SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ વાર અચાનક વર્ષો થતાં ભીનાં કપડાં સૂકવતાં નિર્વસ્ર રાજીમતિને જોઈ કામાતુર રથનેમિ ભોગ ભોગવવા આમંત્રે છે, ત્યારે માર્ગચ્યુત રથનેમિને રાજીમતિ સન્માર્ગે પ્રસ્થાપિત કરે છે, અને તપશ્ચર્યાદિ કરી, નેમિનાથને જાણે કે મળવા સિદ્ધિપુરીના દ્વારે નેમિનાથને મળવા તેમની પૂર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી કેવળી બની ત્યાં તેમની સાથે સિદ્ધપણાનું સાયુજય મેળવે છે. મનથી વરેલા પતિ ન મળતા તે એક ભવમાં બીજા પતિની ઈચ્છા કરતી નથી. પરંતુ નવ નવ ભવની પ્રીતિને સિદ્ધશિલામાં સિદ્ધગતિ મેળવીને સાર્થક કરે છે. સ્ત્રીને એક ભવમાં પતિ એકજ હોય તેવો કેવો સુંદર આર્યનારીનો આદર્શ ! આનાથી વિપરીત બ્રહ્મદત્તની માતા ચુલણી પતિના મૃત્યુ પછી વિષયો ભોગવવામાં કંટક સમાન પોતાના પુત્ર બ્રહ્મદત્ત કે જેનો જન્મ ચૌદ સ્વપ્નો જોયા પછી થયો છે તેનું કાશળ કાઢી નાંખવા લાખના ગૃહમાં બાળી નાંખવા સુધીનો માર્ગ અખત્યાર કરે છે. શ્રીપાલરાજાની પત્ની મયણાસુંદરીને પિતાએ મમત્વ ખાતર કોઢિયા સાથે પરણાવી હતી તે ધર્મી તથા આરાધના પરાયણ હોવાથી ભગવાન આદિનાથની પૂજાદિ કરતાં તેને ધર્મનું સાક્ષાત ફળ મળ્યું. નવણથી પતિ તથા અન્ય ૭૦૦ નો કોઢનો રોગ દૂર થયો. પતિને પણ ધર્મપરાયણ બનાવી આયંબિલની ઓળી તથા અન્ય ધાર્મિક કાર્યો કરનારો બનાવ્યો. કર્મના સિદ્ધાંતમાં કેવી અતૂટ અડોલ અડગ શ્રદ્ધા ! શ્રીપાલની બીજી ૮ પત્નીઓ પણ ધર્મવૃત્તિવાળી હતી. તેમાંની એક તો શ્રીપાલરાજા પાસે નગરના ચાર દરવાજા બંધ થતાં બધાંને ત્રણ દરવાજા ઉઘાડીને ચકિત તથા જૈનધર્મમાં રુચિવાળા બનાવ્યા. કેવી શ્રીપાલની આદર્શ ધર્મપરાયણ પત્નીઓ ! જંબુસ્વામીની સાથે તેની ૮ પત્નીઓ પણ પતિચિંધેલા સંયમના માર્ગે ચાલી નીકળી. ગુણસાગરની સાથે મનોરમાએ પણ સંયમનો માર્ગ સ્વીકારી લીધો. પતિની સાથે ધર્મમાં પણ અર્ધાંગિની ખરીને ? શાલિભદ્રની માતા કે જે સંપત્તિના સાગરમાં આળોટતી હતી તેણે ભદ્રા નામ સાર્થક કરી બતાવવા પુત્રને દીક્ષા અંગીકાર કરવામાં થોડી આનાકાની બાદ રજા આપીને ? સુકોમળ પુત્ર પરિષહો કેવી રીતે સહન કરશે તે વસવસાને લીધે ને ? છતાં પણ દીક્ષાના માર્ગમાં અંતરાય ના ઊભા કર્યાને ? શ્રી કૃષ્ણ જૈન મત પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે પોતે દીક્ષા લઈ શકે તેમ ન હતા છતાં પણ જે સ્ત્રીવર્ગ તે લેવા ઉત્સુક થાય તેનો ભાર પોતે વહન કરવા તૈયાર થતાં પુત્રીઓને પણ તે માટે પ્રોત્સાહિત કરતા. જે કોઈ સ્ત્રી કે પુરુષ દીક્ષા માટે તૈયાર થતાં તેના કુટુંબના ભરણપોષણનો ભાર ઉપાડવા કટિબદ્ધ હતા. ક્ષાયિક સમકિતી હતા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના ઉદય સંસાર છોડી શકતા ન હતા. બીજાને તે છોડવા ઉત્સાહિત કરતા. સ્ત્રીઓ તેણે બતાવેલા માર્ગે સંચરતી. ૧૦૬ Jain Education International શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy