SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ દાર્શનિક પુરાવો નથી મળતો એટલે રાજા તેને, ચારને કરાતી સજા નથી કરતા, પણ અભયકુમાર આથી નાસીપાસ નથી થતા. તે તો નવીન યુકિત જ અજમાવે છે. રૌહિણેયને ઉત્કટ પ્રકારને મધ પાઈને બેહોશ બનાવે છે ને પછી રાજમહેલમાં સ્વર્ગનું. જીવંત વાતાવરણ રચી દે છે. સ્વર્ગના એક દેવવિમાનના સ્વામી તરીકે બેહોશ રૌહિણેયને ગોઠવી દે છે. ચોપાસ સ્વર્ગની અપ્સરાઓને દેવદેવીઓ રૂપે સુનિપુણ સેવકગણને ગેટવે છે. એ બધા કર્ણમધુર શબ્દોથી રોહિણેયને જગાડે છે. અર્ધજાગૃત દશામાં આ બધું સાંભળીને રૌહિણેયને, પોતે સાચે જ દેવગતિમાં હોવાને ભ્રમ-ઘડીભર થાય છે. ઈશિતાકારથી જ માનવ મનને પરખનારા સેવકો આ સમજી જાય છે ને તેઓ સાવધપણે-ભૂલ ન થાય તેની તકેદારીથી, પૂછે છે : હે સ્વામિન ! અમને દેવલોકના અધિપતિ ઈન્દ્રમહારાજાએ મેલ્યા છે, અમારે અહીં નવા ઉત્પન્ન થનાર દેવને યોગ્ય કૃત્યો કરવા લઈ જવાનાં છે; પણ એ પૂર્વે આપ કૃપા કરીને અમને કહો કે ગતજન્મમાં આપે કયા કયા શુભ-અશુભ કૃત્યો કરેલાં? રૌહિણેય બડભાગી હતો, જો હેજ વધુ સમય તેની અર્ધભાનાવસ્થા ચાલુ રહી હોત તે તે બધું જ પિતાનું ચોર-ચરિત્ર કહી દે. પણ તેના મગજ પરથી પેલા ઉત્કટ મઘની અસર ધાર્યા કરતાં વહેલી ઉતરી ગઈ. સેવકોને પ્રશ્ન સાંભળતાં જ તે એકદમ સાવધાન થઈ ગયા. ઘડીભર આ બધું તેને સાચું તે લાગ્યું પણ વળતી જ પળે તેને શંકા જાગી કે આ બધી અભયકુમારની માયાજાળ તે નહીં હોય? તે નક્કી તો ન કરી શકો પણ તેણે ચેતીને ચાલવાનો નિર્ણય તે કર્યો છે. આ જ વખતે, અનાયાસે એને પેલા શ્રમણ મહાવીરનાં અનિચ્છાએ સંભળાઈ ગયેલાં વચન યાદ આવી ગયાં. એણે વિચાર્યું: દેવનું સ્વરૂપ વર્ણવતાં ભગવાન મહાવીરે જે વાત કહેલી, તે જો આ લોકમાં સંભવતી હોય તે આ બધું સાચું, અન્યથા અભય મંત્રીની માયા. એણે ભગવાનનાં વચને યાદ કરી કરીને બારીકાઈથી બધું જોવા માંડયું. તરત એને પ્રતીતિ થઈ કે ના, આ લોકો ‘દેવ” ને હોઈ શકે. આ લોકો તે ભગવાન મહાવીરે વર્ણવેલા દેવા કરતાં વિપરીત સામાન્ય માણસ જેવા લાગે છે! બસ, હવે માયાનો જવાબ માયાથી આપવાનો રોહિણેય નિશ્ચય કરે છે. નિષ્ફરોમાં પણ નિષ્ફર મનાતા મહાચોર રૌહિણેયનાં હૃદયપરિવર્તનનું પ્રારંભિક બીજ એની આ વિચારણામાં જોવા મળે છે. જે વ્યકિતને પડછાયો પણ એને ત્યાજ્ય હતો, જેને માટે એ “મહાવીર’ કે ‘શમણ મહાવીર' જેવા શબ્દોને તે પણ હૈયામાં હોય તેટલી સઘળી તોછડાઈથી પ્રયોગ કરતો હતો, એવા એ જ મહાવીર માટે આ પળમાં એના અંતરમાં ઊંડે ઊંડે અવ્યકત આદર અનાયાસે જ ઊગતો દેખાય છે. એ આદર જ એને “દેવનું સ્વરૂપ વર્ણવતાં ભગવાન મહાવીરે જે વાત કહેલી” એવો અને “આ લોકો તો ભગવાને વર્ણવેલા દેવે કરતાં વિપરીત એવો વિચાર કરવા પ્રેરે છે. જો એને મહાવીર પ્રત્યે અવ્યકત આદર જાગ્યો ન હોત તો એ એક વિચારનિપુણ માનવીને છાજે તેવી સભ્ય વિચારણા ન કરી શક્યો હોત અને મહાવીરને માટે આદરસચક ‘ભગવાન' શબ્દને સ્વાભાવિક પણ ન કરી શક્યો હોત. એના મનમાંથી “મહાવીર” પ્રત્યેની તોછડાઈ નામશેષ બની રહી હતી, એનું સૂચન “ભગવાન” શબ્દ કરે છે. નાટકમાં પણ મુનિ રામભદ્ર “જટકોઢારવોિજિતં મનવા : સંafથ” તેમ જ “દો ! માવાતા સ્વર વાઘા nતે” આમ લખીને રૌહિણેયનાં હૃદયપરિવર્તનનો પ્રારંભ, પૂરી સાહજિકતાથી ગૂંથી દીધો છે, પ્રેક્ષકો માટે પણ, આ બીના, રોહિણેયને પિતાને માટે આ ભકિત જેટલી અવ્યકત છે, તેટલી જ અવ્યકતા રહે છે. અને પ્રેક્ષકોને સ્પષ્ટપણે ભાન ન થાય કેમ કે એવું ભાન થાય તે રસ-ક્ષતિ થાય) એ રીતે હૃદયપરિવર્તનને પ્રારંભ થવા દે, એમાં જ નાટકકારની નિપુણતા છે ને! અહીં બીજી પણ એક વાત છે. નાટકમાં અભિનય કરનાર વ્યકિત, તે જે પાત્રને અભિનય કરતી હોય, તેની સાથે સહજઅકૃત્રિમ ભાવે એકાકાર બની જાય એટલે કે ઈતિહાસ કાળમાં થઈ ગયેલી તે વ્યકિત “હું પોતે જ છું – એવો અનુભવ - પૂરી સાહજિકતાથી, કરે તો જ તે અભિનેતા. વ્યકિતનો અભિનય પૂર્ણતયા સફળ બને અને પ્રેક્ષકો પણ તદાકાર બનીને રસાનુભવ કરે. બન્ને સૈયિ માં પણ, નેપથ્યમાં વિરાજેલું ભગવાન મહાવીરનું પાત્ર ખૂબ સહજતાથી પોતાનું “મહાવીર સાથેનું તાદામ્ય અનુભવનું લાગે છે, ને એ તાદામ્ય જ એની પાસે ધીરગંભીર સ્વરે કગાન કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એ તાદામ્ય જ પ્રેક્ષકોને ‘વીર’–વાણી સાંભળી રહ્યાાની અનુભૂતિ કરાવે છે. એ અનુભૂતિ કરતી વખતે કે તેમાંથી બહાર નીકળ્યા પછી પણ પ્રેક્ષકોને એવો વિચાર નથી આવતો કે “હ, આ તો વીતરાગની આશાતના, કરી!' બલકે, આ સંયોજન એમને સુશિષ્ટ, સાંસ્કારિક અને સ્વાભાવિક જ લાગે છે, જે નિતાંત નિર્દોષ હોઈ શકે, એ તાદામ્યનાં કારણે અત્યારની છેલ્લી પરિસ્થિતિમાં રૌહિણેયને ‘ભગવાન તો તે દિવસે જદું કહેતા હતા, ને આ લોકોનું સ્વરૂપ તે જદું છે' એવી પ્રતીતિ સંભવે છે. તો, રૌહિણેયને અભિનય કરતી વ્યકિત પણ પોતે જુદી વ્યકિત છે. રૌહિણેય નથી.' એવો અનુભવ જો કરતી હોત તે તેને અભિનય કાં તો કૃત્રિમ બનત, કાં તો તે શિથિલતા ભાગવત. પરિણામે પ્રેક્ષકોને રસાસ્વાદ ન મળત. પણ અહીં એવું નથી. અહીં તો પ્રેક્ષકો માત્ર રસાસ્વાદ જ નહિ પણ રસની સમાધિ મેળવી ચૂકયા જણાય છે, અને અભિનેતામાં પણ શિથિલતા કે કૃત્રિમતા નથી લાગતી, એ જોતાં સમજાય છે કે, એ અભિનેતાએ સ્વાનુભવથી જ સંવેદ્ય એવી સહજતાથી ઈતિહાસકાલીન “રૌહિણેય’ નામની વ્યકિત સાથે અભેદ સાધ્યો છે. આ જ નાટકકારની ઉદ્દેશસિદ્ધિ છે. પાછા મૂળ વાત પર આવીએ. પેલા દેવની કૃત્રિમતા પારખીને રોહિણેય પણ એમને કૃત્રિમ જવાબો આપીને અભયકુમારની ધારણાને ધૂળમાં મેળવે છે. સામ દામ દંડ - ભેદ અજમાવીને થાકેલા અભયકુમાર રાજાને સૂચવે છે કે “આ ચેર છે એવી ખાતરી નથી થતી, માટે એને છોડી દેવા જોઈએ, પણ તે પહેલાં આપ એને અમન્સરભાવે સાચી વાત પૂછો તે સારું'. આમ કરવા માટે રાજાની સંમતિ મળતાં જ રૌહિણેયને રાજા સમક્ષ હાજર કરાય છે. એ વખતે રાજા ને મંત્રી સિવાય કોઈ હાજર નથી રહેતું. - રાજાએ પૂછ્યું: “ભાઈ! અમને ખાતરી છે કે તમે જ રૌહિણેય ચાર છે, પણ પુરાવાના અભાવે તમને છોડી મૂકવા પડે છે. તમને શિક્ષા કરવા કે બાંધી રાખવા અમે અસમર્થ છીએ પણ તમે મારી એક વાતને સાચો જવાબ આપશો? શું ખરેખર તમે રૌહિણેય નથી? ડરશો મા, તમને અભયદાન છે, જે સત્ય હોય તે કહેજો.” રાજા પુછે છે. વિશ્વાસથી પૂછે છે. ઉભયનું ગૌરવ જળવાય એ રીતે પૂછે છે. એની પૂછવાની રીત અને તે વખતનું એકાંત, એ બધું જોતાં લાગે છે કે માનવ જીવનમાં વિશ્વાસ એ અદ્વિતીય અને અમોઘ શકિત તત્ત્વ છે. કઠોર કે પાપી જન ઉપર પણ તમે વિશ્વાસ મૂકો તો તે પોતાનાં કુકર્મોના એકરાર કરતાં નહિ અચકાય. બલકે કુકર્મો કરવાનું છોડી પણ દેશે. કારણ કે સાચો વિશ્વાસ હમેશાં પ્રેમ મૂલક જ હોય છે. -લક નહિ જ વી. નિ. સં. ૨૫૦૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012039
Book TitleRajendrasuri Janma Sardh Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorPremsinh Rathod
PublisherRajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
Publication Year1977
Total Pages638
LanguageHindi, Gujrati, English
ClassificationSmruti_Granth & Articles
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy