SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુબલી જેવાં ૧૦૮ સંતાનો કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષગામી થયા. કેવું ઉમદા કુળ તેથી સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન્; નાન્યા સુતં સ્વદુપમં જનની પ્રસૂતા. એમ કહેવામાં આવ્યું છે. માતા મરૂદેવી કેવાં ધન્યાતિધન્ય કે જેણે પ્રથમ તીર્થકર ઋષભદેવને જન્મ આપ્યો તથા પુત્રમોહથી અભિભૂત થઈ હજાર વર્ષો સુધી રડી રડીને આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. જે તેમણે ફરીથી, કેવળી થયેલા પુત્રની જાહોજલાલી સાંભળી, માનસિક રીતે તેમને પ્રથમ જોઈ, બાદમાં દિષ્ટ પણ મેળવી એટલું જ નહીં પરંતુ પુત્રની પહેલાં અનિત્યાદિ ભાવના ભાવતા કેવળી પુત્રની પહેલા મોક્ષના દ્વાર ખોલ્યાં તથા પુત્ર માટે મોક્ષવધૂ વરી લીધી. તેમની કેવી કુખ હશે ! તેમના પુત્ર ઋષભની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી પણ મોક્ષગામી થયાં, તેમનો પુત્ર ભરત આરીસા ભવન માં વીંટી પડી જવાથી મોક્ષ મેળવે છે. તેના પુત્ર તથા તેના પુત્રાદિ આઠ પેઢી સુધી આજ રીતે કેવળી થઈ મોક્ષપુરીના માનવંતા મહેમાનો બન્યા. તેઓ છે આદિત્યયશા, મહાયશા, અભિબલ, બલભદ્ર, બલવીર્ય, કીર્તિવીર્ય, જલવીર્ય અને તેના પુત્ર દંડવીર્ય આઠ પેઢી સુધી આ રાજાઓ રાજમુગટ પહેરી ભરતની જેમ અરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. (કલ્પસૂત્ર સચિત્રમ્ પૃ-૨૬૫) અજૈન સાહિત્યમાં ગોપીચંદ વિલાસીવૃત્તિનો હોવાથી તેની મા નાખુશ હતી. એકવાર તેને સ્નાન કરાવતા તેના શરીર પર માનું અશ્રુ પડે છે. ઉપર દિષ્ટ કરતાં માને કારણ પૂછે છે તે જાણી ગોપીચંદ સંસાર ત્યજી સંન્યસ્થ બની જાય છે. છ વર્ષનો અઈમુત્ત જ્યારે ગણધર ગૌતમની સાથે જતાં ગોચરી ઊંચકવા જણાવે છે ત્યારે ગૌતમસ્વામી તને ન અપાય કારણ કે તેને માત્ર સંસાર ત્યાગી જ ઉંચકી શકે. મહાવીરસ્વામીની વૈરાગ્ય ઝરતી અમોઘ વાણી સાંભળી ઘેર આવી માને દીક્ષિત થવા જણાવે છે. તેની મા શ્રીદેવી પાસેથી સાધુ જીવનની કઠણાઇ તથા પરીષહો વિષે સાંભળી વિગતે તેના યુક્તિ પુરઃ સર પ્રત્યુત્તર આપી દીક્ષા લઈ કેવળી બને છે. કૃષ્ણની મા દેવકી બબ્બેના જુથમાં સાધુને ભિક્ષા માટે આવતાં જોઈ, એકના એક ફરી ફરી કેમ આવે છે તેનું કારણ જાણી પોતાના જ પુત્રો છે તે જાણી પોતે એકને સ્તનપાન કરાવે તેવી અભિલાષા સેવે છે. ગજસુકુમાલના જન્મથી તે સંતુષ્ટ થાય છે. જ્યારે તે ભગવાન નેમિનાથ પાસે દીક્ષિત થાય છે ત્યારે માતા તેને કહે છે કે ‘આ ભવની તે છેલ્લી મા કરે', એટલે હવે જન્મવાનું ન રહે ને મુક્તિ પામે માનો કેવો ભવ્યાતિભવ્ય વિચાર અને આશીર્વાદ ! માતાની સાથે કુમળી વયનાં દીક્ષિત થયેલો પુત્ર, ચારિત્રના પથમાંથી પતિત થયેલા પુત્રસાધુને ફરીને માર્ગસ્થિતિ કરવા માટે પ્રયત્નશીલ, અરણિકની મા-સાધ્વી અણિકને શોધવા ગાંડા જેવી બની ‘અણિક’ ‘અણિક’ના હ્રદયદ્રાવી પોકારો પાડતી ભટકી રહી છે, ત્યારે તે શબ્દો કર્ણપટ પર ૧૦૪ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy