SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ રે સૂડિલા, તોરી પાંખડી, મુઝ આપિ કરિ ઉપગાર, નવણસંતોષ જઈ કરું, ન ખમાઈ વેધવિકાર. ૩-૧-૨ વહાલાજી તો વિદેશમાં જ વસનારા છે. એમની સાથે વિયોગ તે તો નિત્ય વિયોગ. દેવને પૂછેલા આ પ્રશ્નમાં એની વ્યથા વેધક રીતે વ્યકત થઈ છે. રે દૈવ, તઈ એક દેસડઈ, સિંઈ ન કીઆ દોઈ અવતાર. ૪.૧ ચંદ્રને સંદેશવાહક બનાવવાની એક રસિક કલ્પના અહીં મળે છે. પણ ચંદ્ર સંદેશવાહક બનતો નથી. એથી નીપજેલી હતાશા જે રોષભર્યો ઉદ્ગાર કરાવે છે અને સચોટ વ્યવહારસૂત્રનો આશ્રય લે છે તે ભાવપ્રકટીકરણની એક છટા તરીકે આપણા મનમાં વસી ગયા વિના રહેતું નથી. તેહવઉ કો નહી આપાગઉ, જોઈ મુઝ તુઝ પ્રીતિ રે, લેખ-સંદેસ પાઠવું, કહું વાત જે ચીતિ રે. ૧૯ ચંદુ વલી વલી વીનવ્યું, મુઝ નવિ કરઈ કાજ રે, વિરહ-વિછોહિઆ વેદના, પાપી નવિ લહઈ આજ રે. ૨૦ વિરહ-વિછોહિઆ માણસો, થોડા મેલણહાર રે, આપ સમી લહઈ વેદના, ઉસિ જાંઉંબલિહારિ રે. ૨૧ એક જ પદાર્થને ફેરવી પલટાવીને વિવિધ મનોભાવોને વ્યકત કરવા પ્રયોજવાનું એક કવિચાતુર્ય હોય છે. આ કવિ પણ એવું વિચાતુર્ય બતાવે છે. સ્વપ્નનો એમણે કરેલો ઉપયોગ આપણે જોઈએ. મુઝ દિવસ વરસા સુ સમુ, તુઝ વિના રયણિ છ માસ, તોરઈ વેધડઈ સહુ વીસરવું, સુહાગા તણી સી આસ. ૬.૧.૨ વિરહભાવની તીવ્રતા અને અન્યમનસ્કતાનું આ ચિત્ર છે. દિવસ સો વરસ જેવડો ને રાત્રિ છ માસની એ વિરહમાં સમયનું બદલાઈ જતું પરિમાણ છે. ને એ રીતે વિરહની ઘનતાનું પણ માપ છે. પણ પછી તો પ્રેમઘાયલ કવિને રાતદિવસનું ભાન રહેતું નથી એ એમની અન્યમનસ્કતા છે. રાતદિવસનું ભાન ન હોય ત્યાં સ્વપ્ન કેમ હોઈ શકે ? તેથી સ્વપ્નના મિલનસુખથી પણ વંચિત. આમ અતુલ નિરાશાનો આ ઉદ્દગાર બને છે. અહીં સ્વપ્નના અભાવને કવિ કામે લગાડ્યો, તો અન્યત્ર સ્વપ્નની સ્થિતિને પણ એમણે ઉપયોગમાં લીધી છે નવિનીસરઈ મન બાહિરિઇ, મુઝ સુહાગઇ રે તોરડી ખંતિ. ૧૦. ૨ સ્વપ્નમાં માણસની દુનિયા ઘણી વાર બદલાઈ જાય છે. પણ પ્રભુ પ્રિયતમ માટેની અભિલાષા ૧૮૦ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy