SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ અથડાતાં સફાળો થયેલો પુત્ર પ્રેયસીના પાસમાંથી છૂટો થઈ માના ચરણમાં માથું ટેકવી હૃદયનો પશ્ચાત્તાપ કરે છે ત્યારે તેને દુઃખી મા ફરીથી દીક્ષિત થવાનું કહી એટલું ઉમેરે છે કે આ ચારિત્રનો માર્ગ કંટક ભરેલો લાગે તો છેવટે અનશન પણ કરી તારો ઉદ્ધાર કરજે.કેવી કર્તવ્યનિષ્ઠ મા! પોતાની પ્રત્યે કામાસકિતથી પીડિત જેઠ કે જેણે કંટકરૂપી પોતાના લઘુ બાંધવાનું મૃત્યુ લાવી દીધું છે તેઓ ક્રોધકષાયથી મોઘેરુ માનવ જીવન કલુષિત ન કરે તે શુભાશયથી રંડાપાના દુઃખને દૂર કરી પોતાના પ્રિય પતિ યુગબાહુની સદ્ગતિ થાય તે માટે હૈયાને કઠોર કરી નિર્ધામણા કરાવનારી મદનરેખા ધન્ય થઈ, યશસ્વી નામના મેળવી પતિનો ઉદ્ધાર કર્યો. મૃત્યુ સમયે શુભલેશ્યા કે શુભ અધ્યવસાયો બીજા જન્મમાં સાથે આવે છે. માટે ને ! રાયપસણીય સુત્તમાં સૂરિકતા અને પ્રદેશી રાજાનો પ્રસંગ નિરૂપાયો છે. વાસનામાં ગળાડૂબ રાજાને સૂરિકતા સર્વસ્વ હતી. તે તેની પાછળ પાગલ હતો. એક વાર વિલાસી રાજા કેશી ગણધરની વાણી સાંભળી વિરકત બને છે, વાસનાનો કીડો હવે પ્રદેશી સંયમી બને છે. પોતાના પ્રાણપ્રિય પતિની આ પરિવર્તિત પરિસ્થિતિ સહન ન થતાં સૂરિકતા તેના ભોજનમાં વિષ ભેળવી દે છે. તેની ગંધ આવતા સંયમી પ્રદેશી આકુળવ્યાકુળ ન થતાં જીવનની લીલા સંકેલાઈ જાય તે પહેલાં પૌષધવત ધારણ કરી લે છે. જાણે કે સંયમી જીવનનો બદલો લેતી હોય તેમ સૂરિમંતા ત્યાં પહોંચી જાણે વહાલ કરી વૈયાવચ્ચ કરતી હોય તેવો ડોળ કરી ગળે ટુંપો દેતા પહેલાં આલિંગન કરી પોતાનો છૂટો કેશકલાપ ગળાની આસપાસ વીંટાળી દઈ ટુંપો દઈ પ્રિયતમ બનેલા પતિનું નિર્દયી રીતે કાસળ કાઢી નાખે છે. ક્યાં મદનરેખા અને ક્યાં સૂરિકતા ! બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે ને? મહાન સમ્રાટ શ્રેણિક રાજા મિથ્યાત્વી, શિકારી, દુરાચારી જીવન જીવતા હતા. તે ચેડા રાજા કે જે ચુસ્ત જૈનધર્મી હતા તેની પુત્રી જ્યકાના પ્રેમમાં પડી પત્ની બનાવવાનું સોનેરી સ્વપ્ન સેવતા હતા. તેને મેળવવા ખાઈ ખોદાવી ઉઠાવી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છે. નિર્ણાયક દિવસે જયેષ્ઠા આવી પણ ઘરેણાંનો ડબ્બો લેવા પાછી ફરે છે. તેને વિદાય કરવા પાછળથી આવેલી ચેલાણાને કા છે માની શ્રેણિક ચલણા સાથે જતા રહે છે. ખરી સ્થિતિ જાણ્યા પછી ચેલાણા મિથ્યાત્વી શ્રેણિકને ક્ષાયિક સમકિતી બનાવે છે, એટલું જ નહીં પરંતુ જૈન સાધુની પરીક્ષામાં પૂરાયેલા સાધુ અલખનિરંજન કહી જ્યારે બહાર નીકળી મેદનીને આશ્ચર્ય ચક્તિ કરી મૂકે છે ત્યારે ચિલ્લણા સંતુષ્ટ થાય છે અને પત્ની તરીકેની ફરજ સફળ કરે છે. જેને સ્થાને તે આવી છે તે તેની બેન જયેષ્ઠા, આ ભવમાં બીજો પતિ પણ ભવેડો ન કરાવે તેમ માની, સંસારથી વિમુખ થઈ વૈરાગ્ય રસમાં મશગુલ થઈ ચારિત્રનો પથ પકડી લે છે. કેવી બે નિરાળી જૈનત્વથી ભાવિત થયેલી ભગિનીઓ! નેમિનાથ જેવા પતિની સાથે જેને નવ નવ ભવનો સ્નેહાંત હતો તેઓ જ્યારે પશુના કલરવથી પાછા ફરે છે ત્યારે રાજીમતિ દીક્ષિત થયેલા નેમિનાથ પાસે રથનેમિની સાથે દીક્ષા ગ્રહણ કરે છે. એક ૧૦૫ અસારે ખલુ સંસારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy