એક પદાર્થના ચોક્કસ ધર્મનું પ્રતિપાદન તેના અન્ય ધર્મોની ઉપેક્ષા કર્યા વગર કરે ત્યારે તે નય કહેવાય છે અને વિપરીત પણ કરે ત્યારે તે દુય કહેવાય છે. જેમ કોઈ કહે કે “વસ્તુ સરૂપ જ છે” તે વાત દુર્નય છે કેમ કે તે વાદમાં અસરૂપતાને નિષેધ કરીને માત્ર સરૂપતાને જ બતાવવામાં આવે છે અને ‘વસ્તુ સત છે એમ કહેવામાં આવે તે વાદ નય છે. કારણ તેમાં અસરૂપતાને નિષેધ કરાતો નથી. નય અને પ્રમાણની વ્યવસ્થા : વસ્તુ અનંતધર્માત્મક છે તે વસ્તુ એક ધર્મ દ્વારાએ પણ જાણી શકાય છે અને અનેક ધર્મ દ્વારા પણ જાણી શકાય છે. અનેક ધર્મ દ્વારા વસ્તુનું જે જ્ઞાન કરાય તે પ્રમાણ કહેવાય છે. એક ધર્મ દ્વારા વસ્તુનું જે જ્ઞાન કરાય તે નય કહેવાય છે. તે બન્નેથી વસ્તુનું જ્ઞાન થાય છે. “પ્રમાણ નવૈરધિંગમ” (તાવાર્થ-૧-૬) પ્રમાણથી વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે. નયથી એક અંશનું જ્ઞાન થાય છે. બંને વસ્તુનું તત્ત્વ જ્ઞાનમાં ઉપBગી છે. વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ દર્શાવનાર પ્રમાણ છે. આંશિક સ્વરૂપને દર્શાવનાર નય છે. પરસ્પર નિરપેક્ષ નો એકાન્તવાદ રૂપ હોવાથી જગતને માટે અનુપયોગી છે. જગતને ઉપગી ત્યારે જ બને કે પરસ્પરથી સાપેક્ષ ભાવે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી તેની નાની અવસ્થાઓને વિચાર કરવામાં આવે તે જ વિચાર અને એકાન્તવાદ અથવા સ્વાદવાદ કહેવાય છે. જગતને રક્ષક હોવાથી સ્યાદવાદ લેકનાથ પણક હેવાય છે. નયચકને આ જ અભિપ્રાય છે એમ સ્થાને સ્થાને અને અંતમાં સુચારૂ રૂપથી નિરૂપણ કરી જૈન શાસનની સત્યતા સાબિત કરી છે. ચકની ઉપમા અને નયનચક્રની ઉત્કૃષ્ટતા : આ ગ્રંથરત્નનું નયચક્ર નામ અન્વર્થ જ છે. સર્વોપરી ચક્રવતી બનતાં પહેલાં જેમ સમસ્ત ભરતના રાજવીઓને રાજા જીતી લે છે, કારણ કે ચક્રરત્ન જેની પાસે હોય તેને પરાજય કોઈ કરી વ. નિ, સં. ૨૫૦૩ શકતું નથી. તે સદા વિજયી જ રહે છે. આ ગ્રંથરત્નનું પણ એવું જ છે. જેમ શસ્ત્રયુદ્ધમાં ચક્રરત્ન શ્રેષ્ઠ છે તેમ શાશ્વયુદ્ધમાં આ નય રત્ન કોણ છે. ચક્રરત્ન વડે રાજા - મહારાજાઓમાં ચક્રવર્તી થવાય છે તેમ આ નયચક્ર વડે વાદિમાં ચક્રવર્તી થવાય છે. સામર્થ્યની આ સમાનતા સિદ્ધ કરવા જ પ્રસ્તુત ગ્રન્થરત્નને નયચક નામ આપવામાં આવ્યું હશે એમ અનુમાન કરી શકાય. નયચક્રકાર પણ ગ્રંથના અંતમાં એમ જ કહે છે કે “જેમ ચક્રવતીને ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવા સારું ચક્રરત્નની આવશ્યકતા પડે છે તેમ વાદિ ચક્રવતપણાને મેળવવા માટે આ નયચક રત્નની આવશ્યકતા છે. ખાસ નોંધપાત્ર વાત તો એ છે, કે સામર્થ્યની અપેક્ષાએ એની અને ચક્રરત્નની વચ્ચે જેવી સામ્યતા છે તેવી જ સામ્યતા રચનાની અપેક્ષાએ એની અને જૈનદર્શનમાં કાલની ગણતરી માટે સ્વીકારાયેલા કાલચક્રની વચ્ચે છે. નયચક્રમાં બાર એર છે. કાલચક્રમાં પણ બાર અર છે. જેમ નયચક્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાચિક એમ બે વિભાગ છે. તેમ કાલચકમાં પણ ઉન્નપિણી અને અવસર્પિણી એમ બે વિભાગ છે. કાલચક્રના આ બન્ને વિભાગ છ છ અને ધરાવે છે. તે ક્રમસર એક પછી એક અવિરામપણે આવ્યા જ કરે છે. તેથી નયચક્રને સામની અપેક્ષાએ ચકરત્નની અને રચનાની અપેક્ષાએ કાલચક્રની ઉપમા યથાર્થપણે ઘટે છે. ચક્રરત્નના ધારક મહાસમર્થ ચક્રવર્તી ઉપર સંસારમાં કોઈ પણ વિજય પામી શકતું ન હોવા છતાં કાલચક્ર એને સહજમાં ભરખી જાય છે. તેથી ચક્રરત્ન કરતાં કાલચક્રની ઉત્કૃષ્ટતા સિદ્ધા થાય છે પણ (ચક્રોમાં) નયચક્ર રત્ન સર્વોત્કૃષ્ટ છે. તે ફકત સર્વપ્રકારના વાદને જ વિજય નથી અપાવનું પણ ભવભ્રમણામાંથી આત્માને મુકત કરી કાલચક્રની અસરથી આપણને પર કરી તેના પર પણ વિજય અપાવે છે. નની સત્યાસત્યતા : કેમ કે નયચક્રને પ્રધાન વિષય આ જ છે. “વિધિનિયમભગવૃત્તિવ્યનિરિકતવાદનર્થક વચેવત! જૈનાદન્યચ્છાસનમનુ ભવતીતિ વૈધર્મમ” આ સૂત્રરૂપ કારિકામાં આજ વસ્તુ બતાવવામાં આવી છે. વિધિ અને નિયમના આધારે બાર ભંગ થાય છે. તે બાર ભંગ બાર નય (સહ) છે. તે બધાં પરસ્પર નિરપેક્ષ થઈને અજેનશારાની જેમ વિચાર કરે તે અસત્યાર્થીને પ્રકાશ કરવાથી અસત્ય છે અને તે બધાં પરસ્પર મળીને અવિરોધપણે વિચાર કરે તે તે જેનશાસનની સાપેક્ષ વિચારણારૂપ હોવાથી સત્ય છે. કેમ કે વસ્તુ સામાન્ય વિશેષાઘનન્સ : ધર્માત્મક છે. તે જ રૂપે બધા નથએ મળીને સાપેક્ષાપણે વિચાર કરવો જોઈએ. સાપેક્ષ નિરપેક્ષ વિચાર જ 'ગ્રંથકારે આ ગ્રંથમાં દર્શાવ્યો છે. આ ગ્રંથમાં કોઈ પણ સ્થળે નય અને દુર્નયના ભેદની વિચારણા કરી નથી ફકત નાની વિચારણા કરી છે. જો કે સંમતિતર્કમાં સિદ્ધસેનદિવાકર સૂ. મ. ના ગ્રંથમાં આ ભેદ જોવામાં આવે છે છતાં મલ્લવાદિ સૂ. મ. આ ભેદોને કેમ સ્થાન નથી આપ્યું? ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy