SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ તીણ રસદૃષ્ટિની પરિચાયક એક અલંકારરચના તરફ ખાસ ધ્યાન ખેંચવું જોઈએ. સવિ અક્ષર હીરે જડ્યા, (તુ) લેખ અમૂલિક એહ રે, વેધક-મુખિ તંબોલડું, (૮) મન-રીઝવણું એહરે. ૩૫ લેખના સર્વ અક્ષરો હરે જડ્યા છે એ એક મનોરમ કલ્પના છે ને એથી લેખ અમૂલિક હોવાની વાત ચરિતાર્થ થાય છે; પણ બીજી પંકિત તો એક એવું ઉપમાન લઈને આવે છે, જે નૂતન ચમત્કૃતિભર્યું છે. આ લેખ એ તો રસિક જનના મુખનું તાંબુલ. તાંબુલ એના મનને પ્રસન્ન કરે છે તેમ આ લેખ પણ પ્રિયજનને સુખ આપનાર નીવડશે. રસિક જનનું મન-રીઝવણું એવા તાંબુલ સુધી પહોંચતી કવિ દષ્ટિને આપણે અભિનંદ્યા વિના કેમ રહી શકીએ? અને એક ભાવગર્ભ, સઘન અલંકારચના મન માંહિ જણ છાંના વસઈ, ધુણ અંબ માંહિ જિમ, મોટું ચિત્ત કોઈ ખિણિ-ખિણિ, દૂબઘું થાઈ મોરું તન રે. ૭.૩-૪ મનમાં વસતા જણ એટલે કે પ્રિયજન અને આંબાના વૃક્ષમાં વસતા ધુણ (કાષ્ઠનો કીડો) વચ્ચે એટલું જ સામ્ય નથી કે એ છાનાં વસે છે, એ પણ સામ્ય છે કે ધુણ આંબાના વૃક્ષને કોતરે છે તેમ પ્રિયજન ચિત્તને કોરે છે; આંબાનું વૃક્ષ ખવાતું જાય છે તેમ પોતાનું તન કૃશ થતું જાય છે. કવિની પદાવલિની એક લાક્ષણિકતા ચૂકી જવા જેવી નથી. લાડવાચક શબ્દો કવિએ કેટલા બધા પ્રયોજ્યા છે ! -ચંદલઉ, અટારડુ (અટારુ), સૂડિલો(સૂડો), પાંખડી (પાંખ), દેસડG (દસ), સંદેસડુ (સંદેશ), વેધડઉ (વે), તોરડG (તોરું), વસંતડાં (વસંત-વસતાં), પ્રીતડી (પ્રીતિ), નેહડફ (નેહ), તંબોલ (તંબોલ) વગેરે. સર્વનામ અને કૃદંત સુધી પહોંચતો લાડભાવ જરા વિલક્ષણ જ ગણાય. આ પદાવલિ વિરહ શૃંગારના અહીં આલેખાયેલા નાજુક, મુલાયમ, મૃદુ હૃદયભાવને ખૂબ પોષક બનતી અનુભવી શકાય છે. પ્રેમનો પુર પામેલો ભકિતભાવ, અનેક સંચારિભાવોથી એની થયેલી પુટિ, પરંપરાપ્રાપ્ત પણ સાર્થક રીતે પ્રયોજાયેલાં તથા નવીન ને ચમત્કૃતિભર્યા અલંકારોનાં સૌન્દર્ય-સામર્થ્ય તેમજ સાહજિક ને લાક્ષણિક લાભંગિઓની કાર્યસાધકતા જયવંતસૂરિની આ કૃતિને એક નિતાન્ત આસ્વાદ્ય કૃતિ બનાવે છે. ૧૮૨ શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy