SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પ્રચાર માટે નાટક-કલાનો ઉપયોગ (પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદય પૂરીશ્વરજી મ.ના શિષ્ય) * લે. પૂ. મુનિશ્રી શીલચન્દ્ર વિજય મ. ભારતીય કલાના ચિત્ર, નૃત્ય, સંગીત અને નાટક વગેરે પ્રકારોને ઉપયોગ મુખ્યત્વે આ ત્રણ હેતુસર થાય છે : (૧) ભાવકના ચિત્તમાં રસનિષ્પત્તિ કરવા દ્વારા તેનું રંજન; (૨) ઐતિહાસિક કે કાલ્પનિક ઘટનાઓના માધ્યમે, લેકભાગ્ય શૈલીમાં, પ્રજાને અભિષ્ટ એવા રાજકીય કે વ્યાવહારિક હેતુઓની સિદ્ધિ અથવા ધાર્મિક સિદ્ધાંત અને ઉપદેશને પ્રચાર - પ્રસાર, (૩) ભારતીય (પ્રાચીન અર્વાચીન) સંસ્કૃતિનું સંરક્ષણ તથા સંવર્ધન. જેમ ચિત્ર, નૃત્ય અને સંગીત, તેમ નાટક પણ આ ત્રણે હેતુઓને બર લાવવાનું પ્રબળ અને શ્રેષ્ઠ સાધન મનાય છે. માત્ર અર્વાચીન યુગમાં જ નહિ, પણ પ્રાચીન ઈતિહાસકાળથી નાટકને આ હેતુઓ માટે ઉપયોગ થતો રહ્યો છે. હા, યુગભેદે તેમાં ભાષા અને રજુઆત વગેરેમાં અનેક પરિવર્તન થતાં આવ્યાં છે. સામાન્યત: કોઈ પણ નાટક-પછી તે રાજકીય ઘટના પર આધારિત હોય કે ઐતિહાસિક કે ધાર્મિક કથાવસ્તુ પર આયોજિત હોય તેનું ધ્યેય ‘રસનિષ્પત્તિ દ્વારા મનોરંજન’ જ હોય છે. એમાં જે સફળ ન થાય તે નાટક બીજા બે હેતુઓને ભાગ્યે જ પાર પાડી શકે છે, એટલે ખરી વાત એ છે કે “રસ નિષ્પત્તિ દ્વારા મનોરંજનનું કાર્ય સાધીને જ કોઈ પણ નાટક, તેના બાકીના બે હેતુને પાર પાડવા શકિતમાન બને છે. જ્યારે કાન્યકજનરેશ આમ રાજાના મનમાં, પોતાના ગુર. સિદ્ધ–સારસ્વત જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજીના ગુરબંધુઓ અને મહાન જૈનાચાર્યો-ગોવિંદસૂરિ તથા નમ્નસૂરિના ચારિત્ર્ય વિશે શંકા ઊપજી, ત્યારે તેનું નિવારણ કરવાને તે બન્ને આચાર્યોએ મોઢેરકથી કાન્યકુબ્ધ જઈ, નટવેષ ધારણ કરી, રાજસભામાં પિતાની ઉત્કૃષ્ટ અભિનયકળા દર્શાવવા દ્વારા વીર રસની એવી તે “વિચલિતવેદાન્તર” અનુભૂતિ કરાવી કે જેના પરિણામે ચાલુ નાટકે જ સભામાં બેઠેલા આમ રાજા વગેરે ક્ષત્રિયો રંગભૂમિને રણમેદાન સમજી બેઠા ને તલવાર ખેંચીને યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. એ જ વખતે પોતાનું ‘વિર: જો વા રસ : પોfuત :' આ વાત આમ રાજાને સમજાવવાનું મુખ્ય પ્રયોજન પૂરું થયું જોઈને બન્ને આચાર્યોએ નાટક, સમેટી લીધું. નાટકનો સામાન્ય પ્રયોજન'રસનિષ્પત્તિ અને તે દ્વારા મનોરંજનના માધ્યમથી ઉદ્દેશ સિદ્ધિ' નું આ ઉમદા ઉદાહરણ છે. (૨) માલવપતિ રાજા ભોજ જયારે અન્ય દેશ પર ચડાઈ કરવાનું વિચારતા હતા ત્યારે, તેનું આક્રમણ ખાળવાના એક રાજકીય ઉપાય તરીકે, તૈલંગણના રાજા તૈલપદેવના હાથે થયેલા માલવપતિ મુંજના ઘેર પરાજય અને દયાજનક અને મૃત્યુના પ્રસંગોને આવરી લેતું એક નાટક ભોજરાજાને દેખાડવામાં આવેલું અને તેથી એ નાટકના પ્રયોજકને રાજકીય હેતુ-ભેજ રાજાના આક્રમણના પ્રવાહને અન્યત્ર વાળવાને-બરાબર સફળ થયો-બર આવી ગયો. (૩) અને, ભારતીય સંસ્કૃતિનાં સંરક્ષણ અને સંવર્ધન માટે નાટકનો ઉપયોગ જેમ આજે થાય છે તેમ પ્રાચીન કાળમાં પણ થતો જ હતે. આપણાં પ્રાચીન, પ્રાચીનતમ નાટયશાસ્ત્રનાં ગ્રન્થ આ વાતના પુરાવા આપે છે. જેમ, આ બધા હેતુઓ સર નાટકો પ્રજાય છે, તેમ ધાર્મિક સિદ્ધાંત અને ઉપદેશોને જન સાધારણ સુધી પહોંચાડીને વ્યવહાર રીતે અમલી બનાવવા માટે પણ નાટક-કલાને આશ્રય સૈકાઓથી લેવાતો આવ્યો છે. આ બાબતથી જૈનધર્મ પણ વેગળ નથી રહ્યો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના યુગમાં અને મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના સમયમાં, ગુજરાતમાં પ્રવતે લા સંસ્કારિતાના સુવર્ણયુગમાં જેમ ઈતર સાહિત્ય અને ઈતર નાટક સાહિત્ય રચાયું છે તેમ જૈન નાટક-સાહિત્ય પણ રચાયું છે. એટલું જ નહિ, પણ રંગભૂમિ પર તેની અસરકારક અને લોકરંજક રજૂઆત પણ થઈ છે. આવી રચનાઓમાં મુદ્રિતકુમુદચન્દ્ર, મહરાજ પરાજય, પ્રબુદ્ધ રૌહિણેય વગેરે નોંધપાત્ર છે. કલિકાલસર્વજ્ઞના પટ્ટધર અને સ્વતંત્રતાના પરમપૂજક આચાર્ય રામચંદ્રસૂરીજીએ જ સો જેટલાં સાહિત્ય પ્રબંધો રચ્યાં હતાં, જેમાં સંસ્કૃત નાટકોની સંખ્યા ગણનાપાત્ર હોવાનું શકય છે. આ જૈન નાટકો (જે મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં છે)ને મુખ્ય ઉદ્દેશ અહિંસા, અપરિગ્રહ, ત્યાગ અને વૈરાગ્યની ભાવના, આત્મશાંતિ અને એ બધાં વડે ‘પ્રાપ્તવ્ય’ એવા મેક્ષ વગેરે વગેરે જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો અને તેને અનુસરનારા ઉપદેશની લોકહૃદયમાં સ્થાપના-પ્રભાવના કરવી, એવું છે. આ માટે જૈન નાટકોના પ્રણેતાઓએ, કયારેક સંસારની અસારતા અને તેથી જ તેના તરફની આસકિતને ત્યાગ કરવા પૂર્વક સંવેગ અને નિર્વેદથી ભરપૂર વૈરાગ્યરસની ગ્રાહ્યતાનું નિરૂપણ કરતી કાલ્પનિક રૂપકકથાઓનું આલંબન લીધું છે. દા. ત. મહરાજ પરાજય નાટક; તે તેમાં કયારેક ધર્મક્ષેત્રે બની ગયેલી ઈતિહાસપ્રસિદ્ધ ઘટનાઓને આધાર લીધે છે. દા. ત. પ્રબુદ્ધ રૌહિણેય નાટક, નાટક જયારે ઐતિહાસિક ધર્મકથા પર આધારિત હોય ત્યારે તેની પાત્રસૃષ્ટિમાં, કથાની સાથે અને એથી જ નાટકમાં સંકળાયેલા ધર્મપુરુષોને પણ તેમાં સમાવેશ કરવો આવશ્યક થઈ પડે છે. પણ આમ કરવા જતાં એ ધર્મપુરુષની અને એ દ્વારા ધર્મની આશાતના થઈ જવા ન પામે, તેમ જ ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણી દુભાવા ન પામે એને નાટકકારે ખાસ ખ્યાલ રાખવો પડે છે. એવી ચીવટપૂર્વક કરાયેલી પાત્રકલ્પના, નાટકની કથાવસ્તુને તથા રજૂઆતને કોઈ અનેરો જ ઉઠાવ આપે છે. આવા જ એક ઉઠાવદાર નાટક કદ્ર રોયમાં નાટકકર્તાએ ખુદ શ્રમણ ભગવાન મહાવીરદેવને પાર્શ્વ- પાત્ર તરીકે થાક્યા છે. આવા પાત્રનું સંયોજન કરવાની નાટકકારની કુશળતા દાદ માગી લે તેવી છે. ઝવૃદ્ધ રોયિ ના પ્રણેતા, વિક્રમના બારમા સૈકામાં થયેલા અને તેરમા સૈકામાં દિવંગત થયેલા બૃહદ્ગછીય મહાન જૈનાચાર્ય શ્રી વાદી દેવસૂરિ મહારાજની પટ્ટધર સૈદ્ધાંતિક શિરોમણી આચાર્ય શ્રીજ્યપ્રભસૂરીજીના શિષ્ય, મધુરવાણીના ઉદ્ગાતા મુનિ રામભદ્ર છે. તેમણે રચેલું આ નાટક, તેરમા શતકમાં ગુજરાતના પાટણ શહેરમાં શ્રી યશવીર અને શ્રી અજયપાલ નામક બે કોષ્ઠિબંધુઓએ કરાવેલા શ્રીયુગાદિદેવ પ્રસાદની અંદર, પ્રથમ રજૂઆત પામ્યું હતું. જયારે મગધ દેશ પર સમ્રાટ, શ્રેણિક બિંબિસારનું શાસન પ્રવર્તતું હતું. ભારતવર્ષમાં અહિંસામૂર્તિ, પ્રેમાવતાર, ભગવાન મહાવીરનું ધર્મચક્ર પ્રસરી ચૂક્યું હતું, પિતાની વિદ્યાશકિત વડેથી વિ. નિ. સં. ૨૫૦૩ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy