SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નમાં પણ મનમાંથી જતી નથી. અભિલાષા કેવી ઊંડી અને અતૂટ છે એ આથી દર્શાવાય છે. સ્વપ્નાવસ્થા કંઈ કાયમી નથી હોતી. રાત્રે ઊધમાં જ સ્વપ્ન શક્ય. પછી એ પૂરું. આ સ્થિતિનો ઉપયોગ પણ કવિએ ભાવપ્રકટીકરણ માટે કર્યો છે. જવ સુપન માંહિ તું મિલઈ, તવ હર્ષ હોઈ ન માઈ, - હે હે રે દેવ અટાર૩, વઈરિગી યોગી વિહાઈ. ૨.૩-૪ સ્વપ્નનું મિલનસુખ રાત્રિ જતાં વિલાઈ ગયું. એની વેદના અહીં વ્યક્ત થઈ છે. રાત્રિ વૈરિણી અને દેવને મસ્તીખોર કહીને પ્રેમમગ્ન મનના રોષને વાચા આપવામાં આવી છે, જે એ વેદનાને ઘનીભૂત બનાવે છે. જ્યાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી પ્રદેશમાં પુંડરીકિણી નગરીમાં વિરાજતા સીમંધરસ્વામી અને કયાં પોતે ? આ દૂર કંઈ સહેલાઈથી પાર થઈ શકે એવું નથી. વચ્ચે છે ડુંગર અને દરિયા તથા આકરા ને મુશ્કેલીભર્યા માર્ગ. આથી મિલનની દુષ્કરતા. આ દુષ્કરતાને અંતરાયકર્મની વાત ગૂંથીને કવિ વિશેષ વળ આપે છે. એકઈરે ગામિ વસતડાં, અંતરાયવસિ ન મિલાઈ, પરદેસિ વાહલા વેગલા, તસ મીલિઈ રે કઈ ઉપાય. ૯ આચાલુબ્ધ મનની નિરંતર પ્રતીક્ષા એક સાદા પણ અસરકારક ચિત્રથી મૂર્તિ કરી છે આંણી વાટઈ જાણું આવસઈ રે, તિણિ વેધઈ રહું બારિ, આશા-બાધું મન રહઈ રે, ન લહઈ અસૂર સહવાર. ૨૪ સાંજ-સવારનું ભાન ન રહેલું એમ અહીં અન્યમનસ્કતા નથી, અખંડ પ્રતીક્ષા જાગરણની નિશાની છે. કાવ્યોદ્ગારને સ્વાભાવિકતા અર્પતી ને આત્મીય ગોષ્ઠિના ભાવને ઉપકારક થતી બોલચાલની વાભંગિઓ કાવ્યમાં વારંવાર મળ્યા કરે છે. નીચેની વાભંગિ કેવી લાક્ષણિક અને અર્થપૂર્ણ છે તે જુઓ : તુઝ ઉપરિ મુઝ નેહડઈરે, સાખી ચંદ સુજાણ, ઘણું કહું સ્યુ કરિમું રે, તુઝ હાથિ મુઝ પ્રાણ. ૨૫ કારમું-અદ્ભુત, અસાધારણ વાત ઝાઝી તો શું કરું એ વાભંગિથી તારા હાથમાં મારા પ્રાણ છે એ કથનને કેવો ઉઠાવ મળે છે ! એનું કેવું મૂલ્ય સ્થાપિત થાય છે ! કૌશલનાં ઘણાં ઉદાહરણો આગળ આવી ગયાં છે. એટલે હવે અહીં કવિની તાજગીભરી સીમંધરસ્વામીલેખ ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy