SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમ પાણી પીષધમાંહી, દિવસ અતિ સઝાય કરું ત્યાંહિ, વીરવચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નવિ ચૂટું. મૃષા અદત્ત પ્રાય નહિ પાપ, શીલ પાલુ મનવચકાય આપ, પાપ પરિગ્રહ ન મિલું માંહિ, દિશ તણું માન ધરું મનમાંહિ, અભસ્થ બાવીશને કર્માદાન, પ્રાયે ન જાય ત્યાં મુઝ ધ્યાન, અનરથ દંડ ટાલ હું આપ, શાસ્ત્રાદિકનાં નહિ મુજ પાપ. કવિ ઋષભદાસના દાદા અને પિતાએ સંઘ કાઢેલો એટલે ઋષભદાસની પણ સંઘવી અટક પડેલી જણાય છે. સંઘપતિ તિલક ભલું જ ધરાવું - એવો મનોરથ તે ધરાવતા તે ઉપરથી મહેચ્છા છતાં પોતે સંઘ કાઢ્યો નહીં હોય તેમ જણાય છે. આમ છતાં કવિ ઋષભદાસ એક શ્રીમંત ગૃહસ્થ હતા અને તેમને શીલવતી તેમજ સુલક્ષણા પત્ની, બહેન, ભાઈની જોડ અને એકથી વધારે બાળકો હતા. તેમને ઘરે ગાય-ભેંસ દૂઝતી હતી અને લક્ષ્મી પણ તેમના ઉપર પ્રસન્ન હતી. એટલે કે પૈસે ટકે તે સુખી હતા. તેમનું કુટુંબ બહોળું-મોટું અને સંપીલું હતું. તેઓ ધાર્મિક જીવન ગાળતા અને સર્વ વાતે સુખી હતા. તેમના પુત્રો વિનયી હતા. તેમને ઘેર ઘોડા, ગાય, ભેંસ, બળદ, ઘણાં ગાડાં તેમજ વહેલો (ર) હતી. અને લોકોમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. રાજદરબારમાં તેમનું સારું માન હતું. તેમનું મકાન સ્વચ્છ સ્થળે સારા લત્તામાં હતું અને ઘણા લોકો તેમના તરફથી ઘણી આશાઓ સેવતા હતા. તે ઘણા લોકો ઉપર ઉપકાર પણ કરતા અને સુખમાં દિવસો પસાર કરતા હતા. આ સઘળી બીના તેમણે વ્રતવિચારરાસ, કુમારપાલરાસ, હિતશિક્ષારસ અને હીરવિજયસૂરિરાસમાં સ્પષ્ટ જણાવી છે. કવિના વતન ખંભાતની માફક કવિના ધર્મગુરુઓ વિશે પણ સઘળી માહિતી કવિની વિવિધ કૃતિઓમાંથી મળી આવે છે. કવિ તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતામ્બર વીસા પોરવાડ જૈન વણિક હતા. તેમના સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ-અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬૫૨ (સન. ૧૫૯૬) માં થયો હતો. તે સમયે કવિની ઉમર ૨૧ વરસની ગણી શકાય. ત્યારબાદ અકબર બાદશાહ પાસેથી સવાઈ જગદ્ગુરુનું બિરુદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. જેમને કવિએ પોતાના ગુરુ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે વ્યા છે. નેમિનાથ રાજીમતી સ્તવનમાં તેમણે કહ્યું છે : તપગચ્છ મુનિવર સયલ સુખકર શ્રી વિજયસેનસૂરિસર; તસત થાવક ષભ બોલે, શુક્યો નેમિજિનેશ્વરો. | વિજયસેનસૂરિ પાસે ઋષભદાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એક દિવસ વિજયસેનસૂરિએ પોતાના કોઈ એક શિષ્ય સારું સરસ્વતીદેવીને પ્રસન્ન કરી પ્રસાદ (લાડુ) મેળવ્યો હતો મેળવી તે રાત્રે ઉપાશ્રયમાં શ્રાવક વિ ઝષભદાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy