SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ અભયકુમાર જેવા બુદ્ધિનિધાન મંત્રીને પણ કાનની બૂટ પકડાવનાર ચાર રોહિણેયના ચેરજીવનની કથા લઈ, એનાં હૃદય પરિવર્તનની ઘટનાને કેન્દ્રબિંદુ બનાવીને રચાયેલું આ નાટક : ____ दर्शन ध्यान संस्पर्श :, मत्सी कूर्मी च पक्षिणी। વારમઝાન્ન, તથા કાન સંજતિ : // તેમ જ સત્યંતિ : કથા વા ન રતિ વસ” આવી ઉકિતઓમાં વર્ણવેલી સત્સંગતિની અજાયે ને અનિચ્છાએ પણ થઈ ગયેલી અનુભૂતિ કે સ્પર્શનનાં ફળ કેવાં મીઠાં નીપજે છે ! આ હકીકત, તેનું જવલંત દષ્ટાંત પૂરું પાડે છે. આ ઉપરાંત ભગવાન મહાવીરે પ્રબોધેલા, સૂક્ષ્મ કે ભૂલ કોઈ પણ વસ્તુ, તેના માલિકની અનુમતિ સિવાય લેવા રૂપ અસ્તેયના સિદ્ધાંતને પાઠ પણ આડકતરી રીતે શીખવે છે. રૌહિણેયને અનિચ્છાએ પણ સત્સંગતિ કઈ રીતે થઈ ગઈ? તે જાણવા માટે પ્રસ્તુત નાટકમાં વર્ણવેલી એના જીવનની ઘટનાઓ આપણે ટૂંકાણમાં જોઈએ: રૌહિણેયને પિતા લેહખુર નામે મગધનો પ્રખર ચેર છે. અનેક ચોરોને એ નાયક હોવા ઉપરાંત ‘અદશ્યકારિણી' વગેરે વિદ્યાઓ પણ જાણતા હતા. આ જ કારણે એ દુધ અને દુજોય થઈ ગયો હતો. એણે પિતાનાં મરણ વખતે, ચૌર્યવિદ્યામાં પોતાથી યે સવાયા પારંગત પુત્ર રોહિણેયને એક પ્રતિજ્ઞા લેવડાવી કે : “રૌહિણેય ! તારે પ્રાણાંતે પણ શ્રમાણ મહાવીરનું વચન સાંભળવું નહિ ને તેને પરિચય કરવો નહિ.” દુનિયા માટે દુજોય ગણાતો લોહખુર એકમાત્ર ટામણ મહાવીરથી ખૂબ ડરતો. એને ખબર હતી કે મહાવીરના નજીવા પરિચયે પણ માણસમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. ને જે એમ થાય તે પેતાને વારસાગત ચારીને ધંધો ને તેના કારણે મેળવેલી પ્રતિષ્ઠા પળવારમાં ખંડિત થઈ જાય. આ એની દહેશત હતી. એટલે એ પોતે તો જીવનભર મહાવીરથી દૂર જ રહેશે, પણ પોતાના પુત્રને પણ તેણે એમનાથી દૂર રહેવાની આવી પ્રતિજ્ઞા કરાવી. પ્રતિજ્ઞા લેવરાવતાં પૂર્વે તેણે મહાવીર વિપે રૌહિણેયને અગણિત વિચિત્ર કાલ્પનિક વાત કહી. આ બધાથી દોરવાયેલા રૌહિણેયે પ્રાણના ભાગે ‘પણ’ પાળવાનું વચન આપીને આ પ્રતિજ્ઞા લીધી. એથી સંતોષ પામેલે લોહખુર નિરાંતે મર્યો. એ પછી સ્વતંત્રપણે આરંભાયેલી રૌહિણેયની મગધના મહાચોર તરીકેની કારકિર્દી જયારે ટોચે પહોંચી અને તેને પકડવામાં મગધની તમામ દંડશકિત નાકામિયાબ પુરવાર થઈ ત્યારે મહામંત્રી અભયકુમારે પ્રજાને ભયમુકત કરવા માટે પોતે જ રૌઢિાયને પકડવાનું બીડું ઝડપ્યું. લોકોને લાગ્યું કે હવે ચોરનું આવી બન્યું ! અને બન્યું પણ એવું જ. જ્યારે અભયકુમાર પોતાની જાસૂસી જાળ ને સૈન્યશકિતને હબદ્ધ ગઠવી રહ્યા હતા, ત્યારે જ રૌહિણેયને રાજગૃહીમાં ચોરી કરવા જવાનું સૂઝયું. તે રાજગૃહી ભણી નીકળી તો પડ્યો પણ ધૂનમાં ને ધૂનમાં તેને એ ખબર ના રહી કે માર્ગમાં મહાવીરનું સમવસરણ છે ને તેમને ઉપદેશ ચાલી રહ્યો છે. સમવસરણની તદન નજીક પહોંચ્યો ત્યારે જ તેને આ વાતનો ખ્યાલ આવ્યો કે પ્રતિજ્ઞાભંગ થઈ જશે. આ વિચારથી તે વિહ્વળ થઈ ગયો. પણ હવે કોઈ ઉપાય ન હતો. ગમે તે તરફ જાય પણ મહાવીરના શબ્દો કાને પડવાના જ. જીવનનું કોઈ મહાન પાપ પોતે કરી રહ્યો છે એમ તેને લાગ્યું. આ પાપથી બચવા ખાતર તેણે પોતાના બનને કાનમાં આગળી ખેચી દીધી ને ખેતર કે રસ્તે જોયા વગર આડેધડ દોડવા લાગ્યો. પણ ઝડપથી દોડવા જતાં પગમાં ધારદાર સોયા જેવી કાંટાની શૂળ ભેંકાઈ ગઈ, તે કાઢયા વિના ચાલવું અશક્ય બન્યું. એ કાઢવા માટે તેણે મોં વતી પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ. એને માટે ધર્મસંકટ ખડું થયું. કાંટો કાઢ્યા વિના ચલાય નહિ ને કાંટે કાઢવા માટે કાનમાંથી હાથ છુટો કરે તે મહાવીરનું વચન કાને પડી જાય તે પ્રતિજ્ઞાભંગ થાય. પણ જો હવે જલદી આગળ ન વધે તો પકડાઈ જવાને પણ સંભવ હતો. એટલે તેણે એક હાથ છૂટો કર્યો ને કાંટો ખેંચી કાઢયો. પણ, આમ કરવામાં વીતેલી ગણતરીની પળોમાં પણ એના કાને ભગવાન મહાવીરનાં વેણ પડી જ ગયાં. અત્યારે એ જેને સાંભળવામાં મહાપાપ માનતા હતા, એ જ વેણ ભવિષ્યમાં એની રક્ષણઢાળ બની ગયાં, એટલું જ નહિ, એના હૃદય પરિવર્તનનું પણ મહાન નિમિત્ત બની ગયાં. આ રહ્યા ભગવાનના એ શબ્દો : દવોને પરસેવો થાય નહિ, દેવોને થાક લાગે નહિ, દેવને રોગ થાય નહિ, દેવાની ફૂલમાળા કરમાય નહિ; દેવો પૃથ્વીથી અદ્ધર ચાલે, દેવોની આંખમાં પલકારા ન હોય; દેવ-વસ્ત્ર સદા વપરાય છતાં નિત્ય નૂતન રહે; દેવના શરીર સુગંધયુકત હોય, દેવ, વિચાર માત્રથી ધાર્યું કાર્ય કરી શકે, આ વચન, પ્રવુ રળિય માં મુનિ રામભદ્ર સાક્ષાત ભગવાન મહાવીરના મુખે બેલાઈ રહ્યાં હોય તે રીતે એક શ્લોકમાં પરોવી દીધાં છે. જોવાની ખૂબી તો એ છે કે આવા લોકોત્તર પુરુષનું પાત્ર પણ તેમણે નેપથ્યમાં (પા-પાત્ર તરીકે રજૂ કર્યું છે એટલે કાંટો કાઢી રહેલા રૌહિણેયના કાનમાં નેપથ્યમાંથી ભગવાન મહાવીરની ધીર અને મેઘગંભીર વાણી પ્રવેશી રહી છે : निःस्वेदाङगा : श्रमविरहिता नीरुजोऽम्लानमाल्या, अस्पृष्टोविलयचलना निनिमषाक्षिरम्या : । शश्वभ्दोगेड प्यमलवसना विस्रगन्ध प्रमुक्का श्चिन्तामानोपजनितमनोवाम्छितार्थाः सुराः स्युः ।। અને આ સાંભળનાર રોહિણેયનું પાત્રો આ વખતે વિચારે છે કે અરેરે ! મારી અનિચ્છા છતાં આ (મહાવીર-નાં પાત્ર)નું વચન મારાથી સંભળાઈ ગયું. મેં પિતાને આપેલું વચન પણ હું ન પાળી શકયો ! ધિક્કાર હો મને ! અને, આમ વિચારતો તે નગરમાં ચાલ્યો જાય છે. અહીં એ સમજાય તેવી વાત છે કે નાટકકારે ભગવાન મહાવીરનાં વચન ઉચ્ચારનાર એક પાત્રની કલ્પના કરી છે, જેને રૌહિણેયનું પાત્ર ‘મહાવીર’ સમજે છે પણ આવા લોકોત્તર ધર્મતીર્થકરની અશાતના ન થવા પામે, એ વાતને બરાબર લક્ષમાં રાખીને જ નાટકકારે “મહાવીર’ના પાત્રને રંગમંચ ઉપર સાક્ષાત (પ્રગટપણે) રજૂ ન થવા દઈને, તેને નેપથ્યમાં ગોઠવીને જાણે, દિવ્યગાન ચાલી રહ્યું હોય તેમ શ્લોકગાનને જ પ્રસારિત થવા દીધું છે. પણ આનો અર્થ એ નથી થતું કે રોહિણેય (નું પાત્ર અને પ્રેક્ષકjદ પણ, એ શ્લોકગાનને પ્રભુ મહાવીરના મુખે ઉચારાતાં વચનરૂપ નથી સ્વીકારતું. એ બધાં તો એમ જ સમજે છે કે, આ સાક્ષાત મહાવીર પ્રભુ જ બોલી રહ્યા છે અને એમ સમજીને તેઓ પોતાને ધન્ય પણ માની રહ્યા છે. આમ થાય એમાં જ નાટકનો ‘ભાવકના ચિત્તમાં વિગલિવેદ્યાંતર અને બ્રહ્માનંદ સહોદર રસની સમાધિ નીપજાવવાન’ ઉદેશ સફળ બને છે. વળી, નાટકકારની પાત્રગુંફનની કુશળતા પણ ભાવકના મનમાં રોચક અને ઊંડી છાપ અવશ્ય પાડી જાય છે. આ પછી તો રોહિણેય અભયકુમારની જાળમાં આબાદ ફસાઈ જાય છે. પણ પકડાવા છતાં તેને ચાર રાબિત કરે એવો ૧૨. રાજેન્દ્ર જયોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy