SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં એ વાત આવી. સવારે એમણે ગુરૂને પ્રસન્ન કરી તે પ્રસાદ પોતે જ મેળવી લીધો અને તે મહાવિદ્ધાન થયા. આ દંતકથા બાજુમાં રાખીએ તો પણ એટલી વાત તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં સરસ્વતી માતાની ભાવપૂર્વક સ્તુતિ કરી તેનો ઋણ સ્વીકાર કરે છે. ઋષભદેવ રાસમાં કવિ કહે છે : સરસતિ ભગવતિ ભારતી, બ્રહ્માણી કરિ સાર, વાગેશ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર; બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાદિની નામ, વાણી વચન દીઉ અસ્યા, જામ હોય વછયું કામ. કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ અને ૫૮ જેટલા સ્તવનની રચના કરી હતી. અત્યાર સુધીની શોધખોળના પરિણામે કવિની ચાલીશેક રચનાઓ પ્રકાશમાં આવી છે તે આ મુજબ છે (૧) ઋષભદેવ રાસ (૨) વ્રતવિચાર રાસ (૩) સ્થૂલિભદ્ર રાસ (૪) સુમિત્રરાજર્ષિરાસ (૫) કુમારપાલ રાસ (૬) નવતત્ત્વરાસ (૭) જીવ વિચારરાસ (૮) અજાકુમારરાસ (૯) ભરત બાહુબલીરાસ (૧૦) સમકતસારરાસ (૧૧) ક્ષેત્રસમાસરાસ (૧૨) ઉપદેશમાલા રાસ (૧૩) હિતશિક્ષારાસ (૧૪) પૂજાવિધિરાસ (૧૫) જીવંતસ્વામી રાસ (૧૬) શ્રેણિકરાસ (૧૭) કયવનારસ (૧૮) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ (૧૯) મલ્લિનાથ રાસ (૨૦) હીરવિજયસૂરિરાસ (૨૧) વીસસ્થાનક તપ રાસ (૨૨) અભયકુમાર રાસ (૨૩) રોહણિઓ રાસ (૨૪) સમઈસરૂપ રાસ (૨૫) દેવગુરુસ્વરૂપરાસ (૨૬) કુમારપાલનો નાનો રાસ (૨૭) શ્રાદ્ધવિધિ રાસ (૨૮) આદ્રકુમાર રાસ (૨૯) પુણ્યપ્રશંસારાસ (૩૦) વીરસેનનો રાસ (૩૧) શત્રુંજયરાસ (૩૨) શીલશિક્ષારાસ. કવિની રાસ કૃતિઓ ઉપરાંત બીજી નાની સાહિત્યકૃતિઓ આ પ્રમાણે છે : (૧) નેમિનાથ નવરસો (૨) આદિનાથ આલોચન સ્તવન (૩) આદિનાથ વિવાહલો (૪) બારઆર સ્તવન (૫) ચોવિસ જિન નમસ્કાર (૬) તીર્થકર ચોવીસના કવિતા (૭) મહાવીર નમસ્કાર. આ ઉપરાંત કવિએ ૩૩ બીજા સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો, ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી, કેટલીક બોધપ્રદ સઝાયો વગેરેની રચના કરેલી છે. કવિ ઋષભદાસના જન્મ અને મૃત્યુ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. કવિ ઋષભદાસની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચના સાલ જ તેમના જીવનકાલ નક્કી કરવામાં સહાયરૂપ બને છે. ઉત્કૃષ્ટ મધ્યકાલીન સાહિત્યકૃતિ તરીકે જેની ગણના કરી શકાય તેવી કવિની પ્રથમ સાહિત્ય કૃતિ ઋષભદેવરાસ સં. ૧૯૬૨માં એટલે કે ઈ.સ. ૧૬૦૬માં રચાયેલી કૃતિ છે. પરંતુ રચના સાલના ઉલ્લેખ વિનાની કવિની બીજી નવેક કૃતિઓમાંથી બે કે ત્રણ કૃતિઓ ઋષભદેવરાસ પહેલા રચાઈ હોવાનો સંભવ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતા કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે સં. ૧૬૦૧ થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી જ ગણી શકાય. આ જોતાં કવિનયસુંદરના કવનકાળના અંતભાગમાં 30 શ્રી વિજયાનંદ મરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy