SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) યોગશાસ્ત્ર, યોગબિંદુ, યોગષ્ટિ સમુચ્ચય, ધ્યાનશતક, જ્ઞાનાર્ણવ વગેરે જેન યોગના ગ્રંથ. * (7) અભિધાન ચિંતામણી, ધનંજય નામમાળા, દેશી નામમાળા, “અભિધાન રાજેન્દ્ર” વગેરે શૂબ્દકોશે તથા અનેકાંત રત્નમંજૂષા (જેમાં એક શ્લોકના ૮ લાખ અર્થ આપેલ છે) શતાર્થ વીથી (જેમાં એક શ્લેકના સે અર્થ કર્યો છે) વગેરે શબ્દ - ચમત્કૃતિના ગ્રંથો. | (7) જૈનશૈલીને અનુસરતા સંગીતશાસ્ત્ર, જૈનવૈદ્યક, જૈન આહાર વિધિ, ભક્ષાભક્ષ્ય વિવેક, ચૈતન્ય વિજ્ઞાન, કર્મ વિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવ શાસ્ત્ર, નીતિ શાસ્ત્ર આદિ ગ્રંથો. * આ રીતે દરેક પ્રકારના જુદા જુદા પ્રકારની યોગ્યતાવાળા આત્માઓ જુદા જુદા પ્રકારને અભ્યાસ કરી શકે તે માટેનું વિપુલ જૈન સાહિત્ય પૂર્વના મહાપુરુષોએ રચેલ છે. ગુજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા રાસાઓ ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાના સ્તવનો, નાના-મોટા સ્તવન-સજઝાયના ઢાળિયાએ, સ્તવન ચોવીશીઓ, ચૈત્યવંદન ચોવીશીએ સ્તુતિ વીશીઓ, સ્તવન વીશીઓ, સમુદ્ર-વહાણ સંવાદ, ચૈત્યવંદન સ્તુતિ-સ્તવન-સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વના મહાપુરૂએ રચેલ છે. વર્તમાનમાં પણ સ્વ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. શ્રીની પ્રેરણાથી તેમના શિષ્ય-પ્રશિષ્યાદિએ લાખ શ્લોક પ્રમાણ કર્મ - વિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નિર્માણ કરેલ છે. આ શું થાના અભ્યાસ માટે વ્યવસ્થિત મોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ, ઉચ્ચ પ્રકારના ઈનામે અને પ્રમાણપત્રો આપવામાં આવે, તે તે ગ્રંથોના વ્યવસ્થિત અભ્યાસ માટે કેન્દ્રો ઊભા કરવામાં આવે તે પૂર્વના મહાપુએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાના જુદા જુદા શાસ્ત્રને અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર પુરુષો મળી રહેશે. તે તે ગ્રંથોનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તો જૈન શૈલી અનુસાર નવા વિવેચને, સ્પષ્ટીકરણો અને સંશોધનો ઉમેરાશે અને આપણી આ ઉપકારક પ્રાચીન વિદ્યા ચિરકાળ જીવંત રહેશે. આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખ પુસ્તકો વિદ્યમાન છે, છતાં તેના અભ્યાસની યોગ્ય દિશા હાલમાં લગભગ બંધ પડી છે. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા--મહેસાણા, તે અંગે આંશિક કાર્ય કરી રહી છે, પણ તેને વિશિષ્ટ રીતે ચાલુ કરવામાં આવે તે માનવજગતને અત્યંત ઉપકારક નીવડે તેમ છે. શકિતસંપન્ન આત્માઓ એ માટે યોગ્ય પ્રયત્ન કરે એ જ અભ્યર્થના NR * વી. નિ. સં. ૨૫૦૩ Jain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy