SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ અને કવિ સમયસુંદરના કવનકાળની લગભગ સાથોસાથ કવિ ઋષભદાસનો કવનકાળ શરૂ થાય છે. હવે બાલ્યકાળ, અભ્યાસ, સાહિત્ય વાંચન અને પરિપકવતા માટે તેમના જીવનનાં ૨૫ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત સમયે એટલે સં. ૧૬૦૧માં તેમની ઉમર આશરે ૨૬ વર્ષની ગણી શકાય. અને એ હિસાબે તેમને જન્મ સને ૧૫૭૫ આસપાસ મૂકી શકાય. આ જોતાં તેમનો જન્મ નયસુંદર પછી ૨૩ વર્ષે અને સમયસુંદર પછી ૨૧ વર્ષે થયેલો ગણાય. હવે રચના સાલ હોય એવી કવિની ૨૪ કૃતિઓમાંથી છેલ્લી કૃતિ રોહણિયા રાસ સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨)માં રચાયેલી છે. અને ત્યારપછી પણ કવિએ બીજી એકાદ બે કૃતિઓ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ સન ૧૯૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સન ૧૬૩૫ આસપાસ મૂકી શકાય. કવિ ઋષભદાસનો સ્વર્ગવાસ નયસુંદરના સ્વર્ગવાસ પછી અને સમયસુંદરના સ્વર્ગવાસ પહેલા થયેલ ગણી શકાય. આ ગણતરીએ ચાલીએ તો તેમના જીવનની પૂર્વ મર્યાદા ઈ.સ. ૧૫૭૫ અને ઉત્તર મર્યાદા ઈ.સ. ૧૬૩૫ની લેખતા તેમને ઓછામાં ઓછો જીવનકાળ ૬૦ વર્ષનો અને કવનકાળ સન ૧૬૦૧ થી ૧૬૩૪ સુધીનો એટલે ૩૪ વર્ષને ગણી શકાય. કવિ ઋષભદાસની કૃતિઓમાં ઉચ્ચ પ્રકારની કવિત્વશકિત અને વિશિષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. ઋષભદાસ ગૃહસ્થ કવિ હોવાથી તેમની ભાષા સાધુકવિઓની જેમ રૂઢિચુસ્ત નહિ પણ અર્વાચીન જણાય છે. કવિની થયો, સ્તવનો, સઝાયો વગેરેનો ઉપયોગ આજે પણ જૈન ગૃહસ્થો અને સાધુઓ ભાવપૂર્વક કરે છે એ કવિ ઋષભદાસની લોકપ્રિયતા દર્શાવે છે. આજે લગભગ પોણાચારસો વર્ષ બાદ પણ જૈનો એ સાધુચરિત કવિને ભકિતપૂર્વક યાદ કરે છે એ જ એમની ઉત્કૃષ્ટ સર્જક શકિતનો પરિચય આપે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાનું વિપુલ અને વિશિષ્ટ સાહિત્ય પ્રદાન કરનાર કવિ ઋષભદાસ ગૌરવ લેવા જેવાઆપણા સર્જક છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy